Monday, December 23, 2024

શ્રી જક્ષની માતાજીના મંદિર, સાદરા ખાતે શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ..











જક્ષની માતાજીના મંદિર, સાદરા ખાતે સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના દરેક ગોળ એક બીજાથી પરિચિત થાય અને સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના ગોળો એક થાય અને સમાજના વિકાસ માટે સારા આયોજનો થઇ શકે તે માટે સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના દરેક ગોળના પ્રમુખ અને મંત્રીઓની ચિંતન મીટીંગનું આયોજન શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું હતું.


શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજની અધ્યક્ષતામાં મળેલ ચિંતન મીટીંગમાં સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના પંચાલ સમાજના વિવિધ ગોળોનાં પ્રમુખ અને મંત્રી હાજર રહ્યા હતા. દરેક સમાજ અને ગોળના પ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક ગોળના પ્રમુખોએ સમાજના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને દરેક ગોળના પ્રમુખોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા અને સમાજને એક કરી આગળ લઇ જવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.


દરેક ગોળના પ્રમુખોએ શ્રી બાવન ગોળ પંચાલ સમાજ, પ્રાંતિજ દ્વારા આયોજન કરવામાં આવેલ ચિંતન મીટીંગની સરાહના કરી હતી. તેમજ સફળ આયોજન બદલ પ્રમુખ વિશાલભાઈ પંચાલ અને મંત્રી શ્રી ધીરજભાઈ પંચાલને દાદાનો ફોટો ભેટ આપી શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતીજની કામગીરીને બિરદાવી હતી.

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071



Monday, December 16, 2024

મહુવા (જી.ભાવનગર) ખાતે વિશીષ્ઠ વેવિશાળ(પસંદગી) સમારોહનું આયોજન..



મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ મંડળ દ્વારા  શ્રી છગનભાઈ હરસોરા લુહાર જ્ઞાતિની વાડીમાં આગામી દિવસોમાં એક વિશિષ્ઠ પ્રકારના વેવિશાળ (પસંદગી) મેળાનું આયોજન કરવામાં આવનાર છે.જેના માટે વાલીશ્રીઓએ દિકરા/દીકરીનો બાયોડેટા મોકલવો.પરંતુ એક નિયમ એવો રાખવામાં આવેલ છે જે દિકરાનો બાયોડેટા મોકલશે તેમણે ફરજીયાત દિકરીનો બાયોડેટા આપવાનો રહેશે. તો જ દિકરાનો બાયોડેટા સ્વીકાર કરવામાં આવશે. પોતાની દિકરી ના હોય તો પરિવાર અથવા એમના સગા સબંધીમાંથી આપશે તો પણ ચાલશે. જેમને સામસામે ન કરવુ હોય તો ક્રોસ વેવિશાળ કરવાની ગોઠવણ કરી આપવામાં આવશે.


નોંઘ : આ વેવિશાળ સમારોહનો હેતુ એક માત્ર એ છે કે હાલ જે વેવિશાળની સમસ્યા છે તેમાંથી વાલીશ્રીઓની ચિંતા હલ થાય અને યોગ્ય પાત્ર મળે તેવો છે.


બાયોડેટા મોકલવા તથા માહિતી માટે સંપર્ક
મહેશભાઈ પરમાર - મો.૯૪૨૬૪૬૪૨૬૮
પીયૂષ લુહાર - મો.૭૦૪૮૪૩૨૧૬૫
અરવિંદભાઈ ડોડીયા (વિજપડી)  - મો.૯૯૨૫૯૯૪૨૫૯
જયંતીભાઇ કવા - મો.૯૮૨૪૮૨૦૦૧૧

લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071


શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન ૯ તથા જીવનસાથી પસંદગી સંમેલનનું ભવ્ય મેગા આયોજન જામનગર શહેરમાં કરવામાં આવ્યું..




શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન ૯ તથા જીવનસાથી પસંદગી સંમેલનનું ભવ્ય મેગા આયોજન ઐતિહાસિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને ઔધોગિક વિકાસનું શહેર એવા જામનગર ખાતે તા.૧૫/૧૨/૨૦૨૪ રવિવારના રોજ બપોરે ૧ થી ૭ વાગ્યા દરમ્યાન  તદ્દન નિઃશુલ્ક રીતે કરવામાં આવેલ.


આ સ્નેહમિલનમાં ગુજરાતનાં અનેક ગામો તેમજ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુંવારા યુવક યુવતીઓ સાથે વિધવા/વિધુરો, છુટાછેડાવાળા યુવક યુવતીઓ થઈ 250 થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. તેમજ જામનગરના લુહાર જ્ઞાતિજનો આદર, સેવા અને નિષ્ઠાના ભાવ સાથે બહોળી સંખ્યામાં પધારી કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો. જેમાં જામનગર શહેરના લુહાર સમાજના વિવિઘ વાડી - સંસ્થાનાં ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ દ્વારા પણ આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અમૃતલાલ વાઘેલાને પૂરતો સહયોગ આપ્યો હતો, તથા શ્રી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટની તમામ કાર્યકર મહિલા સભ્યોએ જે જામનગર સિવાય વિવિઘ શહેરોથી પધારી આ આયોજનમાં જહેમત ઊઠાવી હતી. આ કાર્યકર અંદાજે 1700 થી વધુ લુહારજ્ઞાતિ જનોએ નિહાળ્યો હતો.


શ્રી અમૃતભાઈ વાઘેલા દ્વારા પ્રેરિત જીવનસાથી સંમેલન વર્તમાન સમયની સળગતી સગપણની સમસ્યા દૂર કરવાનો એક ઉત્તમ પ્રયાસ છે. યોગ્ય જીવનસાથીની પસંદગી એ પ્રેમ અને સંબંધોની શોધમાં આગળ વધવાની એક અદ્ભુત અને રોમાંચક  યાત્રા હોય છે.


જીવનસાથી સંમેલનમાં ભાગ લેવાનો નિર્ણય એ આપના જીવનમાં એક નવો અધ્યાય ખોલવાનું સૂચન કરે છે. આ અનુભવ તમને લુહાર જ્ઞાતિની નવી વ્યક્તિઓને મળવા, નવા સંબંધો બાંધવા અને તમારા ભાવિ જીવનસાથીને મળવાની તક આપે છે. 


"પ્રયત્ન વગર કંઈ જ પ્રાપ્ત થતું નથી." તે કહેવત અનુસાર શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજિત જીવનસાથી સંમેલન દરમિયાન તમે વિવિધ પ્રકારના સમાજ શ્રેષ્ઠીઓને મળવા અને તેમના વિચારો, અનુભવો અને મૂલ્યોને સમજવાની વિશાળ તક પણ મળશે. આ સંમેલન દ્વારા તમારા પોતાના મૂલ્યો અને જીવનમાં શું મહત્વનું છે તે વધુ સ્પષ્ટ રીતે સમજવામાં પણ દિકરા દિકરીને મદદ રૂપ થાય છે. જૉકે તમારા ભાવિ જીવનસાથીને શોધવાની આ યાત્રામાં ધીરજ અને સકારાત્મક વિચારસરણી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.


શ્રી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી શ્રી અમૃતલાલ વાઘેલા નાં શબ્દે કહીએ તો સંમેલન દરમિયાન તમે કદાચ નિરાશા અનુભવો, પરંતુ હાર ન માનો, જીવનમાં આવનાર દરેક વ્યક્તિની મુલાકાત એ નવી વસ્તુ શીખવાની તક છે. તમારા અનુભવોને સ્વીકારો અને તેમાંથી શીખો. 


સંમેલન એ ફક્ત નવા લોકોને મળવાની જગ્યા નથી, પરંતુ તમારી જાતને વધુ સારી રીતે સમજવાની તક પણ છે. તમે તમારી શક્તિઓ અને ક્ષમતાઓને શોધી શકો છો અને તમારા ભવિષ્ય માટે નવા લક્ષ્યો નક્કી કરી શકો છો.


લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071



Monday, December 2, 2024

શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા નવમું લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન તથા જીવનસાથી પસંદગી સંમેલન જામનગર ખાતે યોજાશે..




વિશ્વકર્મા સમાજ લુહાર સુથાર સમાજ પત્રકાર મિત્રોનો સમુહ

















































પ્રાપ્ત માહિતી મુજબ શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન ૯ તથા જીવનસાથી પસંદગી સંમેલનનું ભવ્ય મેગા આયોજન ઐતિહાસિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને ઔધોગિક વિકાસનું શહેર એવા જામનગર ખાતે આગામી તા.૧૫/૧૨/૨૦૨૪ રવિવારના રોજ બપોરે ૧ થી ૬ કલાક દરમ્યાન  તદ્દન નિઃશુલ્ક રીતે યોજાશે. 

આ સ્નેહમિલનમાં કોઈ પણ રાજ્ય, શહેર કે ગામડાના અપરણિત, વિધવા, છુટાછેડાવાળા તેમજ દરેક જ્ઞાતિજનોને આદર, સેવા અને નિષ્ઠાના ભાવ સાથે બહોળી સંખ્યામાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. 

શ્રી અમૃતભાઈ વાઘેલા દ્વારા પ્રેરિત જીવનસાથી સંમેલન વર્તમાન સમયની સળગતી સગપણની સમસ્યા દૂર કરવાનો એક ઉત્તમ પ્રયાસ છે. યોગ્ય જીવનસાથીની પસંદગી એ પ્રેમ અને સંબંધોની શોધમાં આગળ વધવાની એક અદ્ભુત અને રોમાંચક  યાત્રા હોય છે.

જીવનસાથી સંમેલનમાં ભાગ લેવાનો નિર્ણય એ આપના જીવનમાં એક નવો અધ્યાય ખોલવાનું સૂચન કરે છે. આ અનુભવ તમને નવી વ્યક્તિઓને મળવા, નવા સંબંધો બાંધવા અને તમારા ભાવિ જીવનસાથીને મળવાની તક આપે છે. 

"પ્રયત્ન વગર કંઈ જ પ્રાપ્ત થતું નથી." તે કહેવત અનુસાર શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજિત જીવનસાથી સંમેલન દરમિયાન તમે વિવિધ પ્રકારના સમાજ શ્રેષ્ઠીઓને મળશો અને તેમના વિચારો, અનુભવો અને મૂલ્યોને સમજવાની વિશાળ તક મળશે. આ સંમેલન દ્વારા તમારા પોતાના મૂલ્યો અને જીવનમાં શું મહત્વનું છે તે વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરશે. તમારા ભાવિ જીવનસાથીને શોધવાની આ યાત્રામાં ધીરજ અને સકારાત્મક વિચારસરણી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શ્રી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી શ્રી અમૃતલાલ વાઘેલા નાં શબ્દે કહીએ તો સંમેલન દરમિયાન તમે કદાચ નિરાશા અનુભવો, પરંતુ હાર ન માનો, જીવનમાં આવનાર દરેક વ્યક્તિની મુલાકાત એ નવી શીખવાની તક છે. તમારા અનુભવોને સ્વીકારો અને તેમાંથી શીખો. જો...જો... આ જીવનસાથી સંમેલનમાં જવાનું ચૂકશો નહિ, યાદ રાખો કે સાચો પ્રેમ તમારી રાહ જોઈ રહ્યો છે. સંમેલનમાં સહભાગી થવાનો આપનો એક નિર્ણય આપના જીવનમાં ખૂટતા રંગોને ભરીને રંગીન બનાવવાનું એક પગલું છે.* 
સંમેલન એ ફક્ત નવા લોકોને મળવાની જગ્યા નથી, પરંતુ તમારી જાતને વધુ સારી રીતે સમજવાની તક પણ છે. તમે તમારી શક્તિઓ અને ક્ષમતાઓને શોધી શકો છો અને તમારા ભવિષ્ય માટે નવા લક્ષ્યો નક્કી કરી શકો છો.


લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com
Contact : 09513171071

No comments: