સવંત ૨૦૮૧ પોષ સુદ ૧૨ તા:૧૧ જાન્યુ.૨૦૨૫ શનિવારના રોજ પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ ( કાર્યક્ષેત્ર :ગુજરાત ) આયોજિત સમસ્ત વિશ્વમાં વસતા પીઠવા પરિવારનું ભવ્યાતિભવ્ય સ્નેહમિલન સમારંભ નું આયોજન ટ્રસ્ટને એક વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં માઁ ચંડી ચામુંડા માતાજી , ચોટીલાના સાંનિધ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું.
ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સ્નેહમિલન સમારંભમાં ઘણા નામાંકિત અગ્રણીઓ , ઉદ્યોગપતિઓ , આમંત્રિત મેહમાનો, વિવિધ જ્ઞાતિ મંડળના અગ્રણીઓ,લુહાર સમાજનાં ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ,સમાજનાં પત્રકાર મિત્રો,સમસ્ત વિશ્વમાં વસતા પીઠવા પરિવાર,સ્થાનિક જ્ઞાતિ અગ્રણીઓ,ચોટીલાના પોલીસ અધિકારીઓ અને અન્યોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સમસ્ત સંચાલન પીઠવા પરિવારના યુવક -યુવતીઓ થકી પરિવારના વડીલોનાં માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યુ.
સમસ્ત કાર્યક્રમ આમંત્રણ પત્રિકામાં છાપેલ સમય મુજબ જ ચાલી રહ્યો હતો જે નોંધનીય બાબત રહી.આ કાર્યક્રમની સવિશેષતા એ રહી કે સમસ્ત લુહાર સુથાર સમાજનાં બાળકો,સમાજનાં જ કલાકાર ,મહિલાઓમાં છુપાયેલ કલાને આ મંચ પર ઉજાગર કરવાનો મોકો આપવામાં આવ્યો.અન્ય ફંક્શનોમાં જેમ જોવા મળે છે તેના કરતા આ કાર્યક્રમ દરમ્યાન વિષેશતા એ હતી કે દાતાશ્રીઓના બદલે કાર્યક્રમની શરૂઆત સમાજની જ કુંવારિકાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી.ત્યારબાદ ગણેશ વંદના અને ઇષ્ટદેવશ્રી વિશ્વકર્મા દાદાની આરતી પીઠવા પરિવારની મહિલાઓ દ્વારા કરવામાં આવી.
નાના બાળકો એ વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજુ કરી હાજર સૌ કોઈના દિલ જીતી લીધા.સમાજના જ કલાકાર દ્વારા ડાયરાની મેહફિલ જમાવી ટ્રસ્ટ માટે દાનનો સ્ત્રોત વહાવ્યો.સમસ્ત કાર્યક્રમનું આયોજન જોતા જ ખબર પડી જાય કે આ કાર્યક્રમનું આયોજન કોઈ શિક્ષિત યુવા ટીમ અને વડીલશ્રીઓ થકી થઈ રહ્યુ હોય તે જણાઈ આવતું હતું.આવનાર દરેકના વાહનને સુવ્યવસ્થિત સ્ટીકર લગાવી પાર્ક કરાવવામાં આવતા,પ્રથમ રજીસ્ટ્રેશન કરાવી સૌ ના હાથ પર રજીસ્ટ્રેશન બેલ્ટ બાંધી એક બેગ કે જેમાં પરિચય પુસ્તિકા,પીવાના પાણીની બોટલ ફ્રી માં આપવામાં આવતી અને સ્વયંસેવક દ્વારા તેઓને સ્થાન પર બેસાડી ખેસ ઓઢાડી પુષ્પ કલગી અર્પણ કરી સ્વાગત કરવામાં આવતું.હાજર જનમેદની સમસ્ત કાર્યક્રમ કોઈપણ ખૂણેથી માણી શકે તે માટે વિશાળ સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સ્વચ્છતાને પ્રાધાન્ય આપનાર ટ્રસ્ટ દ્વારા બેઠક વ્યવસ્થા માટે અને ભોજન પ્રસાદી માટેનાં અલગ અલગ વિભાગ પાડી વિશાળ મંડપ બાંધવામાં આવ્યા હતા.
વિશાળ જનમેદનીની સુરક્ષા માટે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સમસ્ત કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પણ ટ્રસ્ટના જ પુરુષ અને મહિલા સેવક દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની સૌથી વિશેષ નોંધનીય બાબત એ હતી કે કોઈને પણ સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું ના હતું અને હારતોરા -મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવાનો કોઈ જ કાર્યક્રમ રાખવામાં આવ્યો ના હતો એક પરિવારની એકતા ભાવનાના દર્શન થયા કોઈ જ ઉંચ -નીચની ભેદભાવનીતિ વગર સમસ્ત કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો.હાજર સૌ એ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદી લઈ સૌ હર્ષભેર છૂટા પડ્યા અને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ સ્નેહમિલન સમારંભની સફળતા માટે જેહમત કરનારનો આભાર માનવામાં આવ્યો.આમ સમસ્ત પીઠવા પરિવારનો સ્નેહમિલન સમારંભ વિશ્વકર્મા લુહાર સુથાર સમાજને અનેક સંદેશાઓ આપી પૂર્ણ થયો
_____________________________________
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 09512171071
















No comments:
Post a Comment