Friday, March 21, 2025

પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ડોડીયા પરિવાર મોભીઓ સંત શ્રી દેવતણખી બાપા જન્મસ્થળ બોખીરા ધામની શુભેચ્છા મુલાકાતે..











પ્રાપ્ત માહિતી અનુસાર તા. ૧૯ માર્ચ ૨૦૨૫ બુધવારના રોજ પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણી સેવક શ્રી કાંતિભાઇ પીઠવા ( કોનાર્ક ),શ્રી કિશોરભાઈ પીઠવા ( ટેકનિકા કોર્પોરેશન ),અશોકભાઈ પીઠવા તેમજ લુહાર અગ્રણી શ્રી અશ્વીનભાઇ ચૌહાણ,શ્રી રાજેશભાઇ ડોડીયાને બોખીરાધામના પ્રમુખ શ્રી અશોકભાઈ સિધ્ધપુરા દ્વારા મળેલ સ્નેહભર્યા આમંત્રણનો સ્વીકાર કરી તેઓના ઘેર આગતા સ્વાગતા કરવામા આવી.
 
અને  ત્યારબાદ રાત્રિ રોકાણ કરી સવારે સંત શ્રી દેવતણખી બાપા જન્મસ્થળ ખાતે દર્શન કરી ચા -નાસ્તો કરી લુહાર સમાજનાં વિકાસ માટે સામાજિક ઔપચારીક ચર્ચાઓ કરી હતી.બોખીરાધામના ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રિત મેહમાનોનું શાલ , ખેસ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.


ત્યારબાદ પોરબંદર જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી પરેશભાઇ ગોહિલે એરપોર્ટ રોડ પર લુહાર જ્ઞાતિ માટે લીધેલ જગ્યાનું નિરીક્ષણ કરાવ્યું. અમદાવાદથી પધારેલ આર્કિટેકટ શ્રી અનિલભાઈ પીઠવાએ નકશાની વિગત મેળવી સર્વે ટ્રસ્ટીઓ સાથે લુહાર સમાજની નવનિર્માણ વાડી માટે ડિઝાઈન અંગે ચર્ચા ઓ કરી હતી 


મહેમાનોએ પોતાનો સમય કાઢી હાજરી આપી એ બદલ બોખીરાધામના ટ્રસ્ટીઓએ  આમંત્રિત મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો અને સૌ હર્ષભેર છૂટા પડ્યા બોખીરા ધામ પ્રમુખશ્રી અશોકભાઈ સિદ્ધપુરા શ્રી સોરઠીયા લુહાર સમાજ પ્રમુખ શ્રી પરેશભાઈ ગોહેલ તથા ટ્રસ્ટીઓ ની સાથે શુભકામનાઓ સાથે મુલાકાત થઇ અને મજેવડીધામ દર્શનાર્થે જવા નિકળ્યા હતા.

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071



Saturday, March 15, 2025

શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, મુંબઈ દ્વારા કાંદિવલી વેસ્ટમાં મહાવિર નગરમાં મંડળના ૧૦૭માં સ્થાપના દિન અને ૧૦૨માં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ..
















શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, મુંબઈ દ્વારા કાંદિવલી વેસ્ટમાં મહાવિર નગરમાં આવેલ જ્યાં પૂ. મોરારીબાપુની રામકથા થાય છે તે સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે મંડળના ૧૦૭માં સ્થાપના દિન અને ૧૦૨માં વાર્ષિક મહોત્સવની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવેલ. 


મોહમયી નગરી મુંબઈની ભૂમિ પર આવા દિવ્ય અને ભવ્ય સમારોહનું સ્ટેજ સંચાલન મહુવાના વતની શ્રી પિયુષભાઈ લુહાર (ચિત્રોડા) થકી  કરવામાં આવેલ, આ ઉપરાંત ટ્રસ્ટ મંડળ દ્વારા સોરઠની કોયલ ના નામે પ્રસિધ્ધ લોકગાયકા અને લુહાર સમાજ રત્ન શ્રી આશા કારેલીયાનું અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.


વધુ માહિતી મુજબ તા. ૯ માર્ચ ૨૦૨૫ રવિવારના રોજ મુંબઈમાં શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા  યોજાયેલ ૧૦૨ મો ભવ્યાતિભવ્ય અને દિવ્ય વાર્ષિકોત્સવ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો જેમાં મંડળ દ્વારા આ સમારોહમાં વાર્ષિક એહવાલ, જ્યેષ્ઠ જ્ઞાતિજનોનું સન્માન ,વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સરસ્વતિ પુરસ્કારથી સન્માનિત કરાયા, સુંદર સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું આયોજન , રાસ -ગરબા અને ભોજન પ્રસાદી જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરેલ. 


આ મંડળ દ્વારા આમંત્રણનો સ્વીકાર કરી લુહાર સમાજના ગુજરાત માં વસતા અને લુહાર વિશ્વકર્મા સમાજ માટેના સમાચાર પત્રક બહાર પાડનાર પત્રકારો તેમજ શ્રી લુહાર કુળ ભૂષણ પૂજ્ય સંતશ્રી દેવતણખી બાપા જન્મ સ્થળ બોખીરાધામના પ્રમુખશ્રી શ્રી અશોકભાઈ સિધ્ધપુરા, ટ્રસ્ટીશ્રી સુનિલભાઈ સિધ્ધપુરા અને કારોબારી સભ્યશ્રી રાજેશભાઈ ડોડિયા તેમજ બોખીરાધામ ટીમએ વિશેષ હાજરી આપી કાર્યક્રમને માણ્યો. ભવ્યાતિભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન જોઈને પ્રભાવિત થયેલ બોખીરાધામના ટ્રસ્ટીઓએ શ્રી લુહાર જ્ઞાતિ હિતેચ્છક મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યોને ખેસ ઓઢાડી સન્માનિત કર્યાં અને તેઓને બિરદાવ્યા સાથે સાથે સંત શ્રી દેવતણખીબાપાના ચરણમાં પ્રાર્થના કરી આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં પણ મુંબઈ મંડળ આવા સમાજલક્ષી કાર્યક્રમોના આયોજન થતા રહે.


આ સમારોહમાં સ્થાનિક જ્ઞાતિ અગ્રણીઓ અને મેહમાનોની હાજરીમાં મંડળ દ્વારા પણ બોખીરાધામના પ્રમુખ ,ટ્રસ્ટી અને કારોબારી સભ્ય ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સફળતાપૂર્વક ઉજવાયેલ આ કાર્યક્રમના અંતે ભોજનપ્રસાદી લઈ સૌ હર્ષભેર છૂટા પડ્યા હતા.

લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071