શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, મુંબઈ દ્વારા કાંદિવલી વેસ્ટમાં મહાવિર નગરમાં આવેલ જ્યાં પૂ. મોરારીબાપુની રામકથા થાય છે તે સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે મંડળના ૧૦૭માં સ્થાપના દિન અને ૧૦૨માં વાર્ષિક મહોત્સવની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવેલ.
મોહમયી નગરી મુંબઈની ભૂમિ પર આવા દિવ્ય અને ભવ્ય સમારોહનું સ્ટેજ સંચાલન મહુવાના વતની શ્રી પિયુષભાઈ લુહાર (ચિત્રોડા) થકી કરવામાં આવેલ, આ ઉપરાંત ટ્રસ્ટ મંડળ દ્વારા સોરઠની કોયલ ના નામે પ્રસિધ્ધ લોકગાયકા અને લુહાર સમાજ રત્ન શ્રી આશા કારેલીયાનું અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.
વધુ માહિતી મુજબ તા. ૯ માર્ચ ૨૦૨૫ રવિવારના રોજ મુંબઈમાં શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા યોજાયેલ ૧૦૨ મો ભવ્યાતિભવ્ય અને દિવ્ય વાર્ષિકોત્સવ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો જેમાં મંડળ દ્વારા આ સમારોહમાં વાર્ષિક એહવાલ, જ્યેષ્ઠ જ્ઞાતિજનોનું સન્માન ,વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સરસ્વતિ પુરસ્કારથી સન્માનિત કરાયા, સુંદર સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું આયોજન , રાસ -ગરબા અને ભોજન પ્રસાદી જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરેલ.
આ મંડળ દ્વારા આમંત્રણનો સ્વીકાર કરી લુહાર સમાજના ગુજરાત માં વસતા અને લુહાર વિશ્વકર્મા સમાજ માટેના સમાચાર પત્રક બહાર પાડનાર પત્રકારો તેમજ શ્રી લુહાર કુળ ભૂષણ પૂજ્ય સંતશ્રી દેવતણખી બાપા જન્મ સ્થળ બોખીરાધામના પ્રમુખશ્રી શ્રી અશોકભાઈ સિધ્ધપુરા, ટ્રસ્ટીશ્રી સુનિલભાઈ સિધ્ધપુરા અને કારોબારી સભ્યશ્રી રાજેશભાઈ ડોડિયા તેમજ બોખીરાધામ ટીમએ વિશેષ હાજરી આપી કાર્યક્રમને માણ્યો. ભવ્યાતિભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન જોઈને પ્રભાવિત થયેલ બોખીરાધામના ટ્રસ્ટીઓએ શ્રી લુહાર જ્ઞાતિ હિતેચ્છક મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યોને ખેસ ઓઢાડી સન્માનિત કર્યાં અને તેઓને બિરદાવ્યા સાથે સાથે સંત શ્રી દેવતણખીબાપાના ચરણમાં પ્રાર્થના કરી આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં પણ મુંબઈ મંડળ આવા સમાજલક્ષી કાર્યક્રમોના આયોજન થતા રહે.
આ સમારોહમાં સ્થાનિક જ્ઞાતિ અગ્રણીઓ અને મેહમાનોની હાજરીમાં મંડળ દ્વારા પણ બોખીરાધામના પ્રમુખ ,ટ્રસ્ટી અને કારોબારી સભ્ય ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સફળતાપૂર્વક ઉજવાયેલ આ કાર્યક્રમના અંતે ભોજનપ્રસાદી લઈ સૌ હર્ષભેર છૂટા પડ્યા હતા.
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 09512171071















No comments:
Post a Comment