Wednesday, November 5, 2025

લુહાર સમાજનુ ગૌરવ : CA રોહિલ મુકેશભાઈ પીઠવા..





લુહાર સમાજ સમાચાર: મોરબીના લુહાર પીઠવા પરિવારના તેજસ્વી તથા પ્રતિભાશાળી દિકરા રોહિલ મુકેશભાઈ પીઠવા  (મુળ વતન: મોરબી) એ ઉત્તમ સફળતા સાથે C.A (Chartered Accountant) ની પ્રતિષ્ઠિત અને કઠિન પરીક્ષા પાસ કરી છે તે સમાચાર સાંભળીને અત્યંત આનંદ અને ગર્વનો અનુભવ થાય છે. આ સફળતા પાછળ રોહિલ અને પીઠવા પરિવારની વર્ષોની અવિરત મહેનત, અનુશાષન, ધીરજ, સંયમ અને પરિવારની પ્રેરણાત્મક ભૂમિકા છે.

C.A ની પરીક્ષા એ માત્ર શૈક્ષણિક જ્ઞાનનો વિષય નથી, પરંતુ તેમાં આત્મવિશ્વાસ, વિશ્લેષણાત્મક વિચારધારા, જવાબદારી અને સાચા સમય પર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા. આ તમામ પડકારોનો સફળતાપૂર્વક સમન્વય કરવો એ એક ગર્વની વાત છે. રોહિલની આ સિધ્ધિએ  પરિવારનું નહીં પરંતુ સમસ્ત  લુહાર સમાજનું નામ રોશન કર્યું છે. 

રોહિલની આ પ્રેરણાદાયી સિદ્ધિ સમાજના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ માર્ગદર્શન અને Motivation નું સ્ત્રોત બનશે, કેમ કે તેની સફળતા બતાવે છે કે પરિશ્રમ, ધૈર્ય અને સંકલ્પ સાથે કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.

રોહિલે જે શિખર સર કર્યું છે એ અથાગ પ્રયત્નનું પરિણામ છે, પરંતુ આ તો આગળ વધી વધુ તેજસ્વી ભવિષ્ય ગાઢ કરવા માટેનો પ્રથમ પડાવ છે. આશા છે કે હવે રોહિલ કારકિર્દીના દરેક ક્ષેત્રે જવાબદાર, નૈતિક અને પ્રગતિશીલ અભિગમ સાથે આગળ વધે અને ભારતના નાણાકીય ક્ષેત્રમાં યોગદાન આપે.

ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા રોહિલની આ સફળતા સાથે સાથે ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃધ્ધિ સદાય વધતી જાય તેવી પ્રતિષ્ઠા બક્ષે. તેની કારકિર્દી જીવનમાં અવનવા અવસર મળે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા સહ દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ 

આ અનોખી સિદ્ધિ માટે રોહિલને તથા પીઠવા પરિવારને હૃદયપૂર્વક ખૂબ ખૂબ  અભિનંદન પાઠવીએ છીએ 

આપ પણ રોહિલને અભિનંદન આપવા તેમના પિતાશ્રી મુકેશભાઈ પીઠવાના મો.નંબર 9879910772 પર સંપર્ક કરી શકો છો.મુકેશભાઈ સોરઠીયા લુહાર જ્ઞાતિ મંડળમાં ખજાનચી તરીકેની ફરજ નિભાવે છે 
    
માહિતી : અશોક આર.પીઠવા-વિશ્વકર્મા 

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email: alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071





















































No comments:

Post a Comment