તાજેતરમાં તા ૧૨ ડિસે ૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ,ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદના સયુંકત ઉપક્રમે મોગરી ગામમાં આવેલ જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં જિલ્લા કક્ષાની શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક ,અધ્યાય ,શત્ સુભાષિત ગાન સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ સ્પર્ધાનુ ઉદ્દઘાટન શિક્ષણ નિરીક્ષક શ્રી આર.એ.દીવાન તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ આણંદ એકમના નોડલ અધિકારી અને પેટલાદ સંસ્કૃત પાઠશાળામાં આચાર્યની પદવી ધરાવતા શ્રી કૃષ્ણકાંત બી.જાનીના હસ્તે કરવામાં આવ્યુ.આણંદ જિલ્લાની તમામ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીમિત્રોએ પાંચ વિભાગમાં યોજાયેલ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધક તરીકે ભાગ લઈ સ્પર્ધાને રોમાંચિત બનાવી. વિભાગ ૧ : ધો ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે ગીતા શ્લોક્ગાન , વિભાગ ૨ : ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ગીતા શ્લોક્ગાન, વિભાગ ૩: ધો ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ગીતા શ્લોક્ગાન , વિભાગ ૪: ધો ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે શત્ સુભાષિત, વિભાગ ૫: ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શત્ સુભાષિત, વિભાગ ૬: સંપૂર્ણ ગીતા મુખપાઠ શિક્ષકગણ માટે જેવા વિભાગ પાડી સ્પર્ધા યોજવામાં આવી.
આ સ્પર્ધામાં વિભાગ ૬ માં સંપૂર્ણ ગીતા મુખપાઠમાં આણંદ જિલ્લાના કાસોર કુમારશાળાની લુહાર -સુથાર શિક્ષિકા તેજલબેન કિરીટભાઈ સુથારે જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લુહાર સુથાર સમાજનું ગૌરવ વધાર્યું. સાથે સાથે પોતાની જ શાળાના વિદ્યાર્થીને પ્રેરિત કરી સ્પર્ધામાં ભાગ લેવડાવતા વિદ્યાર્થી ભાવિન કે.પરમારે પણ વિભાગ ૨ માં ગીતાના અધ્યાય ૧૫ નુ મુખપાઠ કરી તૃતીય સ્થાન મેળવી શાળા તથા પરિવારનુ ગૌરવ વધાર્યું.વિજેતા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.આ સ્પર્ધાને સફળ બનાવવા યોગી વિદ્યાપીઠના કુલગુરુ પૂ.રતિકાકા ,પ્રાથમિક વિભાગનાં આચાર્ય શ્રી ઉર્જાબેન પટેલ ,માધ્યમિક વિભાગનાં આચાર્ય શ્રી રીટાબેન પટેલ , પેટલાદ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય શ્રી કૃષ્ણકાંત બી.જાની તેમજ સ્ટાફમિત્રોએ ભારે જેહમત ઉઠાવી હતી અને વિજેતા તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા.પોતાના ગુરૂ પ.પૂ.શ્રી રામદાસબાપુ ,માતા -પિતાના આશિર્વાદથી અને ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની અસીમ કૃપાથી તેજલબેન આગળ વધી પ્રગતિના સોપાન સર કરી વિશ્વકર્મા લુહાર સુથાર સમાજ અને પરિવારનું નામ રોશન કરે એવી પ્રભુને પ્રાર્થના 🙏
તેજલબેનને અભિનંદન આપવા મો નંબર 9726178140 પર સંપર્ક કરી શકો છો
માહિતી: અશોક આર.પીઠવા વલ્લભ વિદ્યાનગર
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071



























































No comments:
Post a Comment