Tuesday, December 23, 2025

અમદાવાદમાં યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ૬ નો ઉદ્દઘાટન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન..






શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા પ્રેરિત સૌરાષ્ટ્ર વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા આયોજિત આગામી દિવસમાં યોજાનાર 
🏏 ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ૬
🏆 સ્વ.જયાબેન પરષોત્તમદાસ પિત્રોડા કપ નુ તાજેતરમાં તા:૨૧-૧૨-૨૦૨૫ રવિવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે મંડળની મુખ્ય શાખા શાહપુર ખાતે વિધિવત ઉદ્દઘાટન સમારોહ રંગેચંગે સફળતાપૂર્વક યોજાઈ ગયો.આ સમારોહમાં મંડળના પુર્વ મે.ટ્રસ્ટીશ્રી પરષોત્તમદાસ પિત્રોડા ( દાસકાકા ),મે.ટ્રસ્ટીશ્રી કાંતિભાઈ પ્રાગજીભાઇ પીઠવા ( કોનાર્ક ) તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ , પ્રતિષ્ઠિત જ્ઞાતિ આગેવાનો , ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ક્રિકેટ ટીમનાં કેપ્ટન તથા ખેલાડીઓએ હાજર રહી શોભામાં અભિવૃધ્ધિ કરી.મંડળના પુર્વ મે.ટ્રસ્ટીશ્રી પરષોત્તમદાસ પિત્રોડાના હસ્તે ઉદ્દઘાટન કરી ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ૬ ને ઓપન જાહેર કરવામાં આવી.


ખેલાડીઓને ટી શર્ટ , ક્રિકેટની કિટનુ વિતરણ ટ્રસ્ટીશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું. તા:૨૫ થી ૨૮ ડિસે.૨૦૨૫ દરમ્યાન સવારે ૭ થી સાંજના ૬ કલાક અમદાવાદના ગતરાડ એરિયામાં આવેલ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ માં ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ૬ ના ભવ્ય આયોજનમાં કુલ ૧૨ ટીમ ભાગ લેનાર છે 
1 ) લુહાર લાયન્સ - આનંદ પંચાલ
2 ) વિશ્વકર્મા સન્સ - ચંદ્રકાન્ત મિસ્ત્રી
3 ) નીલકંઠ અમૃત - ગોકુલ મિસ્ત્રી
4 )  કર્ણાવતી જાયન્ટ્સ - ઉજ્જવલ 
5 ) વિશ્વકર્મા સેના - મહેશ
6 ) સ્ટાર 11 - વિશાલભાઈ મિસ્ત્રી
7 ) કિંગ્સ 11 -મયુર પંચાલ
8 ) વાડજ વોરિયર્સ - ચેતનભાઈ
9 ) J P હેમર્સ - ધાર્મિકભાઈ પિત્રોડા
10 ) મિસ્ત્રી 11 નીહિરભાઈ 
11 ) બ્રધર્સ 11 - મનલ મિસ્ત્રી
12 ) શ્રીજી 11 - મયંક પીઠવા
સાથે સાથે મહિલા ટીમની મેચ આરાધનાબેન પીઠવાના નેતૃત્વ હેઠળ રમાનાર છે.બાળકો અને મંડળના ટ્રસ્ટીશ્રીઓ તેમજ કારોબારી સભ્યોની પણ મેચ યોજાનાર છે 
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડી.જે.સાઉન્ડની વ્યવસ્થા , સવારે ચા-નાસ્તો , બપોરના ભોજનની નિ:શુલ્ક વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે 


આ ક્રિકેટ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક શ્રી કલ્પેશભાઈ પીઠવા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે ૨૦૧૪ ની સાલથી રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ લુહાર સુથાર સમાજનાં યુવાઓ સંગઠિત થાય , એકતા અને ભાઈચારાની ભાવના કેળવાય ,વેપાર વિનિમય થકી પ્રગતિ થાય અને સમાજનો વિકાસ થાય.ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સમસ્ત લુહાર સુથાર સમાજના જ્ઞાતિજનોને ભાવભીનું આમંત્રણ પાઠવે છે.આ સમારોહમાં તેઓએ પૂર્વ મે ટ્રસ્ટી શ્રી પરષોત્તમદાસ પિત્રોડા ( દાસકાકા )નો વિશેષ આભાર માન્યો કારણકે તેમનાં સ્વર્ગસ્થ ધર્મપત્નિ જયાબેનના સ્મરણાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને જે કપ આપવાનો છે જેનું નામ સ્વ.જયાબેન પરષોત્તમદાસ પિત્રોડા કપ રાખવામાં આવ્યું છે.તેઓએ હાજર તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ ભાગ લેનાર ટીમો તેમજ તેમના સાથી આયોજક સંજયભાઈ અને મયંકભાઇનો પણ આભાર માન્યો.


🏏Closing ceremony તા:૨૮ ડિસે.૨૦૨૫ રવિવારના રોજ રાખવામાં આવી છે.ઉદ્દઘાટન સમારોહનું સફળતાપૂર્વક સંચાલન મયંકભાઇ પીઠવાએ બેખુબીપૂર્વક કર્યું 

આ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ૬ ની વધુ માહિતી માટે સંપર્ક 
કલ્પેશ પીઠવા  9824099803
સંજય પીઠવા  9727734919
મયંક પીઠવા    9898868648

માહિતી: અશોક આર.પીઠવા, વલ્લભ વિદ્યાનગર


લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071


























































No comments:

Post a Comment