Wednesday, February 12, 2020

DHC એક્સપોર્ટ જે બની વિશ્વના 40 દેશોમાં હેન્ડીકાફટ એક્સપોર્ટ કરતી કંપની




તારીખ 9/02/2020 ના રોજ રવિવારે ડીએચસી એક્સપોર્ટ અમરેલી , ડાઇરેક્ટર - પિયુષ મકવાણા. દ્વારા ઈન્ડિયા ની પ્રથમ હેન્ડીક્રાફ્ટ ની આઇટમ નો ઇન્ટરનેશનલ સ્ટોર
નું સફળતાપૂર્વક લોંચ થયું . આ તકે ઉપસ્થિત મહાનુભાવો માં અધ્યક્ષ માન. શ્રી પરષોતમભાઈ રૂપાલા , દિલીપભાઇ સંઘાણી – નસકોબ ના ઈન્ડિયા ના ચેરમેન , બાવકુભાઈ ઊંધડ – મિનિસ્ટર ગુજરાત રાજ્ય ,તથા જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .



આ સાથે બ્રાન્ડ “ દિનેશ હેન્દીક્રાફ્ટ “ પણ લોંચ કરી હતી
આ વેબ સાઇટ એક સાથે 40 દેશ માં લોંચ કરવા વાળી આ ઈન્ડિયા ની પહેલી કંપની છે .
આ તકે વક્તવ્ય આપતા શ્રી રૂપાલા સાહેબ : વર્તમાન વિકસતા દેશો માં વિકસિત દેશો જેવી ટેક્નોલોજી નું આવિષ્કાર સફળતા પૂર્વક અમરેલી થી આયોજન થયું તેનો સમગ્ર ગુજરાત ને ગર્વ લેવા જેવો છે , અમરેલી જિલ્લા ના અને ગુજરાત રાજ્ય ના યુંગ બીજનેસમેન પિયુષ મકવાણા ને ફોલો આવનાર ભવિષ્ય માં કરશે .


આના કારણે જિલ્લામાં રોજગારી ની તકો મળશે અને યુવાનો ને આગળ વધવાની પ્રેરણા પૂરી પડી છે.મને ગૌરવ છે કે આપના અમરેલી માથી 40 દેશો માં વેબ્સાઇટ લોંચ કરવા નો મને મોકો મળ્યો .
એક સમયે અમદાબાદ માન્ચેસ્ટર ગણાતું , મોરબી જેવુ નાનું ગામ આજે આંતર રાષ્ટ્રીય સ્તરે ચાઇના સાથે સ્પર્ધા કરે છે . ત્યારે હાંડીક્રાફ્ટ માં પણ આ ડીએચસી એક્સપોર્ટ ના કારણે અમરેલી નું નામ આગળ આવશે.


દિલીપભાઇ સંઘાણી : હેન્દીક્રાફ્ટ માં જહમત ઉઠાવી આધુનિક મધ્યમ નો ઉપયોગ કરીને વિશ્વ લેવલે પ્રોડક્ટ પહોંચાડી છે . તે અમરેલી કે ગુજરાત નું નહીં પણ રાષ્ટ્રીય ગૌરવ છે.





No comments:

Post a Comment