Monday, February 17, 2020

સુરેન્દ્રનગરના લખતર ગામે લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું જેમાં છ નવયુગલો બંધાયા લગ્ન ગ્રંથીથી...





સુરેન્દ્રનગર ખાતે લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું જેમા લુહાર સમાજનાં છ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડી દાંપત્ય જીવનની કરી શુભ શરૂઆત




સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ – લખતર દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું લખતર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં છ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન તરિકે લખતરના નામદાર ઠાકોર સાહેબબલભદ્રસિંહજી.આઈ. ઝાલા (B.A./LL.B.) ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નના મુખ્ય યજમાન પદે રાઠોડ હરજીવનભાઇ ગણેશભાઈએ જહેમત ઉઠાવી હતી




સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોને આર્શિવચન પાઠવવા માટે ટીકરના નર્મદેશ્વર આશ્રમના પુજયમાં શિલાગીરી માતાજી ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા, 
જયઆરે બીજી બાજુ આ સમૂહ લગ્નોત્સવમાં સુરેન્દ્રનગર, વઢવાણ, લીંમડી, ચુડા, સાયલા, હળવદ, ધ્રાંગધા, પાટડી, બજાણા, સરા, ચોટીલા, અમદાવાદ તેમજ લખતર તાલુકાના જ્ઞાતિના આગેવાનો, પ્રમુખો તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લગ્નોત્સવમાં તમામ દીકરીઓને કરિયાવરમાં દાતાઓ દ્વારા તન મન ધનથી પંચાણું થી વધારે ઘરવપરાશની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવના કાર્યને સફળ બનાવા માટે લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ- સમૂહ લગ્ન આયોજન સમીતી, શ્રી વિશ્વકર્મા યુવક મંડળ -લખતર, તેમજ શ્રી રાધે મહિલા મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.










ALVS - India ન્યુઝ - સુરેન્દ્રનગર
અહેવાલ - ડો. પંકજભાઈ મિસ્ત્રી સુરેન્દ્રનગર





No comments:

Post a Comment