થોડું અજીબ લાગે નહીં ?
અહીંયા કોરોનાનો કહેર છે 'ને આ વળી Thanks નું શું સુજ્યું ?
હા, આજે તમારાં બધા સવાલોના જવાબ આપવા છે. ઇટાલી, ચીન, જેવા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના ઇફેક્ટ પ્રવેશી ચુકી છે. દુર્ઘટના સે દેર ભલી !
હાઇવે પર અવારનવાર આ વાક્ય વાંચતા હોઈએ છીએ. ભારત માટે પણ અત્યારે આ જ લાગુ પાડી શકાય. વિશ્વ આખામાં મૃત્યુશંખ વગાડી ચુકેલો કોરોના વાઇરસ ભારતમાં મોડો આવ્યો એ એક સારી બાબત નોંધી શકાય. હવે આવીએ મૂળ બાબત પર "THANKS CORONA" કેમ ?
આવી જીવલેણ બીમારીને thanks કેમ કહેવું પડ્યું ?
ઘણી બાબતો વિચાર્યા પછી એટલું તો સમજાણુ જ કે, કોરોના જીવલેણ છે. કોરોનાને કારણે આર્થિક વિકાસ રૂંધાઇ રહ્યો છે. આવી નકારાત્મક બાબતો સકરાત્મકતાની દ્રષ્ટિએ તો ક્યાંય ઓછી છે.
એક બાળક એક પિતા પાસે બે ઘડી બેસી શકે છે.
એક પતિ પોતાની પત્નીને સમય આપી શકશે.
એક વૃદ્ધ ઘરડા માં બાપને પોતાનો દીકરો સમય આપી શકશે.
આખી દુનિયાનું હવાનું, અવાજનું, વગેરે પ્રદુષણ ઘટી રહ્યા છે. હવા શુદ્ધ થઈ રહી છે
ફાલતુંનાં સિનેમા ઘરોમાં જઈને પૈસાનું પાણી કરતા લોકો ઘરમાં જ પોતાનાં કુટુંબીજનો સાથે હળીમળી ગયા છે.
લોકો માંસ ખાવાનું છોડી રહ્યા છે. શાકાહાર તરફ દુનિયા વળી છે.
હાથ મિલાવાની વિદેશી પરંપરા ને ત્યજી લોકો ભારતીય સંસ્કૃતિ ના તર્જ પર હાથ જોડી નમસ્કાર કરવા લાગ્યા છે.
જીવિત રહેવા માટે તેઓ હવે ભગવાનનો આભાર માની રહ્યા છે. અધ્યાત્મ તરફ આ દુનિયા વળી છે. જીવ હત્યા ઘટી છે. જીવજંતુ પ્રસન્ન છે. પ્રાણીઓ મુક્ત રીતે હરીફરી શકે છે.
ધર્મ અને પ્રકૃતિ ની વાસ્તવિકતા લોકો સમજી ગયા છે. તુલસી જેવા છોડને આજે ખરા અર્થમાં માતાનો દરજ્જો મળ્યો છે. એક માતા પોતાના બાળકને યમ પાસેથી પણ પાછું લાવવાનું સામર્થ્ય ધરાવે છે. આજે એ જ તુલસી કોરોનાને ડામવામાં મહત્વનું યોગદાન આપી રહી છે.
કોરોનાને હરાવવા માટે આપણે સૌ કટીબદ્ધ છીએ અને ગઈ કાલે આપણા પ્રધાનમંત્રીએ જે રાષ્ટ્રહિતમાં નિર્ણય લીધો ( જનતા કર્રફ્યુ) તેનું અચૂકપણે પાલન કરવાની એક નમ્ર અપીલ પણ કરું છું. સાથે સાથે બીજી બાબત એ પણ જણાવું કે કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. થોડી સાવચેતી સાથે તેને ટક્કર આપી જ શકીએ છીએ. અને આપવાની જ છે. 22 માર્ચે સૌ સાથે મળીને પાર્ટી, રાજકારણ એ બધી બાબતોને ભૂલીને "જનતા કર્રફ્યુને" પુરજોશમાં સમર્થન આપીએ. અને કોરોનાને હંમેશા માટે બાય બાય કહીએ. તો ચાલો હું તો પ્રધાનમંત્રીનાં આ કાર્યને સંપૂર્ણ સમર્થન આપું છું.
આખો દેશ એક થવા જઈ રહ્યો છે. આ સોનેરી અવસરને ચૂકશું નહીં. એકતાની હંમેશા જીત જ થાય છે.
સૌનો સાથ
સૌનો વિકાસ
સૌ( નો કોરોના )
કોરોનાથી લડવા એક બનીએ.
છેલ્લે અમૃત ઘાયલની એક પંક્તિ.
"રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના ?"
જય હિન્દ
જય ભારત.
#જીગર કવૈયા.

No comments:
Post a Comment