Wednesday, April 29, 2020

લોકડાઉનમા જરૂરિયાતમંદ ને કિડ વિતરણ કરાઈ તેમા દાન આપ્યું તેમનો પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ વ્યકત કરે છે આભાર

લોકડાઉનમા જરૂરિયાતમંદ ને કિટ વિતરણ કરાઈ તેમા દાન આપ્યું તેમનો પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ વ્યકત કરે છે આભાર 

પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ દ્વારા કોરોના મહામાંરી ફેલાઈ રહી છે અને  લોકડાઉન ના પગલે જે વિશ્વકર્મા પરિવાર ની સ્થિતિ સારી નથી તેમને અત્યાર સુધી માં 50 કરતા વધારે  રાહત કિટો નું આયોજન કર્યું હતું.

એમાં જે દાનેશ્વરી ઓ એ અમારા આ આયોજન માં દાન આપ્યું તેમનું પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ આભાર વ્યક્ત કરે છે.

અહેવાલ : સુનીલભાઈ પંચાલ 

ALVS - India ન્યુઝ
9512171071

Thursday, April 23, 2020

"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ" વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર કમીટી મંડળ દ્વારા સમસ્ત લુહાર સમાજ ને સંદેશો...

"જય વિશ્રવકમાઁ દાદા "
"જય દેવતણખી દાદા "
"જય મુળદાસ દાદા "

સ્નેહી શ્રી........
વતઁમાન વૈશ્વિક મહામારી કોરોના ને કારણે આપણા દેશમાં તારીખ  3  મે  સુધી લોકડાઉન કડક પણે અમલ કરવા માં આવ્યુ છે. 
       વધતાં જતા કેસ ને કારણે ડોક્ટરો અને નસઁ તેમજ સ્વયં સેવકો ત્થા પોલીસ કમઁચારી ઓ પર કામ નુ સખ્ત ભારણ છે......આ લીધે તે લોકો ની તબિયત જોખમ મા મુકાઇ શકે છે....
     આ લોકડાઉન ઘણું જ સખ્ત છે.... આ સમયે  આપણી સહુ ની ફરજ બને છે કે ભલે આપણે એ લોકો ને ઉપયોગી ન થઈ શકીએ  પરંતુ આપણી બેદરકારી થી એમનું કામ વધે નહી એ ધ્યાન આપણે રાખી શકીએ.....
     આનો સચોટ ઉપાય એક જ છે  કે આપણે ઘર માં જ રહીએ ફક્ત અને ફક્ત ઘર માં  જ  રહીએ......અને સરકારી સુચના ઓ નું કડક પણે પાલન કરીએ....
   તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા તથા સફાઇ કામદારો ત્થા પોલીસ કમઁચારી ઓ  નુ ઋણ આપણી પર સદાય ને માટે રહેશે....

"સહુ નો સંગાથ જ્ઞાતિ નો વિકાસ "

"સહુ ની કાળજી સમાજ કોરોના મુકત "

"જીવન છે તો જિંદગી  છે "

"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ"
વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર
કમીટી મંડળ

આપના સમાજને માર્ગદર્શન અને નવીન અભીગમ દર્શાવતા અને કલા કુશળ તાલીમ શિખવાડતા લેખ આવકાર્ય છે 
આપના લેખ વોટ્સએપ અથવા ઈ-મેલ મારફતે ટાઈપ કરી અમને મોકલી આપો તેમને અમે અમારા ન્યુઝમા પ્રસિઘ્ઘ કરિશુ અને આપ આપના વિડિયો પણ અમને મોકલી શકોછો જે અમારી ચેનલમા આપના નામ સાથે દર્શાવવામા આવશે
તો રાહ કેમની જુઓ છો આપના લેખ ટાઈપિંગ કરી તેમજ વિડિયો અમને મોકલી આપો 
અને નિરંતર વાંચતા રહો જોતા રહો આપણા સમાજની આપની ALVS - ઈન્ડિયા ન્યુઝ 
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
આપના મંતવ્ય આવકાર્ય છે....
Email : alvsindia@gmail.com 
Whatsapp No. : +91 9512171071

Tuesday, April 21, 2020

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે વાચો લુહાર જયેશભાઈ પિઠવાનો ખાસ લેખ...

એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા,  હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું....મિત્રો એવું શક્ય નથી.. 

તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે...ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ  નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે...

નાભિ ની પાછળ ના ભાગ માં "પેચોટી" હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિનિઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.

નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણાબધા  શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.

1.આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ..

સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને  નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ 

2. ઘૂંટણના દર્દમાં

સુતા પહેલા ત્રણ થી સાત  ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.

3. શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે

રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.

4. મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે

લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.

નાભિમા તેલ નાખવાનુ કારણ

નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે.

જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે.

ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી  ઘી અને તેલ નાખવુ સરળ રહે .

આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ માં ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેર કરો..     

જયેશભાઈ પિઠવા (Radhi)

આપના સમાજને માર્ગદર્શન અને નવીન અભીગમ દર્શાવતા અને કલા કુશળ તાલીમ શિખવાડતા લેખ આવકાર્ય છે 

આપના લેખ વોટ્સએપ અથવા ઈ-મેલ મારફતે ટાઈપ કરી અમને મોકલી આપો તેમને અમે અમારા ન્યુઝમા પ્રસિઘ્ઘ કરિશુ અને આપ આપના વિડિયો પણ અમને મોકલી શકોછો જે અમારી ચેનલમા આપના નામ સાથે દર્શાવવામા આવશે

તો રાહ કેમની જુઓ છો આપના લેખ ટાઈપિંગ કરી તેમજ વિડિયો અમને મોકલી આપો 

અને નિરંતર વાંચતા રહો જોતા રહો આપણા સમાજની આપની ALVS - ઈન્ડિયા ન્યુઝ 
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
આપના મંતવ્ય આવકાર્ય છે....

Email : alvsindia@gmail.com 
Whatsapp No. : +91 9512171071

Monday, April 20, 2020

તળાજા લુહાર જ્ઞાતિ નું ગૌરવ શ્રી અશોકભાઈ સોલંકી

જિલ્લા ભાજપ આગેવાન અને સમગ્ર વિશ્વકર્મા સમાજ ના ગૌરવ સમાં તળાજા નાં લુહાર જ્ઞાતિ  સેવાભાવી આગેવાન શ્રી અશોકભાઈ સોલંકી અને તેમના પુત્રરત્નો શ્રી મયુરભાઈ, યાજ્ઞિકભાઈ તેમજ જયભાઈ દ્વારા
મહા ભયાનક કોરોના દહેશત વચ્ચે પોતાની કલાકારીગરી દ્વારા  તળાજા તાલુકામાં સર્વ પ્રથમ senetais મશીન બનાવ્યું જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે  આરતી એન્જી. વકર્સ નાં નામે વ્યવસાય કરતા શટર બનાવવાનો મોટો બિઝનેસ કરતા શ્રી અશોકભાઈ સોલંકી પરીવાર ની રાષ્ટ્ર ભાવના ખુબ ઉચી છે
શ્રી સોલંકીને સો સો સલામ લાખ લાખ વંદન અને અનેક અનેક અભિનંદન શ્રી અશોકભાઈ સોલંકી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહેલ છે શ્રી અશોકભાઈ સોલંકી નો મોબાઈલ નંબર ૯૪૨૬૯૨૨૮૪૬ છે

ALVS-ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
અહેવાલ - વિશ્વકર્મા ટુડે મેગઝીન તંત્રી
રિપોર્ટર ભરતભાઈ રાઠોડ ભાવનગર

Wednesday, April 15, 2020

"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ" વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર કમીટી મંડળ દ્વારા સમસ્ત લુહાર સમાજ ને સંદેશો

"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ"
વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર કમીટી મંડળ દ્વારા સમસ્ત લુહાર સમાજ ને સંદેશો

સ્નેહી શ્રી........ 
વતઁમાન વૈશ્વિક મહામારી કોરોના ને કારણે  આપણા દેશમાં તારીખ  3  મે  સુધી લોકડાઉન કડક પણે અમલ કરવા માં આવ્યુ છે. 
       વધતાં જતા કેસ ને કારણે ડોક્ટરો અને નસઁ તેમજ સ્વયં સેવકો ત્થા પોલીસ કમઁચારી ઓ પર કામ નુ સખ્ત ભારણ છે......આ લીધે તે લોકો ની તબિયત જોખમ મા મુકાઇ શકે છે....
     આ લોકડાઉન ઘણું જ સખ્ત છે.... આ સમયે  આપણી સહુ ની ફરજ બને છે કે ભલે આપણે એ લોકો ને ઉપયોગી ન થઈ શકીએ  પરંતુ આપણી બેદરકારી થી એમનું કામ વધે નહી એ ધ્યાન આપણે રાખી શકીએ.....
     આનો સચોટ ઉપાય એક જ છે  કે આપણે ઘર માં જ રહીએ ફક્ત અને ફક્ત ઘર માં  જ  રહીએ......અને સરકારી સુચના ઓ નું કડક પણે પાલન કરીએ....
   તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા તથા સફાઇ કામદારો ત્થા પોલીસ કમઁચારી ઓ  નુ ઋણ આપણી પર સદાય ને માટે રહેશે....

"સહુ નો સંગાથ જ્ઞાતિ નો વિકાસ "

"સહુ ની કાળજી સમાજ કોરોના મુકત "

"જીવન છે તો જિંદગી  છે "

"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ"
વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર
કમીટી મંડળ

ALVS India ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071

કોઇપણ પ્રદેશની સંસ્કૃતિ અને જીવન સંસ્કારો ઉપર સાહિત્યનો અનેરો પ્રભાવ હોય છે આદરણીય શ્રીમાન મોરારદાન ગોપાલદાન સુરતાણીયા ગામ મોરઝર (કરછ) દ્વારા મયુર સિધ્ધપુરા જામનગર માટે આશીર્વચન...

મયુરભાઈ સિઘ્ઘપુરા જામનગર

એકવીસમી સદીમાં જ્યારે સમાજ વાંચન અને પોતાના ઉજ્જવળ ઇતીહાસની જાળવણી પ્રત્યે ઉદાસીન થઇ રહ્યો છે અને ધીમે ધીમે આ આમુલ્ય સાહિત્ય વારસો કાળની ગણનામાં વિલીન થઇ રહ્યો છે.તેવામાં ફક્ત આ બાબત પ્રત્યે ફરીયાદ કે વસવસો કરીને નહિં પણ આપણા આ ભવ્ય પ્રાચિન સાહિત્ય વારસાને, આપણા ઉજળા ઇતીહાસનું જતન કરવા સમાજના જાગૃત પ્રહરી સમા સાહિત્ય સેવાના આ ભેખધારી અવધુતો માનવજીવન માં સુરુચી અને સંસ્કાર કેળવનાર આ સાહિત્ય વારસાને બચવવા તથા એની જમીન ઝાંખી ન થવા દેવાના જેણે પ્રણ લીધા છે.

ભાઇ શ્રી મયુરભાઇ સિધ્ધપુરા પણ આવા જ સાહિત્ય સેવાના ભેખધારી છે. કોઇ પ્રસિધ્ધીની ખેવના વગર આપણા શિષ્ટ સાહિત્ય, ઇતીહાસ વિશેની પ્રમાણીત જાણકારી અને આપણી ઉજળી સાંસ્કૃતીક પરંપરા ને જાળવી રાખવામાં જેનુ યોગદાન છે એવા શાસ્વત સંતો, સંપ્રદાયો આશ્રમો વિશે તલસ્પર્શી અધ્યયન કરી તે અંગે પ્રમાણીત માહિતી એક્ઠી કરી તેમજ તે અંગેના પુસ્તકોમાં ઉપલ્બધ સાહિત્યનો ઉંડો અભ્યાસ કરી તેને ડિજીટલ ફોર્મમાં પરીવર્તન કરી સોશીયલ મિડીયાના માધ્યમનો ઉપયોગ કરી હજારો લોકો સુધી આ સાહિત્યને તેમણે પોહચાડયુ છે. અથાગ મહેનત અને કાળજી માંગતા આ કાર્યમાં તેઓ નિસ્પૃહ ભાવ અને સેવાભાવથી આપણા સાહિત્ય જતન અને સંરક્ષણમાં મોટુ યોગદાન આપી રહ્યા છે.

રામદેવજી મહારાજનુ જીવન ચરિત્ર, ઘણા બધા શાસ્વત સંતોના ઇતિહાસ, જખ્ખ બૌંતેરા વિશે, ભગવતી આઇશ્રી જીવામા, આઇશ્રી વાનુમા, આઇશ્રી સાંગવારીમા તથા આઇ શ્રી વરવડીમાં, ચારણ સાહિત્યના મુર્ધન્ય કવિઓ તેમજ અવનવી સાંસ્કૃતીક માહિતી સભર પુસ્તકોના લેખોને તેમણે વાંચી અને ચોક્કસાઇથી ટાઇપ કરી હજારો લોકો સુધી પોહચતા કર્યા છે.

આપણા થોડા યુવાનો સાહિત્ય તરફ અભિરુચી કેળવે અને મયુરભાઇની જેમ સાહિત્ય જતન તથા સંરક્ષણનું કામ આદરે તો આવનારી પેઢી માટે આ સંકલન આશિર્વાદ રૂપ કાર્ય થશે.

મૃદુભાષી અને સજ્જન એવા શ્રી મયુરભાઇ સિધ્ધપુરા- જામનગર ને આ કાર્ય માટે અભિનંદન પાઠવુ છું તથા ખુબ રાજીપો અને આનંદ વ્યકત કરુ છું.

આવનાર ભવિષ્યમાં પણ તેઓ પાસેથી ઉતમોતમ સાહિત્ય સેવાની અપેક્ષા છે. આશા છે કે તેઓ નિરાશ નહિં કરે.
એમના કાર્યને વંદુ છું સાથે મારા
સાદર જય માતાજી વાંચશો,
ગઢવી મોરારદાન ગોપાલદાન. સુરતાણીયા ગામઃ મોરઝર (કચ્છ) છે તારીખઃ -૦૩-૦૪-૨૦૨૦ ના દિવસે આ રીતે મયુરભાઈ સિધ્ધપુરા જામનગર ને આર્શિવચન પાઠવેલ છે....

ALVS India ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071

Tuesday, April 14, 2020

વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા કારીગર અને શ્રમજીવી પરિવારને સહાયતા આપવા બાબત સમાજ કલ્યાણ અધીકારીને પત્ર લખાયો

વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા કારીગર અને શ્રમજીવી પરિવારને સહાયતા આપવા બાબત સમાજ કલ્યાણ અધીકારીને પત્ર લખાયો છે જેમા રજુઆત કરવામા આવી છેકે

વિશ્વકર્મા પરીવાર મહત્વ અંશે કારીગરો છે અને મોટેભાગે રોજ પર કામ કરી પોતાના પરીવાર નુ ગુજરાન ચલાવે છે તેવા લોકો ને લોકડાઉન ના કારણે ખુબ તકલીફ પડી રહી છે તેમના પરિવાર ને અને લોકડાઉન ખુલ્યા બાદ પણ કામ ની શરૂઆત થશે તો ઘર ખર્ચ ચાલશે કામ શરૂ નહી થાય તો તેમની પરીસ્થીતી લોકડાઉન જેવી જ હશે તો આવા પરીવાર ને સરકાર તરફથી સહાયતા મલશે તેવા હેતુથી આ રજુઆત કરવામાં આવે છે

ALVS India ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
ઈમેલ : alvsindia@gmail.com 

Thursday, April 9, 2020

"પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ)" લઈને આવ્યા છે તમારા ઘરના કંટાળા ને દૂર કરવા નો શ્રેષ્ઠ ઉપાય.

ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે...?
નથી પસાર થતો આપનો સમય...?

તો કરો હવે સમયનો સદ્ ઉપયોગ

જીહા.. હવે... ગુજરાતના તમામ વિશ્વકર્મા સમાજ માટે "પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ)"  લઈને આવ્યા છે તમારા ઘરના કંટાળા ને દૂર કરવા નો શ્રેષ્ઠ ઉપાય. 

આપ અમોને "વિશ્વકર્મા દાદા" ના જીવન પર એક વિડિયો બનાવીને મોકલો

વીડીયો ની લંબાઈ : 90 સેકન્ડ થી ૧૮૦ સેકન્ડ

વીડીયો આ નંબર ઉપર 15 એપ્રિલ 2020 સુધીમાં મોકલી દેવા
 whatsapp  નંબર :-  
1, સુનિલભાઈ પંચાલ - 6356016496
2, મયંક ભાઈ પંચાલ - 7567535176

નોંધ : ટોપ ફાઈવ આવનાર વિડિયોને વિડિયો મોકનારના નામ સાથે એએલવીએસ ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર ચેનલ) મા દર્શાવા માં આવશે

વધારે વિગત માટે આપેલ નંબર પર ફોન કરવો

Alvs india ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર

લુહાર/સુથાર સમાજ સમાચાર પત્રમા રિપોર્ટર તરિકે જોડાવા ઓન્લી લુહાર/સુથાર ભાઈઓ સંપર્ક કરો - 9512171071

Sunday, April 5, 2020

સેવા - સમર્પણ - સંગઠન ને સમર્પિત જે.પી.પિત્રોડા (સૂરેશ્વર) ચેરીટેબલ‌ ટ્રસ્ટ ગોંડલ.

હાલ માં કોરોના મહામારી(લોકડાઉન)માં ચાલુ કરેલ સેવાયજ્ઞ..

• ૨૦૦૦ નંગ માસ્ક નું વિતરણ વ્યવસ્થા.
• દરરોજ સવાર-સાંજ હરતીફરતી ચા-પાણી ની વ્યવસથા.
• દરરોજ બપોરના જરૂરિયતમંદોને હરતીફરતી ભોજન વ્યવસ્થા.
• જરૂરિયતમંદ પરિવારોને રાસન કિટ(અન્ન) વિતરણ વ્યવસ્થા.

• અમારી કંપનીના સુરેશ્વર ગ્રૂપ દ્વારા પી.એમ. કેર્સ ફંડના બેંક ખાતામાં રૂપિયા ૨૫૦૦૧ નું અનુદાન તથા અમારા ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રીલીફ ફંડના ખાતા માં ૧૧૦૦૧ નું અનુદાન અર્પણ કરેલ છે. 

• આ સેવાકીય પ્રવૃત્તિને તન મન અને ધનથી વેગવંતી બનાવી સહિયોગ આપનાર..
સંસ્થા પ્રમુખ રાજેશભાઈ, અજયભાઈ, કુલદીપભાઈ રોનકભાઈ પિત્રોડા, શિવરામ કેટ્રસ ગ્રૂપ (કાળુભાઇ રસોયા),
સવાભાઈ ગમારા, વિક્રમભાઈ મકવાણા તથા અન્ય સેવક ગણ.

• આ સાથે સંસ્થા પ્રમુખ સર્વે બંધુ ઓ ને વિનંતી કરે છે કે સરકારશ્રીના લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરે. આપનું જીવન  એ જ આપણા પરિવારની સાચી સંપત્તિ છે માટે ..
ઘર માં રહો સાવચેત રહો સ્વસ્થ રહો એવી દેવોનાદેવ મહાદેવ ને પ્રાર્થના ..

રાજેશભાઈ તથા અજયભાઈ પિત્રોડા પરિવાર તથા સુરેશ્ચર ગ્રુપ ના સર્વે ને મહાદેવ હર મહાદેવ હર

ફોટો & માહિતિ રાજેશભાઈ પિત્રોડા ગોંડલ દ્વારા...

સેવા - સમર્પણ - સંગઠન ને સમર્પિત જે.પી.પિત્રોડા (સૂરેશ્વર) ચેરીટેબલ‌ ટ્રસ્ટ ગોંડલ.

દ્હાલ માં કોરોના મહામારી(લોકડાઉન)માં ચાલુ કરેલ સેવાયજ્ઞ..

• ૨૦૦૦ નંગ માસ્ક નું વિતરણ વ્યવસ્થા.
• દરરોજ સવાર-સાંજ હરતીફરતી ચા-પાણી ની વ્યવસથા.
• દરરોજ બપોરના જરૂરિયતમંદોને હરતીફરતી ભોજન વ્યવસ્થા.
• જરૂરિયતમંદ પરિવારોને રાસન કિટ(અન્ન) વિતરણ વ્યવસ્થા.

• અમારી કંપનીના સુરેશ્વર ગ્રૂપ દ્વારા પી.એમ. કેર્સ ફંડના બેંક ખાતામાં રૂપિયા ૨૫૦૦૧ નું અનુદાન તથા અમારા ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રીલીફ ફંડના ખાતા માં ૧૧૦૦૧ નું અનુદાન અર્પણ કરેલ છે. 

• આ સેવાકીય પ્રવૃત્તિને તન મન અને ધનથી વેગવંતી બનાવી સહિયોગ આપનાર..
સંસ્થા પ્રમુખ રાજેશભાઈ, અજયભાઈ, કુલદીપભાઈ રોનકભાઈ પિત્રોડા, શિવરામ કેટ્રસ ગ્રૂપ (કાળુભાઇ રસોયા),
સવાભાઈ ગમારા, વિક્રમભાઈ મકવાણા તથા અન્ય સેવક ગણ.

• આ સાથે સંસ્થા પ્રમુખ સર્વે બંધુ ઓ ને વિનંતી કરે છે કે સરકારશ્રીના લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરે. આપનું જીવન  એ જ આપણા પરિવારની સાચી સંપત્તિ છે માટે ..
ઘર માં રહો સાવચેત રહો સ્વસ્થ રહો એવી દેવોનાદેવ મહાદેવ ને પ્રાર્થના ..

રાજેશભાઈ તથા અજયભાઈ પિત્રોડા પરિવાર તથા સુરેશ્ચર ગ્રુપ ના સર્વે ને મહાદેવ હર મહાદેવ હર

ફોટો & માહિતિ રાજેશભાઈ પિત્રોડા ગોંડલ દ્વારા...

Friday, April 3, 2020

લુહાર સમાજનું ગૌરવ બ્લેકસ્મિથ યુથ કલબ-સુરત

વિશ્વમાં જયારે કોરોના ની મહામારી ચાલી રહી છે અને સમગ્ર ભારતમાં જયારે બ્રેકડાઉનની સ્થિતિ છે ત્યારે સુરત શહેરમાં વસતા સમગ્ર સમસ્ત લુહાર સમાજના જરૂરિયાત મંદ લોકો ને રાહતકીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ કાર્યનું સમગ્ર સંચાલન બ્લેકસ્મિથ યુથ કલબ-સુરત દ્વારા કરવામાં આવી રાહ્યયું છે.આ માટે બ્લેકસ્મિથ યુથ કલબ દ્વારા પ્રાથમિકતા દાખવી તેના કોર મેમ્બર દ્વારા સ્વયંમ 51000 ₹  ભંડોળ કરી આ કીટ વિતરણ કાર્યની શરૂવાત કરવામાં આવી છે.સુરત ના તમામ લુહારજ્ઞાતી મંડળો સાથે મળીને આ ભગીરથ કાર્યમાં સાથ અને સહકાર આપી રહ્યા છે.

રિપોર્ટર સંજય સોલંકી રાજકોટ

Wednesday, April 1, 2020

કોરોના વાયરસના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશનમાં આયોજિત થનાર જીવનસાથી સંમેલન તથા વિશ્વકર્મા બિઝનેસ સમિટ-2020 હાલ મુલતવી - જોકે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

સર્વે વિશ્વકર્મા ભાઈઓ તથા બહેનો ને જણાવવાનું કે હાલમાં કોરોના વાયરસના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે આપણે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશનમાં આયોજિત થનાર જીવનસાથી સંમેલન તથા વિશ્વકર્મા બિઝનેસ સમિટ-2020 નું આયોજન કરેલું હતું જે હવે સરકાર ના નિર્દેશ અનુસાર લોકડાઉન ખુલશે પછી ના નિર્ધારિત સમયમાં આયોજન કરવામાં આવશે જેની સર્વેએ નોંધ લેવી.

નોંધ:- હાલ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે તમે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માગતા હોય તો સૂચના ઉપર ના પોસ્ટર માં આપેલી છે

ઘરમાં રહો સેફ રહો

Alvs India ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર

એ.એલ.વી.એસ. ઈન્ડિયા ન્યુઝ માં પત્રકારત્વ ક્ષેત્રે જોડાવા માંગતા લુહાર/સુથાર ભાઈઓ સંપર્ક કરે
+91 9512171071