Wednesday, April 15, 2020

કોઇપણ પ્રદેશની સંસ્કૃતિ અને જીવન સંસ્કારો ઉપર સાહિત્યનો અનેરો પ્રભાવ હોય છે આદરણીય શ્રીમાન મોરારદાન ગોપાલદાન સુરતાણીયા ગામ મોરઝર (કરછ) દ્વારા મયુર સિધ્ધપુરા જામનગર માટે આશીર્વચન...



મયુરભાઈ સિઘ્ઘપુરા જામનગર


એકવીસમી સદીમાં જ્યારે સમાજ વાંચન અને પોતાના ઉજ્જવળ ઇતીહાસની જાળવણી પ્રત્યે ઉદાસીન થઇ રહ્યો છે અને ધીમે ધીમે આ આમુલ્ય સાહિત્ય વારસો કાળની ગણનામાં વિલીન થઇ રહ્યો છે.તેવામાં ફક્ત આ બાબત પ્રત્યે ફરીયાદ કે વસવસો કરીને નહિં પણ આપણા આ ભવ્ય પ્રાચિન સાહિત્ય વારસાને, આપણા ઉજળા ઇતીહાસનું જતન કરવા સમાજના જાગૃત પ્રહરી સમા સાહિત્ય સેવાના આ ભેખધારી અવધુતો માનવજીવન માં સુરુચી અને સંસ્કાર કેળવનાર આ સાહિત્ય વારસાને બચવવા તથા એની જમીન ઝાંખી ન થવા દેવાના જેણે પ્રણ લીધા છે.

ભાઇ શ્રી મયુરભાઇ સિધ્ધપુરા પણ આવા જ સાહિત્ય સેવાના ભેખધારી છે. કોઇ પ્રસિધ્ધીની ખેવના વગર આપણા શિષ્ટ સાહિત્ય, ઇતીહાસ વિશેની પ્રમાણીત જાણકારી અને આપણી ઉજળી સાંસ્કૃતીક પરંપરા ને જાળવી રાખવામાં જેનુ યોગદાન છે એવા શાસ્વત સંતો, સંપ્રદાયો આશ્રમો વિશે તલસ્પર્શી અધ્યયન કરી તે અંગે પ્રમાણીત માહિતી એક્ઠી કરી તેમજ તે અંગેના પુસ્તકોમાં ઉપલ્બધ સાહિત્યનો ઉંડો અભ્યાસ કરી તેને ડિજીટલ ફોર્મમાં પરીવર્તન કરી સોશીયલ મિડીયાના માધ્યમનો ઉપયોગ કરી હજારો લોકો સુધી આ સાહિત્યને તેમણે પોહચાડયુ છે. અથાગ મહેનત અને કાળજી માંગતા આ કાર્યમાં તેઓ નિસ્પૃહ ભાવ અને સેવાભાવથી આપણા સાહિત્ય જતન અને સંરક્ષણમાં મોટુ યોગદાન આપી રહ્યા છે.

રામદેવજી મહારાજનુ જીવન ચરિત્ર, ઘણા બધા શાસ્વત સંતોના ઇતિહાસ, જખ્ખ બૌંતેરા વિશે, ભગવતી આઇશ્રી જીવામા, આઇશ્રી વાનુમા, આઇશ્રી સાંગવારીમા તથા આઇ શ્રી વરવડીમાં, ચારણ સાહિત્યના મુર્ધન્ય કવિઓ તેમજ અવનવી સાંસ્કૃતીક માહિતી સભર પુસ્તકોના લેખોને તેમણે વાંચી અને ચોક્કસાઇથી ટાઇપ કરી હજારો લોકો સુધી પોહચતા કર્યા છે.

આપણા થોડા યુવાનો સાહિત્ય તરફ અભિરુચી કેળવે અને મયુરભાઇની જેમ સાહિત્ય જતન તથા સંરક્ષણનું કામ આદરે તો આવનારી પેઢી માટે આ સંકલન આશિર્વાદ રૂપ કાર્ય થશે.

મૃદુભાષી અને સજ્જન એવા શ્રી મયુરભાઇ સિધ્ધપુરા- જામનગર ને આ કાર્ય માટે અભિનંદન પાઠવુ છું તથા ખુબ રાજીપો અને આનંદ વ્યકત કરુ છું.

આવનાર ભવિષ્યમાં પણ તેઓ પાસેથી ઉતમોતમ સાહિત્ય સેવાની અપેક્ષા છે. આશા છે કે તેઓ નિરાશ નહિં કરે.
એમના કાર્યને વંદુ છું સાથે મારા
સાદર જય માતાજી વાંચશો,
ગઢવી મોરારદાન ગોપાલદાન. સુરતાણીયા ગામઃ મોરઝર (કચ્છ) છે તારીખઃ -૦૩-૦૪-૨૦૨૦ ના દિવસે આ રીતે મયુરભાઈ સિધ્ધપુરા જામનગર ને આર્શિવચન પાઠવેલ છે....

ALVS India ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071


No comments:

Post a Comment