Tuesday, June 16, 2020

લુહાર કારેલીયા પરિવારના દીકરાએ ૯૯.૯૫ PR મેળવ્યા, તેમની CA બનવાની છે તમન્ના


ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020 માટે લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 189 A1-ગ્રેડના વિદ્યાર્થીઓ સાથે સુરત જિલ્લો આગળ રહ્યો છે. જેમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં  અભ્યાસ કરતા કારેલીયા કેનીલ પંકજભાઈ  એ  ૯૯.૯૫  પર્સન્ટાઈલ મેળવી ઝળહળતી સિદ્ધી મેળવી છે.

કેનીલ ના પિતા પંકજભાઈ મિસ્ત્રી કામ કરે છે ,સામાન્ય પરિવાર માંથી આવતા કેનીલ એ A1 ગ્રેડ મેળવતા પરિવાર માં ખુશી ની લાગણી છે.   હાલ કેનીલ સરથાણા જકાતનાકા વિસ્તારમાં રાજહંસ સ્વપ્ન માં ભાડા ના મકાન માં રહે છે.

મૂળ અમરેલી જીલ્લાના  ચિતલ ગામનાના રેહવાશી અને હાલ સુરત રેહતા કેનીલએ પોતાની સફળતાથી ,પોતાની અથાગ મહેનતથી શાળા પરિવાર અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું.

કેનીલને  ધો.10 માં ૯૫.૦૦ PR મેળવ્યા હતા. કેનીલ ધો.૬ થી આશાદીપ સંકુલ માં અભ્યાસ કરે છે.

કેનીલ એ આ સિદ્ધિ મેળવવા દરરોજ ૫ થી ૬ કલાક વાંચન ની આદત પડી હતી.

વધુમાં કેનીલ ને આગળ હવે C.A. ના અભ્યાસ માં આગળ વધવાની રૂચી છે.

___________________________________________________

ALVS  ઈન્ડિયા ન્યુઝ

લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ

કોન્ટેક : +919512171071

Email : alvsindia@gmail.com 


1 comment: