પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) તથા અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા દ્વારા તારીખ ૧૦/૦૯/૨૦૨૦ના ગુરુવારના રોજ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં વિશ્વકર્મા સમાજ માટે બે માંગણી કરવામાં આવી છે.
પ્રથમ માંગણી છે કે વિશ્વકર્મા સમાજના જે લોકોની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે તથા ભાડાના મકાનમાં રહે છે તેમના માટે ઘરની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે અને તેમના માટે રોજગારી ની પણ વ્યવસ્થા કરવામાં આવે.
બીજી માંગણી એ કરવામાં આવી છે કે તારીખ ૧૭ સપ્ટેમ્બર ને પૂરા ભારતમાં વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે અને ભારત સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે.
વિશ્વકર્મા સમાજ બહુ મોટો સમાજ છે પણ અત્યાર સુધી આ સમાજની અવગણના કરવામાં આવી છે. વિશ્વકર્મા સમાજનું ભારતના અર્થતંત્રમાં તથા ભારતના વિકાસમાં બહું જ મોટો સિંહફાળો છે. ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ માં પણ વિશ્વકર્મા સમાજનો જ મહત્વ નો યોગદાન છે. હવે આ સમાજ સંગઠીત થઈ ને હવે સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બરના દિવસને વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે જાહેર કરવામાં આવે એવી માંગણી કરે છે.
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com





No comments:
Post a Comment