આપણે સૌ દાદા વિશ્વકર્મા ના સંતાનો છીએ. આજે આપણો સમાજ શિક્ષિત અને સુખી સંપન્ન છે. આપણા સમાજમાં કુશળ કારીગરો, સાહિત્યકારો, સંગીતકાર, ડોક્ટર,એન્જિનિયર અને વકીલ જેવા અનેક ક્ષેત્રોમાં કામગીરી કરી રહ્યા છે. આપણા સમાજના સંતો ભક્તોના જીવન ચરિત્રો દ્વારા સમાજમાં સેવા સંગઠન કેમ કરવું? જ્ઞાતિ ગૌરવ કેમ વધારવું? ઈર્ષા અદેખાઈ જેવા દુષણો સમાજમાંથી દૂર કરવા. એવા દ્રઢ નિશ્ચય સાથે દાદા વિશ્વકર્મા તથા દાદા દેવતણખી ના આશીર્વાદથી યુવાન નિર્મલભાઇ મકવાણા ના હૃદયમાં કંઈક આવી જ વેદના ઊભી થઈ. આથી જ તેમણે લુહાર દર્પણ નામનું સાપ્તાહિક તારીખ સમાચાર પત્ર પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. આ માત્ર ૧૫૦ રૂપિયા માં બાર માસના લવાજમ સ્વરૂપે અંક ઘરે ઘરે પહોંચતા કરે છે. આ ઉપરાંત આપણા સમાજની તમામ ખૂણે ખૂણે ની માહિતીઓ અંકોમાં પ્રકાશિત કરે છે અને જ્ઞાતિજનો સુધી પહોંચાડે છે.
સમાજના દરેક વ્યક્તિએ વાર્ષિક લવાજમ ભરી ઘરમાં એક સારું વાંચન મેળવી શકશો. ભાઈઓ-બહેનો તથા બાળકો વાંચીને આનંદિત થશો. અને જીવનમાં ઉપયોગી માહિતી મળશે. જે લોકો સમાજ સેવા કરી રહ્યા છે તેમને આપણે સૌ સાથે રહી તેમને પ્રેરણા,પ્રોત્સાહન અને આર્થિક મદદ કરીએ તો તેમને પણ એમ થાય કે આપણો સમાજ આપણી સાથે છે અને કામ કરવાની નવી ઊર્જા મળશે. સૌ ભાઈઓ ને નમ્ર અપીલ છે કે આપ સૌ લુહાર દર્પણ સાપ્તાહિક સમાચારપત્ર નું લવાજમ ફરી દેજો આપણા સમાજ સેવાયત સહભાગી બનશો. ધંધાદારી માણસો પોતાની ધંધાની જાહેરાત આપી સહભાગી બની શકે છે. આ ઉપરાંત આપ સૌ સારા લેખો કે સારી માહિતી મોકલાવી શકો છો.
નિર્મલભાઇ મકવાણા
તંત્રી શ્રી લુહાર દર્પણ
સાપ્તાહિક સમાચાર પત્ર
6351213767
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
ઈમેલ - alvsindia@gmail.com

No comments:
Post a Comment