Monday, July 19, 2021

શ્રી મહુવા લુહારજ્ઞાતિ ટ્રસ્ટ આયોજીત અને "અર્બન હેલ્થ સેન્ટર-2 ,મહુવા" ના સહયોગથી યોજાશે વિનામૂલ્યે કોરોના વેકસીનેશન કેમ્પ તથા મેડિકલ નિદાન કેમ્પ




શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ આયોજીત અને "અર્બન હેલ્થ સેન્ટર-2 ,મહુવા" ના સહયોગથી યોજાનાર વિનામૂલ્યે કોરોના વેકસીનેશન કેમ્પ તથા મેડિકલ નિદાન કેમ્પ

👉 આ મેડિકલ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, જનરલ મેડિસિન ડોક્ટર સેવા આપશે.
👉 તમામ પ્રકારના રોગોની તપાસ તથા જરૂરિયાત મુજબની દવા (જે સ્ટોકમાં હશે તે) ફ્રીમાં આપવામાં આવશે.
👉 ડાયાબિટીસ તપાસ, બ્લડ ગ્રુપ રિપોર્ટ કરી આપવામાં આવશે.

🔳 ૧૮ વર્ષની ઉપરની ઉંમરની વ્યક્તિઓને વિનામૂલ્યે કોરોના રસી આપવામાં આવશે.

નોંધ. સરકારશ્રીના વેકસીન નિયમોને આધીન કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવશે.. ઉપરાંત દરેક જ્ઞાતિબંધુએ પોતાનું આધાર કાર્ડ ફરજીયાત સાથે લાવવાનું રહેશે..

🔷 કેમ્પ સ્થળ 🔷
તારિખ : ૨૪/૭/૨૦૨૧ ને શનિવાર
સમય:સવારના ૯:૩૦ થી સાંજના ૫:૩૦ સુધી
સ્થળ :શ્રી છગનભાઈ હરસોરા લુહાર વાડી, ગાયત્રી નગર રોડ, મહુવા.
નામ નોંધાવવા માટે સંપર્ક
▪️મહેશભાઈ પરમાર મો. 9426464268
▪️જેન્તીભાઈ કવા મો.9824820011
▪️ પીયૂષભાઇ લુહાર મો.7048432165
▪️રાજેશભાઈ રાઠોડ મો.9825053479

માહિતિ : પત્રકાર પિયુષ લુહાર

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com

આપના ધંધા વ્યવસાયની નજીવાદરે જાહેરાત આપવા માટે તેમજ જન્મદિવસ શુભેચ્છા અને હાર્દીક શુભકામના માટે સંપર્ક કરો. 9512171071

















Saturday, July 17, 2021

લુહાર સમાજ મોરબીના યુવા પત્રકારનો આજ જન્મ દિવસ...





લુહાર સમાજ મોરબીના યુવા, બાહોશ અને સમાજના અગ્રીમ પ્રશ્નોને વાંચા આપનાર જોશીલા પત્રકાર કિશોર ભુદરભાઈ કવૈયાનો આજ જન્મ દિવસ છે

નાનપણ થીજ તેઓ સમાજ સેવાના રંગે રંગાયેલા છે તેમના પિતાશ્રી પણ સ્વ: ભુદરભાઈ મગનભાઈ કવૈયા એક જ્ઞાતી અગ્રણીના રૂપે લુહાર સમાજના દરેક જ્ઞાતીબંધુઓને એક વડિલની જેમ સલા, સુચન સાથે જરૂર જણાઈ ત્યા આર્થિક મદદ પણ કરતા તેવા ઉમદા વ્યક્તિ ત્વના સૌથી નાના પુત્ર કિશોર કવૈયા પણ પત્રકાર સાથે સમાજ સેવી પણ છે અને તેઓ મોરબી શહેરના તખ્તસિંહજી રોડ પર ખેત ઓજારોની દુકાન પણ ધરાવે છે



પ્રખર સખ્ત કલમ દ્વારા સમાજના મહત્વના પાસાઓને ઉજાગર કરનાર કિશોર કવૈયાનો આજ જન્મ દિવસ હોય તેમના અનુસંધાને અમારી સમસ્ત ન્યુઝ ટીમ દ્વારા તેમને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...

કિશોર કવૈયા - 9904957763

_______________________________________


લુહાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com















મોરબી અને ગોંડલ બંને જ્ઞાતિ અગ્રણી શ્રી ભરતભાઈ પિત્રોડા સાહેબનો આજે જન્મદિવસ...




મુળ ગોંડલ નાં અને મોરબી રહેતા લુહાર સમાજ સાથે ઇંતર સમાજના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા અને લુહાર સમાજ મોરબી અને ગોંડલ બંને જ્ઞાતિ અગ્રણી અને મારા વડીલ અને માર્ગદર્શકશ્રી ભરતભાઈ પ્રાગજીભાઈ પિત્રોડા સાહેબનો આજે તા. 17 જુલાઈએ 59 મો જન્મદિવસ હોય




નાનપણ થી જ દુઃખનાં ઓછાયા માં ઉછરેલ ભરતભાઈ પિત્રોડા એ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરી પોતાની આખી એક અલગ ઓળખાણ અને ધંધાકીય પ્રગતિ સાથે પોતાની એક અલગ કાયનાત ઉભી કરી, અને તેમનાં બંને આજ્ઞાંકિત પુત્રોએ પણ આ કામગીરીમાં અડીખમ રૂપે એક મિત્રોની જેમ સાથ અને સહયોગ આપ્યો
અને આજ તેમની શુભમ પેલેટ ઇન્ડસ્ટ્રી એક આગવી ઓળખ સાથે ઉભરી છે અને કરોડોની સંપત્તિ નાં માલિક બનવા છતાં પણ પોતાની સાદગીમાં જીવનાર અને પોતાની જ્ઞાતિના નબળા કુટુંબ પરિવારને આર્થિક ગુપ્ત મદદ કરી રહિયા છે એવા લુહારજ્ઞાતિ ભામાશા ને વંદન...


સાથે આજે તેમના જન્મદિને તેમનાં મિત્રસર્કલનાં રાજકીય તથા સામાજીક આગેવાનો, સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ અને શુભચિંતકો તેમના મોબાઇલ નંબર 9714218218 ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે મારા તેમજ લુહાર સમાજ સમાચાર ટીમ અને લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના મોરબી તરફથી પણ આપને જન્મ દિવસની અનેકાનેક શુભેચ્છાઓ...


લુહાર સમાજ સમાચાર
પત્રકાર મયુર પિત્રોડા મોરબી.

Wednesday, July 7, 2021

મોરબી જિલ્લાના યુવા શિક્ષક અને લુહાર સમાજનાં યુવા ગૌરવ અને સિંહસ્થ સેનાનાં રાષ્ટ્રિય આગેવાનનો આજ જન્મદિવસ...




મોરબીનાં વતની યુવા શિક્ષક અને લુહાર સમાજનાં યુવા ગૌરવ અને સિંહસ્થ સેનાનાં રાષ્ટ્રિય મહામંત્રીશ્રી નિલેશભાઈ પિત્રોડા સાહેબનો આજ જન્મ દિવસ છે મારા મિત્રશ્રી નિલેશભાઈ પિત્રોડાનો આજે જન્મદિવસ હોય તેઓ હાલ ધણી સેવાકીય અને સામાજિક છેત્રે જોડાઈ લુહાર સમાજ તથા બીજી ઈતર જ્ઞાતિના કાર્ય પાર પાડી રહિયા છે જેમાં મુખ્યરૂપે પ્રચારક રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ . વર્ધા (મહારાષ્ટ્ર), પ્રેસિડેન્ટશ્રી (શ્રેયસ) જ્ઞાનજ્યોત પ્રાથમિક શાળા તથા  શ્રી જ્ઞાનજ્યોત વિર્ધાલય યોગ શિક્ષક તેમજ CPO - SPC - સ્ટુડન્ટ પોલીસ કેડેટસ તરીકે ઉમદા કામગીરી પાર પાડી રહિયા છે અને સમસ્ત લુહાર સમાજ યુવા સંગઠન એવા લુહાર યુવા સમન્વય - "સિંહસ્થ સેના" માં રાષ્ટ્રિય મહામંત્રી તરિકે એક ઉમદા કાર્ય કરી રહ્યા છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં M.A. નો અભ્યાસ કરીને ઘણા વર્ષોથી મોરબી જિલ્લામાં ઉમદા શિક્ષક તરીકે કામગીરી કરી રહ્યા છે તેમજ પૂર્વમાં ખેલ મહાકુંભ મોરબી કન્વીનર, યુવા ભાજપ મોરબી સહમંત્રી તરિકે પણ ભૂતકાળમાં ઉમદા સેવા આપી ચૂક્યા છે


આજ તેમનાં જન્મ દિવસના દિવસે તેમનાં સગા સંબંધી મિત્રવર્ગ તરફથી તેમનાં મોબાઈલ નંબર 9979672929 પર તેમને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે મારાં અને લુહાર સમાજ સમાચાર બ્લોગ પરીવાર સાથે સમસ્ત લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ...


લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email - alvsindia@gmail.com








Sunday, July 4, 2021

શું તમે જાણો છો કે ગુજરાતી-ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે...




"જય જય ગરવી ગુજરાત"


આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ગુજરાતી-ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. 

વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. 

અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદાહરણ જુઓ :


ક ખ ગ ઘ ઙ - આ પાંચના સમુહને કંઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.

ચ છ જ ઝ ઞ - આ પાંચેય તાલવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

ટ ઠ ડ ઢ ણ - આ પાંચેય મૂર્ધન્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

ત થ દ ધ ન આ પાંચના સમુહને દંતવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.


પ ફ બ ભ મ આ પાંચના સમુહને ઔષ્ઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.

આટલું વ્યવસ્થિત વર્ણાક્ષરો નું વર્ણન છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? 


આપણે આપણી ગુજરાતી-ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.


લુહાર સમાજ સમાચાર
સંકલન: મેહુલ ઓધવજીભાઈ કારેલીયા
(વસઇ મુંબઈ વતન ધોરાજી) 

લુહાર સમાજ સમાચાર બ્લોગ
આપણો સમાજ, આપણા સમાચાર
કોન્ટેક્ટ - ૯૫૧૨૧૭૧૦૭૧
Email - alvsindia@gmail.com



આ ન્યુઝનાં પ્રાયોજક છે...
















Saturday, July 3, 2021

લુહાર જ્ઞાતિ ના શ્રી દેવતણખી દાદા તથા શ્રી લીરલબાઈ ની ચેતન સમાધી ની જગ્યા મજેવડી તરફથી સમસ્ત લુહાર સમાજને અગત્યની સુચના...

લુહાર જ્ઞાતિ ના શ્રી દેવતણખી દાદા તથા શ્રી લીરલબાઈ ની ચેતન સમાધી ની જગ્યા મજેવડી તરફથી સમસ્ત લુહાર સમાજને અગત્યની સુચના...

તસ્વીર - પત્રકાર મયુર રાઠોડ સાવરકુંડલા

હાલ માં સમગ્ર દુનિયામાં કોરોના -19 ની મહામારી ચાલુ હોય અને સરકાર શ્રી ના આદેશ અનુસાર તા.૧૨-૦૭-૨૧ ના રોજ અષાઢી બીજ ઉજવવાનો કાર્યક્રમ બંધ રાખેલ છે જે અંગેની નોંધ સર્વે જ્ઞાતિ બંધુઓ એ લેવી


અષાઢી બીજના દિવસે ભક્તો માટે બપોરે ૩:૦૦ વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે જે દરમિયાન સરકાર શ્રી ની ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે

નોંધ : ધાર્મિક વિધિ પુજારી શ્રી દ્વારા સંપન્ન કરવામાં આવશે

ઉપરોક્ત સૂચના દેવતણખી દાદા તથા લીરલબાઈ ની જગ્યા મજેવડી ટ્રસ્ટી મંડળ દ્રારા જાહેર કરાઈ છે

લુહાર સમાજ સમાચાર
રિપોર્ટર મયુર રાઠોડ સાવરકુંડલા દ્વારા

આ સમાચારના પોન્સેર છે..


















Thursday, July 1, 2021

સંતશ્રી દેવતણખીબાપા જન્મ સ્થળ બોખીરા લુહાર જ્ઞાતિના સંતશ્રી દેવતણખીબાપા જન્મ સ્થળ બોખીરા (પોરબંદર) દ્વારા અગત્યની સુચના...



હાલ માં સમગ્ર દુનિયામાં કોરોના -19 ની મહામારી ચાલુ હોય અને સરકાર શ્રી ના આદેશ અનુસાર તા.૧૨-૦૭-૨૧ ના રોજ અષાઢી બીજ  ઉજવવાનો કાર્યક્રમ બંધ રાખેલ છે  અને કેવલ દર્શન રાખેલ છે જે અંગેની નોંધ સર્વે જ્ઞાતિ બંધુઓ એ લેવી
અષાઢી બીજના દિવસે ભક્તો માટે સવારે 10 વાગ્યાથી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે જે દરમિયાન સરકાર શ્રી ની ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે સાથે પેકિંગ કરેલ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો સમસ્ત લુહાર સમાજને દર્શન કરવા પધારવા લુહાર યુવક મંડળ બોખીરા દ્વારા આમંત્રણ આપેલ છે

સાથે ધર્મપ્રેમી જનતાને બીજ નિમત્તે અનુદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે
વધું માહીતી માટે સંપર્ક કરો - 9879431852

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - ૯૫૧૨૧૭૧૦૭૧
Email - alvsindia@gmail.com