Thursday, September 30, 2021

હરિદ્વાર ખાતે ચાલતી ભાગવત કથામાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ ઉત્સવના સંપૂર્ણ ખર્ચનાં દાતા બન્યા લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી શહેર પ્રમુખશ્રી...





ગુજરાતના પ્રસિધ્ધ યુવા કથા વક્તા શાસ્ત્રીશ્રી નિખીલ મહારાજ (મોરબી વાળા) ની કથા હાલ હરિદ્વાર તારીખ: 25/09/2021 થી 01/10/2021 સુધી ચાલી રહી છે


ત્યાં કથાનાં છઠા દીવસે શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો આ શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ ઉત્સવના સંપૂર્ણ ખર્ચનાં દાતા આ કથાનાં મુખ્ય યજમાન એવા શ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા જે લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી શહેર પ્રમુખ છે


અને મોરબી શહેર લુહાર સમાજ વાડીમાં કારોબારી મંડળનાં મુખ્યસભ્ય છે તેવાં શ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા બન્યાં હતા અને તે સિવાય આ કથા નાં ભગીરથી કાર્ય માં સહભાગી બની સેવા આપનાર તમામનું સન્માન સત્કાર પણ શ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું...


તેમની આ સુંદર અને સેવાકીય ભગીરથી કાર્ય માટે લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના સંપૂર્ણ ટીમ તેમનું અભિવાદન કરી અભિનંદન પાઠવે છે તેવું લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી પિન્ટુભાઈ મિસ્ત્રી (પંકજભાઈ રાઠોડ) અને પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા એ મિડીયા યાદીમાં જણાવ્યું છે

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક - 9512171071
Email : alvsindia@gmail.com











Tuesday, September 28, 2021

પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ચાલતા વિનામુલ્યે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના તાલીમ વર્ગોમાં 4 વિધાર્થીઓએ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરી એડમીશન મેળવ્યું...





વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓ માટે હોલીડે સ્કુલના સહયોગથી પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ચાલતા વિનામુલ્યે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના તાલીમ વર્ગોમાં 4 વિધાર્થીઓએ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરી એડમીશન મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન..

ભવિષ્યમાં પણ વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓને પ્રગતિના પંથે આગળ લઇ જવા પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ સતત પ્રયત્નશીલ રહેશે.

પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ ચાલતા વિનામુલ્યે જવાહર નવોદયના ઓનલાઇન તાલીય વર્ગોને સફળ બનાવવા વિનોદભાઇ પંચાલ, અશ્ચીનભાઇ પંચાલ, અજયભાઇ પંચાલ, જીમીતભાઇ પંચાલ, સંજયભાઇ પંચાલ, દરેક જીલ્લા અને તાલુકાની ટીમો અને પંચાલ યુવા સંગઠનના દરેક કાર્યકર્તા જેમણે આ તાલીમવર્ગોને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે એ તમામ કાર્યકર્તાઓને લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ તથા લુહાર સમાજ સમાચાર તરફથી શુભકામનાઓ...

માહિતી : પંચાલ યુવા સંગઠન - ગુજરાત પ્રદેશ

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email: alvsindia@gmail.com



News Poncer Bay...













Saturday, September 25, 2021

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉડેશન (વિશ્વકર્મા ટિમ) સૌરાષ્ટ્ર ઝોન - અમરેલી ટીમના પ્રમુખશ્રી દ્વારા અમરેલી ખાતે ફ્રી દુખાવા ના મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું...


                                                                               
ગત તારીખ 19 /09/2021 ના દિવસે પ્રાઈડ ઓફ પંચાલ  ફાઉડેશન (વિશ્વકર્મા ટિમ) (સૌરાષ્ટ્ર ઝોન - અમરેલી ટીમ) ના પ્રમુખ શ્રી પીયૂષભાઈ. મકવાણા એ ડૉ.જય સાહેબ.પંચાલ પેઇન પેસયાલિસ્ટ (પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ અમદાવાદ પ્રમુખ શ્રી) ના સહયોગ થી અમરેલી ખાતે ફ્રી દુખાવા ના મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લાના ના એમ.પી નારણભાઇ કાછડિયા તથા બી.જે.પી અમરેલી જિલ્લા પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા તથા ડૉ.આર.આર.મકવાણા તથા લોકસામના ન્યૂઝ ના તંત્રી શ્રી પ્રવીણભાઈ મકવાણા હાજર રહ્યા હતા. 


તથા મહેમાનો માં અમરેલી લુહાર સમાજ ટ્રસ્ટી ના સભ્યો તથા કડિયા સમાજ ના સભ્યો તથા સુથાર સમાજ ના પ્રમુખ હાજર રહ્યા હતા. તથા અતિથિ વિશેષ માં ગુજરાત R.T.O ઇન્સપેક્ટર ધૃવ.પંચાલ તથા પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી સુનિલભાઈ પંચાલ, ઉપપ્રમુખશ્રી કેતન ભાઈ પંચાલ, મંત્રી શ્રી મયંકભાઈ.પંચાલ, ખજાનચી શ્રી.શૈલેષભાઈ પંચાલ તેમજ ડૉ.જયસાહેબ પંચાલ પેઇન પેસયાલિસ્ટ (પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ અમદાવાદ પ્રમુખ શ્રી) હાજર રહ્યા હતા. 


આ સમગ્ર આયોજન પ્રાઇડ ઓફ પંચાલ  ફાઉન્ડેશન સૌરાષ્ટ્ર ઝોન એ ના પ્રમુખ શ્રી પિયુષ ભાઈ મકવાણા ના માર્ગદર્શન ના નીચે થયો હતો જેમાં અમરેલી જિલ્લા ના તમામ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ના હોદ્દેદારો એ સાથ સાહિયોગ આપ્યો હતો  આ મેડિકલ કેમ્પ માં ડો જય સાહેબ પંચાલ પેઇન પેસયાલિસ્ટ (પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ અમદાવાદ પ્રમુખ શ્રી) દ્વારા  અમરેલી જિલ્લા ના 70 જેટલા દર્દી ને નિશુલ્ક તપાસવા માં આવ્યા હતા. અને ડૉ જય સાહેબે આવા પોગ્રામ  પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ સાથે મલી ને કરતા રહીશું તેવું જણાવ્યું હતું.

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com







Friday, September 24, 2021

સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ માં ગુજરાત રાજયના પાંચ વિર્ધાથીઓ અવ્વલ આવેલા જેમાંની એક લુહાર યશસ્વી હિતેશભાઈ હાંસોરા અવ્વલ...




રાજકોટ ખાતે લેવાયેલ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ માં ગુજરાત રાજયના પાંચ વિર્ધાથીઓ અવ્વલ આવેલા જેમાંની એક મોરબી જિલ્લાનાં વાંકાનેર શહેર ખાતે રહેતા હિતેશભાઈ દામજીભાઈ હાંસોરાની પુત્રી યશસ્વી પોતાનાં નામ મુજબ યશકીર્તિ ફેલાવી 87.63 ટકા સાથે ઉતીર્ણ થૈ ગુજરાત રાજ્ય લેવલે ચોથા ક્રમે અને ભારત દેશ લેવલે નવમાં ક્રમે ઉતીર્ણ થઈ પોતાનાં માતા પિતા પરિવાર સાથે સમસ્ત લુહાર સમાજનું ગૌરવ વધાર્યું છે


ત્યારે લુહાર સમાજ સમાચાર ન્યૂઝ ટીમ અને લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના મોરબી જિલ્લા અને વાંકાનેર તાલુકા ટીમ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હાંસોરા દ્વારા તેમને લુહાર સમાજ વિર્ધાર્થી રત્ન એવોર્ડ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે...

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com









Wednesday, September 22, 2021

કવિ લેખક એવા સ્વર્ગવાસ.."કરસનદાસ" લુહાર ને પૂજ્ય મોરારીબાપુ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના નિવાસસ્થાન પધારેલ...



આપણા સમાજના કવિ લેખક એવા સ્વર્ગવાસ.."કરસનદાસ" લુહાર ને પૂજ્ય મોરારીબાપુ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના નિવાસસ્થાન પધારેલ


ત્યારે આપણા સમાજમા એક નોંધ લેવા જેવી છે કે સમાજમાં આવા અનેક વિરલાવો થઈ ગયા અને છે કવિ કવિતાઓ તથા સાહિત્ય અને લેખક તરીકે મોટું નામ કરી ગયા ત્યારેજ મહુવામા તેમના નિવાસસ્થાને, જો પુજ્ય મોરારિબાપુ જેવા મહાન વિભૂતિ નોંધ લઈ શકતા હોય તો આ સમાજને બોધપાઠ લેવો જોઈએ આ માધ્યમને ઓળખો અને તેની સાથે ચાલો.


કવિ લેખક એવા સ્વર્ગવાસ.."કરસનદાસ" લુહારને લુહાર સમાજ સમાચાર બ્લોગ અને ચેનલની તમામ ટીમ મેમ્બર અને લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" દળ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ...

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com







પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત વિદેશ જઇ ભણવા ઈચ્છતા વિધાર્થીઓ માટે ફ્રી ઓનલાઇન નોલોજેબલ વેબીનાર...




વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓને વિદેશ ભણવા જવા માટે પડતી મુશ્કેલીઓને યોગ્ય માર્ગદર્શન મલી રહે તેવા ઉદેશ સાથે પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત વિદેશ જઇ ભણવા ઈચ્છતા વિધાર્થીઓ માટે ફ્રી ઓનલાઇન નોલોજેબલ વેબીનાર

▪ ફ્રી ઓનલાઇન વેબિનારના ટોપીક
1. ફોરેન ભણવા કઇ રીતે જવું ?
2. કઇ પ્રક્રીયા કરવાની હોય છે ?
3. કઇ યુનીવર્સિટીમાં એડમીશન લઇ શકાય ?
4. કેવી કોલેજ પસંદ કરવી ?
5. કયા ડોક્યુમેન્ટસ જોઇતા હોય ?
6. કયા ધોરણ પછી જઇ શકાય ?

વેબીનારમાં જોડાવા ઇચ્છતા વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓએ નિચે આપેલા નંબર પર નામ, ધોરણ અને મોબાઇલ નંબર આપી વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરવી શકશે.

હાર્દિક પંચાલ : 9510124545
આનલ પંચાલ : 9409022577

માહિતિ : પંચાલ યુવા સંગઠન - ગુજરાત પ્રદેશ

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com



News Poncer Bay ⤵️















Tuesday, September 21, 2021

મોરબી તાલુકા અને શહેરના લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના મેમ્બરો દ્વારા કરાઈ અનોખી ગણેશ વંદના...






પ્રાપ્ત વિગત મુજબ મોરબી શહેર સાથે સમસ્ત ગુજરાત અને ભારત ભરનાં લુહાર સમાજ સમુદાયમાં ખ્યાતિ પામેલા લુહાર સમાજ મહા સંગઠ્ઠન દળ એવા લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી તાલુકા અને શહેરનાં દિગ્ગજ મેમ્બરો દ્વારા આ વર્ષે કરાઈ હતી અનોખી ગણેશ વંદના.


જેમાં લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી તાલુકા મહામંત્રીશ્રી પરેશભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ દ્વારા પોતાની સોસાયટી વાવડી રોડ, શિવમ્ પાર્ક સોસાયટી ખાતે આ વર્ષે "શિવમ્ પાર્ક કા રાજા" ગણેશ મહોત્સવ નું આયોજન કરાયું હતું ત્યાં તેમના દ્વારા ગત તારીખ 16/09/2021 ગુરૂવારે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જયાં મોટી સંખ્યામાં લુહાર ભાઈઓ / બહેનો અને બીજાં સોસાયટી મેમ્બરો પણ જોડાયાં હતાં


જ્યારે લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી શહેર પ્રમુખશ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા દ્વારા પોતના ઘરેજ વાવડી રોડ, મીરાપાર્ક ખાતે ગણપતિ મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જ્યાં રોજ અસંખ્ય લુહાર સમાજ લોકો એ અને આજુબાજુ રહેતાં બીજાં સોસાયટી વતની લોકોએ પણ દશ દિવસ અલગ અલગ પ્રસાદ ધરી દર્શનનો લ્હાવો લીધો હતો.


જ્યારે લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી તાલુકા મંત્રીશ્રી મુકેશભાઈ ગુણવંતભાઈ પિઠવા જે નવલખી રોડ, લાયન્સ નગર ખાતે રહે છે તેમણે મિત્રો સાથે સોસાયટીમાં ગણેશ મહોત્સવનું આયોજન કરેલ હોય જેમનો આજુબાજુના રહેવાસીઓ અને લુહાર જ્ઞાતિજનોએ આરતી પ્રસાદ અને અન્નકૂટ મહોત્સવ નોપણ લાભ લીધો હતો


જ્યારે લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં સક્રિય મેમ્બર અને ગુજરાત પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને મોરબી લુહાર સમાજ રિપોર્ટર હાર્દીક પિત્રોડાનાં ઘરે વાવડી રોડ, ભગવતી સોસાયટી ખાતે પણ ગણપતી બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું

લુહાર સમાજ સમાચાર બ્લોગ
Email : alvsindia@gmail.com

આપના ધંધાકિય, બિઝનેસ એડ, હાર્દિક શુભેચ્છા, જન્મદિવસ શુભકામના જાહેરાતો માટે સંપર્ક કરો - 9512171071




આ સમાચારનાં પોન્સેર છે ⤵️