Thursday, September 30, 2021

હરિદ્વાર ખાતે ચાલતી ભાગવત કથામાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ ઉત્સવના સંપૂર્ણ ખર્ચનાં દાતા બન્યા લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી શહેર પ્રમુખશ્રી...





ગુજરાતના પ્રસિધ્ધ યુવા કથા વક્તા શાસ્ત્રીશ્રી નિખીલ મહારાજ (મોરબી વાળા) ની કથા હાલ હરિદ્વાર તારીખ: 25/09/2021 થી 01/10/2021 સુધી ચાલી રહી છે


ત્યાં કથાનાં છઠા દીવસે શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો આ શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ ઉત્સવના સંપૂર્ણ ખર્ચનાં દાતા આ કથાનાં મુખ્ય યજમાન એવા શ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા જે લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી શહેર પ્રમુખ છે


અને મોરબી શહેર લુહાર સમાજ વાડીમાં કારોબારી મંડળનાં મુખ્યસભ્ય છે તેવાં શ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા બન્યાં હતા અને તે સિવાય આ કથા નાં ભગીરથી કાર્ય માં સહભાગી બની સેવા આપનાર તમામનું સન્માન સત્કાર પણ શ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું...


તેમની આ સુંદર અને સેવાકીય ભગીરથી કાર્ય માટે લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના સંપૂર્ણ ટીમ તેમનું અભિવાદન કરી અભિનંદન પાઠવે છે તેવું લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી પિન્ટુભાઈ મિસ્ત્રી (પંકજભાઈ રાઠોડ) અને પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા એ મિડીયા યાદીમાં જણાવ્યું છે

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક - 9512171071
Email : alvsindia@gmail.com











No comments:

Post a Comment