પ્રાપ્ત વિગત મુજબ મોરબી શહેર સાથે સમસ્ત ગુજરાત અને ભારત ભરનાં લુહાર સમાજ સમુદાયમાં ખ્યાતિ પામેલા લુહાર સમાજ મહા સંગઠ્ઠન દળ એવા લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી તાલુકા અને શહેરનાં દિગ્ગજ મેમ્બરો દ્વારા આ વર્ષે કરાઈ હતી અનોખી ગણેશ વંદના.
જેમાં લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી તાલુકા મહામંત્રીશ્રી પરેશભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ દ્વારા પોતાની સોસાયટી વાવડી રોડ, શિવમ્ પાર્ક સોસાયટી ખાતે આ વર્ષે "શિવમ્ પાર્ક કા રાજા" ગણેશ મહોત્સવ નું આયોજન કરાયું હતું ત્યાં તેમના દ્વારા ગત તારીખ 16/09/2021 ગુરૂવારે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જયાં મોટી સંખ્યામાં લુહાર ભાઈઓ / બહેનો અને બીજાં સોસાયટી મેમ્બરો પણ જોડાયાં હતાં
જ્યારે લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી શહેર પ્રમુખશ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા દ્વારા પોતના ઘરેજ વાવડી રોડ, મીરાપાર્ક ખાતે ગણપતિ મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જ્યાં રોજ અસંખ્ય લુહાર સમાજ લોકો એ અને આજુબાજુ રહેતાં બીજાં સોસાયટી વતની લોકોએ પણ દશ દિવસ અલગ અલગ પ્રસાદ ધરી દર્શનનો લ્હાવો લીધો હતો.
જ્યારે લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં મોરબી તાલુકા મંત્રીશ્રી મુકેશભાઈ ગુણવંતભાઈ પિઠવા જે નવલખી રોડ, લાયન્સ નગર ખાતે રહે છે તેમણે મિત્રો સાથે સોસાયટીમાં ગણેશ મહોત્સવનું આયોજન કરેલ હોય જેમનો આજુબાજુના રહેવાસીઓ અને લુહાર જ્ઞાતિજનોએ આરતી પ્રસાદ અને અન્નકૂટ મહોત્સવ નોપણ લાભ લીધો હતો
જ્યારે લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" નાં સક્રિય મેમ્બર અને ગુજરાત પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને મોરબી લુહાર સમાજ રિપોર્ટર હાર્દીક પિત્રોડાનાં ઘરે વાવડી રોડ, ભગવતી સોસાયટી ખાતે પણ ગણપતી બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું
લુહાર સમાજ સમાચાર બ્લોગ
Email : alvsindia@gmail.com
આપના ધંધાકિય, બિઝનેસ એડ, હાર્દિક શુભેચ્છા, જન્મદિવસ શુભકામના જાહેરાતો માટે સંપર્ક કરો - 9512171071




















No comments:
Post a Comment