Tuesday, October 19, 2021

લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળ દ્વારા કોની રાષ્ટ્રિય સેનાધ્યક્ષ તરિકે વરણી કરવામાં આવી, જાણો વિગતે...




લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળ દ્વારા પંકજભાઈ રાઠોડ ને સેનાધ્યક્ષ તરિકે વરણી કરવામાં આવી, જોકે ત્રણ વર્ષ સુધી તેઓએ સિંહસ્થ સેના દળમાં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રી તરિકે લુહાર સમાજનાં પ્રશ્નોને હલ કરી ચુક્યા છે


પ્રાપ્ત માહિતી મુજબ લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના સમસ્ત લુહાર સમાજ માટે કાર્ય કરતું એક આગવું સંગઠ્ઠન દળ છે જે લુહાર સમાજ નાં મહાનુભાવો, વિધાર્થીઓ, અને લુહાર સમાજ કારીગર વર્ગને પ્રોત્સાહિત કરવામાં મહત્વનું કાર્ય કરનાર આગવું સંગઠ્ઠન દળ છે જેમના દરેક કાર્ય સમાજ દ્વારા બિરદાવામાં આવે છે, તાજેતરમાં જ તેમણે કુટુંબ એપ સાથે લોગીન કરી લુહાર સમાજની એપ લોન્ચ કરી છે અને ટૂંક સમયમાં આશરે હજારોની સંખ્યામાં લુહાર સમાજના લોકો જોડાઈ પણ ચૂક્યા છે


ત્યારે હાલમાં આ દળ એક લુહાર સમાજની રાજકીય પાર્ટી તરિકે ખ્યાતી પામવા જય રહીયું છે ત્યારે સિંહસ્થ સેના દળનાં મહેનતું અને જોશીલા કાર્યકર પંકજભાઈ રાઠોડ (પીન્ટુભાઈ મિસ્ત્રી) ની જે અગાઉ ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રી તરિકે કાર્યરત હતા તેમની રાષ્ટ્રિય મહામંત્રીશ્રી નિલેશભાઈ પિત્રોડાની અધ્યક્ષતા માં રાષ્ટ્રિય સેનાધ્યક્ષ તરિકે નિમણુંક કરવામાં આવી છે સાથે ટૂંક સમયમાં સિંહસ્થ સેના દ્વારા ગુજરાત પ્રદેશ ટીમ અને બીજાં જિલ્લા ટીમોના સભ્યો પદમાં ધરખમ ફેરફારો સાથે નવી નિમણૂકો આવવાની વાતની પણ લુહાર સમાજ સૂત્રો પાસેથી માહિતિ મળી છે વધુમાં સોશિયલ એક્ટિવ ગૃપ એવું "વિશ્વકર્મા વિચાર મંચ" પણ સિંહસ્થ સેના દળ સાથે જોડાયા હોવાની વાત પણ જાણવા મળી છે, હાલતો લુહાર સમાજમાં યુવા પેઢીનાં ધણા નવા ચહેરાઓ યુવાપ્રતિભા તરિકે ઉભરી આવે તો નવાઈ નહીં...

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 9512171071
Email : alvsindia@gmail.com
















No comments:

Post a Comment