Thursday, November 25, 2021

મોરબીમાં વિનામૂલ્યે 22 મો સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ સોરઠીયા લુહાર વાડીમાં યોજાયો...





મોરબી, ટંકારા, લજાઈમાં વિનામૂલ્યે  બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવામાં આવ્યા.
આયુર્વેદિક જીવનશૈલી અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા  બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શારીરીક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા તથા બાળકોના સ્વાસ્થ્યમાં અનેક ફાયદાઓ કરતા આયુર્વેદિક ટીપા ગુરુવારે મોરબીમાં વિનામૂલ્યે 22 મો સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ સોરઠીયા લુહાર વાડીમાં યોજાયો.


જેમા ૧૦૦૦ જેટલા બાળકોને આ આયુર્વેદિક ટીપા પીવડાવામાં આવ્યા. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તથા સરકારની ગાઈડલાઈનના પાલન સાથે મોરબી, ટંકારા, લજાઈમાં કેમ્પ યોજાયા.


કેમ્પના મુખ્ય આયોજક રાજ પરમારના કહેવા અનુસાર આ કેમ્પમાં રૂક્ષ્મણીબેન (ગીતાબેન) પટેલ, ચંદ્રકાન્તભાઈ, નિતાબેન, તથા ગૌતમભાઈ વામજા, રસ્મિતાબેન પટેલ તથા રાજ પરમારના પુરા પરિવારે પોતાની નિઃસ્વાર્થ સેવા આપી આ કેમ્પમાં સહયોગ આપ્યો.

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com






લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના
સુરત જિલ્લાની નવનિયુક્ત ટીમને અભિનંદન

















No comments:

Post a Comment