Friday, February 4, 2022

ભાર - જિંદગીની વ્યથા આલેખતું કાવ્ય...





ભાર હોય જિંદગી નો કે હોય કોઈએ આપેલા જખ્મ નો...
ભાર તો આખરે ભાર હોય છે ને...??
કેટલું ઝીલે "કોમલ" હ્રદય ભાર પર ભાર...?
ભાર તો આખરે ભાર હોય છે ને...?? 

બાળ ઉંમરે પીઢ થવાનો ભાર...!
ને સમય પેલા આવેલી સમજણ નો ભાર...!
સમજણ સાથે અમુક ત્યાગ નો ભાર...!
તો વળી ત્યાગ ના વળતર મા હર હંમેશ રહી જતી યાદો નો ભાર .....!
ભાર તો આખરે ભાર હોય છે ને..?? 

અશ્રુ થકી વહાવેલો અશ્રુ નો ભાર.....!
વણથંભી પીડા નો ભાર....!
અકલ્પેલી મુસીબત નો ભાર...!
કેટલું ઝીલશે "કોમલ" આંખો અશ્રુ અપાર....?? 

ભાર તો આખરે ભાર જ હોય છે ને..??
પોતાના એજ આપેલા વજ્રઘાત પ્રહાર.....!!
મોકા ની શોધ મા મોકો મળતા કરેલા તીર પ્રહાર....
કેટલા જખ્મ , એકલું "કોમલ" મન કેટલું સહી જાણશે ભાર..?? 

ભાર તો આખરે ભાર જ હોય છે ને..?? 

                                              
લેખક :કોમલ યોગેશભાઈ હરસોરા
ગામ : ચિતલ

 લુહાર સમાજ સમાચાર 
Email : alvsindia@gmail.com




































No comments:

Post a Comment