બંદરીય શહેર માંડવી મધ્યે શ્રી રામ નવમી નિમીતે માંડવીના લુહાર જ્ઞાતિ સમાજ ના લુહારચોક મધ્યે આવેલ શ્રીરામ મંદીર મા રામ જન્મોત્સવ ધામધૂમથી ઉત્સાહ પુર્વક ઉજવવામાં આવ્યો. જેમાં શ્રી લુહાર ચોક યુવક મંડળ અને શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ સાથે મળી ને ભવ્ય આયોજન કરવા માં આવ્યું .
આ કાર્યકમ માં ભગવાન શ્રી રામ ની અખંડ ધૂન , મહા આરતી , અને સહુ રામ ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું . રામ જન્મોત્સવ નિમિતે સવારે ભવાની મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી રામ ના શણગાર , અખંડ ધૂન કરવા માં આવી હતી
સનાતન હિન્દુ ધર્મ ના સર્વે ભક્તો આવ્યા હતા રામ જન્મોત્સવની તૈયારી મા શ્રી લુહાર ચોક યુવક મંડળ ના પ્રમુખ શ્રી હેમાંગ ભાઇ કાનાણી તેમજ શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ ના પ્રમુખ શ્રી શરદભાઈ મારુ અને માંડવી લુહાર સમાજ ના ઉપપ્રમુખ શ્રી અજય ભાઈ આસોડિયા દ્વારા તૈયારી કરવા મા આવી હતી
જેમા લુહાર યુવક મંડળ પિયુષ પંચાલ, હિતેષ મકવાણા, હેત પંચાલ, સુમીત ઉમરાનિયા, ભાવેશ ઉમરાનિયા, સાહિલ ઉમરાનીયા, મંથન આસોડીયા,દીપ આસોડીયા, દિનેશ દાવડા, ધર્મેન્દ્ર ભાઈ પંચાલ, રોહન પિત્રોડા, તેમજ યુવક મંડળ ના તમામ સભ્યોએ જહેમત ઉપાડી હતી આ કાર્યકમ ના મહાપ્રસાદ ની જહેમત કમલ ભાઈ આસોડિયા , અને કાર્યકમ નું સંચાલન નિર્મલ કુમાર આસોડિયા દ્વારા કરવા માં આવ્યું હતું તેમજ સુઉં જ્ઞાતિજનો એ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો

















No comments:
Post a Comment