શ્રી સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ મોરબી દ્વારા શ્રી રામ નવમીના પાવન દિવસે તારીખ: 10/04/2022 રવિવારના રોજ શ્રી સોરઠીયા લુહાર વિશ્વકર્મા વાડી શનાળા રોડ, મોરબી ખાતે "સત્યનારાયણ ભગવાન" ની કથા નું અયોજન કરવામાં આવેલ
અને તમામ સોરઠીયા લુહાર સમાજ મોરબીનાં લોકો આ કથા શ્રવણ કરવાં ઉપસ્થિત રહ્યાં હતાં, આ કથામાં શ્રી સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબીનાં ટ્રસ્ટી મંડળ, કારોબારી મંડલ અને યુવક મંડળ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી
તેમજ શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ મોરબીની સભ્ય નીલાબેન સિધ્ધપુરા, ક્રિષ્નાબેન પીઠવા, ભાવનાબેન વાળા, હેતલબેન પરમાર, આશાબેન પરમાર તેમજ આરતીબેન મકવાણા દ્વારા આ કથા અયોજન માં ભારે જહેમત ઉઠાવાય હતી અને પ્રસાદ સાથે આઇસક્રીમ નું પણ આયોજન કરાયું હતું



































No comments:
Post a Comment