શ્રી અખીલકચ્છીલુહારજ્ઞાતી મહામંડળ દ્રારા આયોજીત ભવ્ય સન્માન સમારોહ તારીખ 26/6/2022 રવીવાર ના રોજ શ્રી અંબાજીમંદીર સેવાટ્રસ્ટ AC હોલ ગાંધીધામ મધ્યે ખુબ સરસ આયોજન કરવામાં આવેલ હતું,
મહામંડળ ના સવઁ ટ્રસ્ટીશ્રીઓ તથા સમાજના મહાનુભવો ના હસ્તે સવારે 10:30કલાકે દીપ પ્રાગટ્ય કરી
કાયઁક્રમ ને ખુલ્લો મુકવામાં આવેલ હતો,
ત્યારબાદ સમાજ ની દીકરીઓ દ્રારા સ્વાગત ગીત ગણેશવંદના રજુ કરવામાં આવેલ જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધેલ હતો, ત્યારબાદ સવઁ પ્રથમ રાષ્ટ્રગીત ગાઇને કાયઁક્રમ ને આગળ વધારવામાં આવેલ હતું
સવઁ પ્રથમ મહામંડળ ની જુની વીદાય લઇ રહેલ કમીટી ની ફેરવેલ સેરેમની (વીદાયમાન) યોજાયેલ જેમાં ટ્રસ્ટી થી કરીને ખજાનચી પદ ની સેવા આપેલ તમામ હોદેદારો નું મોમેન્ટોસ તથા શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ હતું..તથા તેમણે છેલ્લા દસવષઁ માં ખુબ સુંદર સેવા આપેલ તે બદલ તેમનું શાબ્દીક આભાર પણ વ્યક્ત કરવામાં આવેલ હતું, તથા બહારગામ થી આવેલ તમામ કચ્છીલુહારજ્ઞાતી મંડળ ના પ્રમુખશ્રીઓ તથા મહેમાનશ્રીઓ નું પણ શાલસન્માન કરવામાં આવેલ હતું,, મહામંડળ ના ટ્રસ્ટીશ્રી કીશોરભાઈ ડુંગરશીભાઈ મકવાણા એ પોતાના ઉદબોધન માં અત્યાર સુધી થયેલ તમામ કાયોઁ ની પ્રશંસા કરતા જણાવેલ કે સમાજ ના સૌ ના સહીયારા પ્રયાસ થી આટલું મજબુત મહામંડળ ની રચના થયેલ છે તથા સમાજ આવી રીતે જ સંગઠીત બની કાયોઁ કરતુ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરેલ હતી,
સમાજ ની દીકરીઓ દ્વારા સાંસ્કૃતીક કાયઁક્રમો રજુ કરવામાં આવેલ હતા જેને સૌ એ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધેલ હતું, ત્યારબાદ બપોરે ભોજનસમારંભ યોજવામાં આવેલ હતો તથા સુંદર વ્યવસ્થા ભોજન માટે ગોઠવેલ હતી,,
ત્યારબાદ સમાજ ના તેજસ્વી તારલાઓ કે જેમણે માસ્ટર ડીગ્રી મેળવેલ છે તેવા સૌ નું મોમેન્ટોસ અને લેપટોપ બેગ આપી સન્માન સમાજ ના દાતાશ્રીઑ તથા અગ્રણીઓ દ્રારા કરવામાં આવેલ હતું,
મહામંડળ ના નવનીયુક્ત પ્રમુખશ્રી અશ્ર્વીનભાઇ પઢારીયાએ પોતાના ઉદબોધન માં સૌ પ્રથમ ટ્રસ્ટીશ્રી નો આભાર વ્યક્ત કરેલ કે જેમણે નવયુવાન ટીમ ઉપર વિશ્ર્વાસ મુકી ને મહામંડળ ની કમાન સોંપેલ, ત્યારબાદ મહામંડળ ને નવું વીઝન આપી સમાજ ને સંગઠીત કરી મેડીકલ સહાય માં આપણે કેવી રીતે કાયઁ કરી શકીશુ તેની માહીતી આપી હતી, સમગ્ર કચ્છ માં એક સમુહલગ્ન મહામંડળ ના નેજા હેઠળ યોજાય તેવી રજુવાત કરેલ હતી, યુવાનો ને ખાસ સમાજઉપયોગી કાયોઁ કરવા તેવુ સુચન આપેલ હતું તથા વીવીધ સામાજીક મુદા ઉપર પોતાનું ધારદાર વક્તવ્ય રજુ કરેલ હતું જેમને સૌ જ્ઞાતીજનો એ વધાવી લીધેલ હતું,
ત્યારબાદ મોટીવેશનલ સ્પીચ માં ગાંધીધામ ના હેતલબેન પરમારે ખુબ આધુનીક સમય માં દીકરીઓને એજ્યુકેશન ની સાથે સાથે પરીવાર, સમાજ માં કેવીરીતે યોગદાન આપવુ તેની ઉપર પોતાના મંતવ્યો રજુ કરેલ હતા, પરેશભાઇ પઢારીયાએ પણ ખુબ સુંદર મોટીવેશનલ સ્પીચ ધમઁ ની સાથે આજના યુવાનો ધર પરીવાર ના માહોલ ની સાથે કેમ એડજસ્ટ નથી થઇ શકતા અને વાલીઓ ને પણ છોકરાઓ ને કેમ ઉત્સાહ માં રાખવા તેની સમજ આપેલ હતી, તથા આજના યુગમાં જનરેશન ગેપ ને કેમ હેન્ડલ કરવું તે બાબત ની સરસ સમજણ આપેલ હતી,
મહીલા મંડળ ના પ્રમુખ હીનાબેન ઉમરાણીયા એ પણ પોતાની સ્પીચ માં સમાજની દીકરીઓ માટે ખુબ સુંદર નવા આયોજનો કરીશું તેવી માહીતી આપેલ હતી, ત્યાર બાદ અખીલ કચ્છ નવ યુવક મંડળ ના પ્રમુખ પ્રદીપ પરમાર ની સાથે હેતલબેન પરમાર , સમાજ ના નાના બાળકો ની સાથે સુંદર વેશભુષા માં દેશભક્તી નું ગીત પ્રસ્તુત કરેલ હતું જેને સમગ્ર લોકોએ તાળીઓ ના ગડગડાટ ની સાથે વધાવી લીધેલ હતું,, છેલ્લે જેની સૌ ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા હતા તેવી વેલકમ સેરેમની પ્રસ્તુત કરવામાં આવેલ હતી જેમાં રેડ કારપેટ પર સૌ પ્રથમ મહામંડળ ના ટ્રસ્ટીશ્રીઓ, ત્યારબાદ મુખ્ય કારોબારી સમીતી , મહીલામંડળ , અને છેલ્લે નવયુવકમંડળ ને રેડકારપેટ પર વોક કરી સ્ટેજ સુધી દોરી જવામાં આવેલ હતા જ્યાં તેમનું સૌ નું પરીચય આપી ધમાકેદાર કોલ્ડફાયર ઇવેન્ટ યોજવામાં આવેલ હતી જે સૌ પ્રથમ સમાજ ના કાયઁક્રમ માં યોજવામાં આવેલ હતી,
જેને જોઇ સૌ મંત્રમુગ્ધ થઇ ગયેલ હતા,, છેલ્લે સમગ્ર ઇવેન્ટ ની આભારવીધી મહામંડળ ના ઉપપ્રમુખશ્રી પરેશભાઇ પીત્રોડા (અમદાવાદ) એ કરી સૌ નો આભાર વ્યક્ત કરેલ હતો,, સમગ્ર કાયઁક્રમ માં મ્યુઝીક સાઉન્ડ ની ની :શુલ્ક સેવા શ્રી અમીતભાઇ પરમાર દ્રારા આપવામાં આવેલ હતી,,
કાયઁક્રમ ના માગઁદશઁક ટ્રસ્ટી એવા કીશોરભાઈ મકવાણા, કીતીઁભાઇ પરમાર, શીવજીભાઇ ઉમરાણીયા, પ્રવીણભાઇ ઉમરાણીયા, ખુશાલભાઇ વાધેલા ખુબ સુંદર માગઁદશઁન આપેલ હતું તથા
સમગ્ર આયૉજન પ્રમુખશ્રી અશ્ર્વીનભાઇ પઢારીયા, ઉપપ્રમુખશ્રી સુરેશભાઇ પરમાર, મંત્રીશ્રી સંદીપભાઇ પીત્રોડા, મહામંત્રી વીશાલભાઇ મકવાણા, તથા સૌ કારોબારી સભ્યો ના સહીયારા પ્રયાસોથી ખુબ સુંદર રીતે પાર પાડવામાં આવેલ હતો,,
સમગ્ર કાયઁક્રમ નું સંચાલન - સ્ટેજ મેનેજમેન્ટ પ્રદીપ પરમાર - હેતલબેન પરમાર- પરેશભાઇ પઢારીયા દ્રારા કરવામાં આવેલ હતું,, રસોડા વીભાગ કીશોરભાઇ પરમાર- વીપુલરાઠોડ - મેહુલપીત્રોડા- અજય આસોડીયા- મહેશપીત્રોડા દ્રારા સંભળવામાં આવેલ હતું તથા કેશ કાઉન્ટર વ્યવસ્થા વીરલ ઉમરાણીયા ,સચીન પીત્રોડા, સુમીત સીધ્ધપુરા , અનીલપરમાર તથા પુષ્પાબેન વગેરે એ સંભાળેલ હતી,, છેલ્લે પ્રદીપ પરમાર દ્રારા સાંજે 6:30 કલાકે સૌ ના આભાર વ્યક્ત કરી કાયઁક્રમ સમાપન ની જાહેરાત કરવામાં આવેલ હતી,,
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
























No comments:
Post a Comment