લુહાર કુલભૂષણ સંતશ્રી દેવતણખી દાદાના જન્મસ્થળ બોખીરાધામ વીશે સમાજના દરેક વ્યક્તિને જાણ થાય તેના માટે દરેક સમાજિક તહેવાર તથા પ્રસંગે બોખીરા ધામ ટ્રસ્ટ દ્વારા ખુબ મહેનત કરવામા આવે છે.
સંત દેવતણખી દાદા ના જન્મસ્થળથી લોકો પરીચીત થાય તેના અનુસંધાનમા બોખીરા ધામમાં તારીખ: 01/07/2022 શુક્રવાર અષાઢી બીજના રોજ મંદિરનાં પ્રાગરણ માં ભવ્ય ઉત્સવ કાર્યક્રમનુ આયોજન હાથ ધરવામા આવ્યુ હતું.
જેમાં દરેક જગ્યા ઉપર દિશા સૂચન બોર્ડ લગાવામાં આવ્યા હતા. સાથે સાથે લુહારજ્ઞાતિમાં સર્વપ્રથમ વખત સર્વનિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ નું પણ સુંદર આયોજન હતું.
તેમજ આગલી રાત્રે ભજન સંધ્યા તેમજ બીજનાં રોજ બપોરે સંતવાણી પ્રોગામમાં પણ બહોળી સંખ્યામાં લુહાર સમાજ સાથે ભક્ત જનોએ લાભ લીધો હતો, ટૂંકમાં કહીયે ખુબ સરસ આયોજન રહ્યું.
જોકે હર સાલ બોખીરાધામ મંદિરમા બહારગામથી આવતા યાત્રિકોને સારો આવકાર સાથે કોઈ તકલીફ ના પડે તેના માટે પૂરતું ધ્યાન પણ રાખવામાં આવે છે.
જૉકે મહોત્સવ ઉત્સવ કાર્યક્રમ સફળતા પૂર્વક પુર્ણ થતાં બોખીરા ટ્રસ્ટ મંડળ દ્વારા ઉપસ્થિત રહેલ દરેક મહાનુભાવો નો આભાર વ્યક્ત કર્યો હતો.
મારી એક સમાજનાં પત્રકાર તરિકે દરેક મિત્રોને એક અનુરોધ છે કે આવતી સાલ અષાઢીબીજ મહોત્સવ માં આપ સર્વ લુહારજ્ઞાતિ જનો પણ પધારી પ્રસંગ માળી ધન્યતા અનુભવો અને વર્ષ દરમિયાન પણ જ્યારે મન થાઈ ત્યારે પણ બોખીરા ધામ જરૂરથી જજો તથા સંત દેવતણખી દાદાના જન્મસ્થળ બોખીરા ધામ (પોરબંદર) નો મહિમા જાણી બીજાં જ્ઞાતિજનો ને પણ માહિતગાર કરશો..
- પત્રકાર મયુરધ્વજ પિત્રોડા
LL.B./Journalist
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com
લુહાર સમાજ સમાચાર દ્વારા પ્રકાશિત કરવામાં આવનાર દરેક સમાચાર, ઉત્સવ નોંધ કે પ્રકાશિત પોસ્ટ સંબધિત આપનાં સૂચનો તથા મંતવ્યો આવકાર્ય છે































No comments:
Post a Comment