આમતો મોરબી લુહાર સમાજનાં સ્ટુડન્ટ્સ છાસવારે સમાજમાં અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજમાં ચમકતાં રહે છે ત્યારે આજ એક વધું નામ પોતાની મહેનત સાથે ખુમારીની સિધ્ધિ મેળવી લુહાર સમાજનાં ગૌરવ દર્શાવતી યાદીમાં ઉમેરાયું છે..
પ્રાપ્ત માહિતી મુજબ મુળ લજાઈ અને હાલ મોરબી સ્થાઈ મધ્યમવર્ગય લુહાર પરિવારની દિકરી ધારા પ્રવીણભાઈ મારૂ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયેલ BCA sem 1 ની પરિક્ષા આપી હતી. (ધારા મોરબી R.O. પટેલ વુમન કોલેજની સ્ટુડન્ટ્સ છે.) જેમાં પોતાની જાત મહેનત, લગન અને ખુમારીથી વગર ટ્યુશન કે એક્સ્ટ્રા કલાસ વગર BCA sem-1 ની વર્ષ-2022 ની પરિક્ષા પાસ કરી અને એટલુજ નહિ પરંતુ 88.83% સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થઈ પોતાનાં માતા મીનાક્ષીબેન પ્રવીણભાઈ મારૂ, પિતા પ્રવીણભાઈ જયંતીભાઈ મારૂ તથા સમસ્ત મારૂ લુહાર પરિવાર મોરબી સાથે લુહાર સમાજ મોરબીનાં નામને પણ રોશન કર્યું છે,.
ત્યારે ધારા પ્રવીણભાઈ મારૂને આ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી, લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાનાં મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાજેશભાઈ વી. પિત્રોડા દ્વારા સિંહસ્થ સેનાનો વિર્ધાર્થી વર્ગ માટેનો સૌથી મોટો અવોર્ડ તેવો લુહાર સમાજ વિર્ધાર્થી રત્ન એવોર્ડ - 2022 ધારા પ્રવીણભાઈ મારૂ ને આપવાની જાહેરાત કરાઈ છે
ત્યારે લુહાર સમાજ સમાચાર સાથે સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબી, સિંહસ્થ સેના મોરબી, શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી સાથે શ્રી સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબીનાં ટ્રસ્ટી મંડળ દ્વારા પણ કું. ધારા પ્રવીણભાઈ મારૂ ને તેમની સિધ્ધિ બદલ ખુબ ખુબ શુભકામનાઓ સાથે શુભેકછાઓ પાઠવી છે..
પત્રકાર જયદિપ પિત્રોડા મોરબી.
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com






















No comments:
Post a Comment