Tuesday, November 15, 2022

સિંહસ્થ નારી શક્તિ દળની રાષ્ટ્રીય મહાઅધ્યક્ષશ્રી રક્ષાબેન રાઠોડ નો આજ જન્મ દિવસ...




















લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના રચિત સિંહસ્થ નારી શક્તિ દળ સમિતિનાં મહાઅધ્યક્ષશ્રી તથા સિંહસ્થ સેના દળના રાષ્ટ્રીય બોર્ડ મેમ્બર શ્રી રક્ષાબેન રાઠોડનો આજ જન્મ દિવસ છે 


અન્ય દરેક સમાજમાં મહિલા સમાજિક કાર્ય ક્ષેત્રે આગળ વધતી જોવા મળે છે સામાજિક કાર્યમાં મહિલા સક્રિય બને અને સમાજમાં ઉત્કર્ષ સેવાનું ઉદાહરણ પૂરું પાડે એવા પ્રયત્નો કરવા માટે 2019 ની સાલમાં શ્રી રક્ષાબેન રાઠોડનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ લુહાર સમાજની બહેનો આત્મનિર્ભર બને કોઈ બહેનો ને આર્થિક સહકારની જરૂર હોઈ તથા પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે લુહાર સમાજની મહિલા શક્તિને મજબુત બનાવવા હેતુથી સિંહસ્થ નારી શક્તિ દળની રચના કરવામાં આવી હતી હાલ ગુજરાતનાં દરેક મોટાં શહેરો અને ગામડાઓ માંથી અસંખ્ય લુહાર સમાજની બહેનો અને દીકરીઓ સિંહસ્થ નારી શક્તિ દળ માં જોડાઈ ચુકી છે 

અને આ નારી શક્તિ સમિતિનાં મુખ્ય પ્રધાન શ્રી રક્ષાબેન મહેન્દ્રભાઈ રાઠોડનો આજ જન્મ દિવસ હોઈ તેમને સિંહસ્થ નારી શક્તિ દળની દરેક શહેરો ગામોની મહિલા સભ્યો, લુહાર સમાજનાં દરેક વાડી, બોર્ડિંગ અને ધર્મશાળાનાં ટ્રસ્ટો અને અગ્રણીઓ તેમને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહિયા છે ત્યારે લુહાર સમાજ સમાચાર પત્ર પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ..

લુહાર સમાજ સમાચાર પત્ર
મોં.- 9512171071
Email : alvsindia@gmail.com



Thursday, November 10, 2022

સમસ્ત લુહાર સમાજની રાષ્ટ્રીય પાર્ટી લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના નાં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી શ્રી રાજુભાઈ કવાનો આજ રોજ જન્મ દિવસ...










લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના (સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી) નાં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી શ્રી રાજુભાઈ કવાનો આજ રોજ જન્મ દિવસ છે ત્યારે ગુજરાત ભરના લુહારજ્ઞાતિ ટ્રસ્ટ, મંડળ, ધર્મશાળા, બોડિંગ અને લુહાર સમાજના અગ્રણી મિત્રો આજ સવારથી શ્રી રાજુભાઈ કવાને તેમનાં મોબાઈલ નંબર પર ફોન દ્વારા તેમજ whatsapp મેસેજ દ્વારા જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહિયા છે.


થોડાં દિવસો પહેલાંજ શ્રી રાજુભાઈ કવા દ્વારા LYS-SS નાં જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિનેશભાઈ પીઠવા તથા જુનાગઢ જિલ્લા પ્રમુખશ્રી મનોજભાઈ વાધેલા સાથે બે દિવસીય અમરેલી જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે સાવરકુંડલા, રાજુલા, ઉના, બાબરા, તાલાલા, તેમજ અમોદ્રા (સંત મૂળદાસ જન્મ ભુમિ) નાં લુહાર ટ્રસ્ટી અને અગ્રણીઓ સાથે મુલાકાત કરી સમાજને પ્રગતિ અને વિકાસનાં પંથે કંઈ રિતે વેગવાન બનાવવો તે અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું, સાથે તાજેતરમાં સાત મહિના પહેલાં સોમનાથ ખાતે શ્રી પ્રભાસ પાટણ લુહાર ધર્મશાળા ખાતે લુહાર સમાજનાં સોરઠ તથા ભાલકા પ્રદેશના લુહારજ્ઞાતિ બંધુઓની જંગી મહાસભાયોજી લુહાર સમાજના જુનાગઢ જિલ્લા તથા ગીર સોમનાથ જિલ્લાના આશરે તમામ લુહાર સમાજ ટ્રસ્ટ એને ધર્મશાળાઓને  સિંહસ્થ સેનામાં સમાવી પાર્ટી સંગઠ્ઠન મજબુત બનાવ્યું હતું 


વધુમાં જણાવ્યું હતું કે હાલ પણ ગુજરાત પ્રદેશનાં તમામ જિલ્લાઓ નાં લુહાર સમાજ ટ્રસ્ટ, મંડળ તેમજ ધર્મશાળા ઓને સિંહસ્થ સેનામાં સમાવી એક મજબુત પાર્ટી નિર્માણનું કાર્ય ચાલુજ છે, અને આગામી દિવસોમાં અમે સમાજનાં ઉદ્યોગ સાહસિકોને નવો વેગ અને નવી દિશા મળે તે માટે લુહાર સમાજ નાં નાનામાં નાનાં વેપારી કે જે પોતાનો પર્સનલ વ્યવસાય ધરાવતાં હોઈ તેવાં લોકો પણ ભાગ લઈ શકે તેવાં આશય સાથે 2023નાં નવાં વર્ષમાં અમો લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દ્વારા બિઝનેસ એક્સ્પો નું અનેરૂ આયોજન કરી રહિયા છીએ તેમ શ્રી રાજુભાઈ કવા-ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રીએ આજ પોતાની યાદીમાં જણાવયું હતું..

હાલ શ્રી રાજુભાઈ કવાને આજ તેમનાં જન્મ દિવસ નિમિત્તે બધાં શુભકામનાઓ પાઠવી રહિયા છે ત્યારે લુહાર સમાજ સમાચાર પત્ર પરિવાર પણ તેઓને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવીએ છીએ...


લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email - alvsindia@gmail.com




Monday, November 7, 2022

પિત્રોડા પરિવાર બાલવી માતાજી મઢ નેકનામ ગામે સમસ્ત પિત્રોડા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો...














પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના  મીતાણા ગામ પાસે આવેલ નેકનામ ગામમાં વર્ષોથી પિત્રોડા પરિવારનાં કુળદેવીશ્રી બાલવીમાં અને બુટ ભવાની માતાનો મઢ આવેલ છે 


જયાં કાર્તિક પૂર્ણિમા પર્વ નિમિત્તે સમસ્ત પિત્રોડા પરિવાર દ્વારા શ્રીબાલવી માતાના મઢ નેકનામ ગામે તારીખ: 08/11/22 મંગળવારે વહેલી સવારથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું


જેમાં આજ બહોળી સંખ્યામાં પિત્રોડા પરિવારનાં કુટુંબી જનોએ ભાગ લઈ હર્ષઉલાસ સાથે આ નવચંડી યજ્ઞપુર્ણ કરવામાં આવ્યો છે 


અને ત્યારબાદ સમુહ ભોજનનું પણ અયોજન કરેલ હોય સૌએ સમુહ પ્રસાદ પણ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી...

લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
કોન્ટેક : 9512171071
Email: alvsindia@gmail.com





Sunday, November 6, 2022

રાજકોટ ખાતે ચકચારી શ્રી સૌરાષ્ટ્ર સમસ્ત લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ (લુહાર વિદ્યાર્થી ભૂવન રાજકોટ) ની ચૂંટણી પરિણામ જાહેર જાણો સંપૂર્ણ અહેવાલ...
















મહત્વ પુર્ણ સમાચાર..
રાજકોટ ખાતે શ્રી સૌરાષ્ટ્ર સમસ્ત લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ (લુહાર વિદ્યાર્થી ભૂવન રાજકોટ) ની ચૂંટણી તાઃ ૦૬/૧૧/૨૨ ને રવિવારનાં રોજ જાહેર થયેલ હતી,


જેમાં મુખ્ય ચુંટણી અધિકારી તરિકે સમાજ સેવક સાથે ચંડી ચામુંડા અતિથી ભવન ચોટીલાના ટ્રસ્ટી અને રાઠોડ મશીન (તિરૂપતિ બ્રાન્ડ) નાં માલિક શ્રી અશોકભાઈ રાઠોડ - રાજકોટ ની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.


સમાજની એકતા અને અખંડીતતા જાળવવા, શિક્ષણનો વ્યાપ વધારવા, છેવાડાનાં લુહાર સમાજનાં સભ્યોનાં સર્વાગી વિકાસને વેગ આપવા આપણા સમસ્ત લુહાર સમાજનાં આધારસ્તંભ અને મૂક સેવકોને આપનો કિમતી અને પવિત્ર મત આપી સમાજનાં સર્વાંગી વિકાસનાં સહયોગી બનવા બદલ તમામ મતદાતા ઓનો બંને પેનલના સભ્યો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે,
જોકે આ ચૂંટણી કાર્ય કોઈ પણ અડચણ કે વાદવિવાદ વગર શાંતિ પૂર્ણ માહોલમાં પાર પડ્યું હતું જેમનો સંપૂર્ણ શ્રેય શ્રી ચૂંટણી નિયામક અધિકારી અશોકભાઈ રાઠોડના ફાળે જાય છે..


આ ચૂંટણીમાં મુખ્ય ત્વે બે પેનલો જાહેર થઈ હતી જેમાં 
1, સમસ્ત લુહાર વિકાસ પેનલ
નિશાન - "ઉગતો સુરજ"
2, દેવરાજભાઈ કવા પ્રેરિત શ્રી પ્રવીણભાઈ પી. પરમાર ની પેનલ
નિશાન - "એરણ"


મતદાન તારીખ: 06-11-2022 રવિવાર,
સમય: સવારે 09 થી સાંજે 06 વાગ્યાં સુઘી,
સ્થળ: રાષ્ટ્રીય શાળા, લુહાર વિર્ધાર્થી ભુવનની સામે, 
રાજકોટ.
ટોટલ જાહેર થયેલ મતદાતા ઓની સંખ્યા - 4940
ચૂંટણીમાં થયેલ ટોટલ મતદાન - 1697
મતદાન ટકાવારી - 42%


પેનલ નંબર 1 - સમસ્ત લુહાર વિકાસ - 
પેનલ 1 ને મળેલ મત = 848
પેનલ નંબર 2 - દેવરાજભાઈ કવા પ્રેરિત શ્રી પ્રવીણભાઈ પી. પરમાર ની પેનલ
મળેલ મત = 826


ચૂંટણીમાં રદ થયેલ મત સંખ્યા= 23

જેમાંચૂંટણી અધિકારી શ્રી અશોકભાઈ રાઠોડ દ્વારા આપેલ માહિતી અનુસાર ચૂંટણીના રોજ ટોટલ 22 મતો ની બહુમતિ સાથે સમસ્ત લુહાર વિકાસ પેનલ (મુખ્ય પ્રધાન - કમલેશભાઈ સિધ્ધપુરા) વિજેતા થયેલ છે જેમની સમસ્ત લુહાર સમાજ જ્ઞાતિજનો નોંધ લેશો...

લુહાર સમાજ સમાચાર
મોં. 9512171071
પત્રકાર મયુરધ્વજ પિત્રોડા
Email: alvsindia@gmail.com