લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના (સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી) નાં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી શ્રી રાજુભાઈ કવાનો આજ રોજ જન્મ દિવસ છે ત્યારે ગુજરાત ભરના લુહારજ્ઞાતિ ટ્રસ્ટ, મંડળ, ધર્મશાળા, બોડિંગ અને લુહાર સમાજના અગ્રણી મિત્રો આજ સવારથી શ્રી રાજુભાઈ કવાને તેમનાં મોબાઈલ નંબર પર ફોન દ્વારા તેમજ whatsapp મેસેજ દ્વારા જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહિયા છે.
થોડાં દિવસો પહેલાંજ શ્રી રાજુભાઈ કવા દ્વારા LYS-SS નાં જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિનેશભાઈ પીઠવા તથા જુનાગઢ જિલ્લા પ્રમુખશ્રી મનોજભાઈ વાધેલા સાથે બે દિવસીય અમરેલી જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે સાવરકુંડલા, રાજુલા, ઉના, બાબરા, તાલાલા, તેમજ અમોદ્રા (સંત મૂળદાસ જન્મ ભુમિ) નાં લુહાર ટ્રસ્ટી અને અગ્રણીઓ સાથે મુલાકાત કરી સમાજને પ્રગતિ અને વિકાસનાં પંથે કંઈ રિતે વેગવાન બનાવવો તે અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું, સાથે તાજેતરમાં સાત મહિના પહેલાં સોમનાથ ખાતે શ્રી પ્રભાસ પાટણ લુહાર ધર્મશાળા ખાતે લુહાર સમાજનાં સોરઠ તથા ભાલકા પ્રદેશના લુહારજ્ઞાતિ બંધુઓની જંગી મહાસભાયોજી લુહાર સમાજના જુનાગઢ જિલ્લા તથા ગીર સોમનાથ જિલ્લાના આશરે તમામ લુહાર સમાજ ટ્રસ્ટ એને ધર્મશાળાઓને સિંહસ્થ સેનામાં સમાવી પાર્ટી સંગઠ્ઠન મજબુત બનાવ્યું હતું
વધુમાં જણાવ્યું હતું કે હાલ પણ ગુજરાત પ્રદેશનાં તમામ જિલ્લાઓ નાં લુહાર સમાજ ટ્રસ્ટ, મંડળ તેમજ ધર્મશાળા ઓને સિંહસ્થ સેનામાં સમાવી એક મજબુત પાર્ટી નિર્માણનું કાર્ય ચાલુજ છે, અને આગામી દિવસોમાં અમે સમાજનાં ઉદ્યોગ સાહસિકોને નવો વેગ અને નવી દિશા મળે તે માટે લુહાર સમાજ નાં નાનામાં નાનાં વેપારી કે જે પોતાનો પર્સનલ વ્યવસાય ધરાવતાં હોઈ તેવાં લોકો પણ ભાગ લઈ શકે તેવાં આશય સાથે 2023નાં નવાં વર્ષમાં અમો લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દ્વારા બિઝનેસ એક્સ્પો નું અનેરૂ આયોજન કરી રહિયા છીએ તેમ શ્રી રાજુભાઈ કવા-ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રીએ આજ પોતાની યાદીમાં જણાવયું હતું..
હાલ શ્રી રાજુભાઈ કવાને આજ તેમનાં જન્મ દિવસ નિમિત્તે બધાં શુભકામનાઓ પાઠવી રહિયા છે ત્યારે લુહાર સમાજ સમાચાર પત્ર પરિવાર પણ તેઓને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવીએ છીએ...
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email - alvsindia@gmail.com












No comments:
Post a Comment