મહત્વ પુર્ણ સમાચાર..
રાજકોટ ખાતે શ્રી સૌરાષ્ટ્ર સમસ્ત લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ (લુહાર વિદ્યાર્થી ભૂવન રાજકોટ) ની ચૂંટણી તાઃ ૦૬/૧૧/૨૨ ને રવિવારનાં રોજ જાહેર થયેલ હતી,
જેમાં મુખ્ય ચુંટણી અધિકારી તરિકે સમાજ સેવક સાથે ચંડી ચામુંડા અતિથી ભવન ચોટીલાના ટ્રસ્ટી અને રાઠોડ મશીન (તિરૂપતિ બ્રાન્ડ) નાં માલિક શ્રી અશોકભાઈ રાઠોડ - રાજકોટ ની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.
સમાજની એકતા અને અખંડીતતા જાળવવા, શિક્ષણનો વ્યાપ વધારવા, છેવાડાનાં લુહાર સમાજનાં સભ્યોનાં સર્વાગી વિકાસને વેગ આપવા આપણા સમસ્ત લુહાર સમાજનાં આધારસ્તંભ અને મૂક સેવકોને આપનો કિમતી અને પવિત્ર મત આપી સમાજનાં સર્વાંગી વિકાસનાં સહયોગી બનવા બદલ તમામ મતદાતા ઓનો બંને પેનલના સભ્યો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે,
જોકે આ ચૂંટણી કાર્ય કોઈ પણ અડચણ કે વાદવિવાદ વગર શાંતિ પૂર્ણ માહોલમાં પાર પડ્યું હતું જેમનો સંપૂર્ણ શ્રેય શ્રી ચૂંટણી નિયામક અધિકારી અશોકભાઈ રાઠોડના ફાળે જાય છે..
આ ચૂંટણીમાં મુખ્ય ત્વે બે પેનલો જાહેર થઈ હતી જેમાં
1, સમસ્ત લુહાર વિકાસ પેનલ
નિશાન - "ઉગતો સુરજ"
2, દેવરાજભાઈ કવા પ્રેરિત શ્રી પ્રવીણભાઈ પી. પરમાર ની પેનલ
નિશાન - "એરણ"
મતદાન તારીખ: 06-11-2022 રવિવાર,
સમય: સવારે 09 થી સાંજે 06 વાગ્યાં સુઘી,
સ્થળ: રાષ્ટ્રીય શાળા, લુહાર વિર્ધાર્થી ભુવનની સામે,
રાજકોટ.
ટોટલ જાહેર થયેલ મતદાતા ઓની સંખ્યા - 4940
ચૂંટણીમાં થયેલ ટોટલ મતદાન - 1697
મતદાન ટકાવારી - 42%
પેનલ નંબર 1 - સમસ્ત લુહાર વિકાસ -
પેનલ 1 ને મળેલ મત = 848
પેનલ નંબર 2 - દેવરાજભાઈ કવા પ્રેરિત શ્રી પ્રવીણભાઈ પી. પરમાર ની પેનલ
મળેલ મત = 826
ચૂંટણીમાં રદ થયેલ મત સંખ્યા= 23
જેમાંચૂંટણી અધિકારી શ્રી અશોકભાઈ રાઠોડ દ્વારા આપેલ માહિતી અનુસાર ચૂંટણીના રોજ ટોટલ 22 મતો ની બહુમતિ સાથે સમસ્ત લુહાર વિકાસ પેનલ (મુખ્ય પ્રધાન - કમલેશભાઈ સિધ્ધપુરા) વિજેતા થયેલ છે જેમની સમસ્ત લુહાર સમાજ જ્ઞાતિજનો નોંધ લેશો...
લુહાર સમાજ સમાચાર
મોં. 9512171071
પત્રકાર મયુરધ્વજ પિત્રોડા
Email: alvsindia@gmail.com



















No comments:
Post a Comment