Monday, June 26, 2023

શેઠશ્રી હરિચંદ મંછારામ તિજોરીવાળા પંચાલની ૧૦૦મી પૂણ્યતિથિ વર્ષ નિમિત્તે સમસ્ત પંચાલ સમાજ માટે ભાવનગર ખાતે લુહાર સમાજના વિદ્યાર્થિઓને શિક્ષણકીટ વિતરણ કરવામાં આવેલ..


































માહીતી મુજબ તા ૨૫-૦૬-૨૩ ને રવિવારે વિશ્વકર્મા ટુડે કાર્યાલય ભાવનગર ખાતે સમસ્ત પંચાલ સમાજ માટે વિસનગર સ્થિત આવેલ શેઠશ્રી હરિચંદ મંછારામ તિજોરીવાળા પંચાલ ધર્મશાળા-અંબાજી અને પંચાલ બોર્ડિંગ-વિસનગર  ટ્રસ્ટ દ્વારા શેઠશ્રી હરિચંદ મંછારામ તિજોરીવાળા પંચાલ ની ૧૦૦મી પૂણ્યતિથિ વર્ષ નિમિત્તે સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધે અને બાળકો શિક્ષણ તરફ વળે તે હેતુ થી સમાજના  બાળકોને શિક્ષણકીટ (જેમાં સ્કૂલ બેગ,પાણીની બોટલ, કંપાસ,પેન,પેન્સિલ રબર તેમજ ચોપડા સાથે નાના બાળકોને ચોકલેટ વી.) નું  વિસનગર અમદાવાદ ,સુરત, ભાવનગર સ્થળે વિતરણ કરવામાં આવેલ.જેમાં ભાવનગર શહેરની જ્ઞાતિની સઘળી જવાબદારી ભરત રાઠોડ તંત્રીશ્રી વિશ્વકર્મા ટુડે દ્વારા સંભાળેલ અને કીટ વિતરણ માટેના ફોર્મ અને પરિણામની નકલ ટ્રસ્ટને મોકલેલ.


ત્યાંના વહીવટકર્તા શ્રી અશ્વિનભાઈ પંચાલ (પ્રમુખશ્રી : શેઠશ્રી હરિચંદ મંછારામ તિજોરીવાળા પંચાલ અંબાજી) દ્વારા  ફોર્મ ભરેલ દરેક વિદ્યાર્થીઓને શિક્ષણકીટ મોકલેલ.જેનો વિધિવત કીટ વિતરણ કાર્યક્રમ દાતાશ્રીની દિલેરી શિક્ષણસેવાને બિરદાવવાભાવનગરના જ્ઞાતિ આગેવાનો સર્વશ્રી વલ્લભભાઈ હરસોરા(પૂર્વ પ્રમુખ લુહાર જ્ઞાતિ ભાવનગર), આશિષભાઇ રાઠોડ (પ્રમુખશ્રી પી.સી.પરમાર છાત્રાલય ભાવનગર),દેવરાજભાઈ ચુડાસમા, જીવન ભાઈ હરસોરા,ભરતભાઈ ચુડાસમા(ઉપપ્રમુખશ્રી પી.સી.પરમાર છાત્રાલય ભાવનગર),નરેશભાઈ હરસોરા, શૈલેષભાઈ હરસોરા,જયદેવભાઈ ચુડાસમા( કારોબારી સભ્યશ્રી લુહાર જ્ઞાતિ ભાવનગર),દિલીપભાઈ ચૌહાણ,હિતેશભાઈ પરમાર,યોગેશ ચૌહાણ,યોગેશ પરમાર ( હકાભાઈ), તરુણભાઇ ડોડીયા,ભાનુબેન ચૌહાણ, હર્ષિતાબેન રાઠોડ તેમજ નામી અનામી આગેવાનો જ્ઞાતિબંધુઓની ઉપસ્થિતિમાં રાખેલ.


કાર્યક્રમની શરૂઆત ભરતભાઈ રાઠોડ તંત્રીશ્રી વિશ્વકર્મા ટુડે અને ભાવનગરના સમાજસેવક શ્રી શૈલેષભાઈ હરસોરા દ્વારા કરવામાં આવી હતી.જેમાં વિસનગરના સેવાભાવી શેઠશ્રી સ્વ.હરિચંદ મંછારામ તિજોરીવાળા પંચાલ (ધર્મશાળા અંબાજી અને પંચાલ બોર્ડિંગ વિસનગર) ના સેવાકીય કાર્યોને યાદ કરી તે સ્વર્ગીય આત્મા માટે બે મિનિટ મૌન પાળી સ્વ ના આત્માને ચિર શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


ત્યારબાદ ભાવનગરના જ્ઞાતિ આગેવાનોની ઉપસ્થિતિમાં હાજર રહેલ વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવેલ.અંબાજી ધર્મશાળા અને વિસનગર પંચાલ બોર્ડિંગનાં વહીવટકર્તા અને પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પંચાલ તથા તેમની ટીમને કુશળ સેવા માટે સહુએ અભિનંદન સહ સારી શુભકામના પાઠવેલ.


કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાવનગરના સેવાભાવી શ્રી ભરતભાઈ મકવાણા (જયટેક એન્જી.વાળા)દ્વારા ગરમા ગરમ ફરાળી કચોરીનાં અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ.કાર્યક્રમના સેતુ રૂપ કાર્ય કરવા બદલ પધારેલ સહુએ વિશ્વકર્મા ટુડેની સેવાને બિરદાવી અભિનંદન સહ સારી શુભકામના પાઠવેલ.

લુહાર સમાજ સમાચાર
(પત્રકાર જયદીપ પિત્રોડા)
માહિતી : વિશ્વકર્મા ટુડે ભાવનગર દ્વારા.
Email: alvsindia@gmail.com




No comments:

Post a Comment