વાંકાનેરમાં શ્રી મચ્છુકઠીયા લુહારજ્ઞાતિ હિતેચ્છુ મંડળ તથા યુવકમંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવેલ..
અહેવાલ મુજબ લુહારવાડી ખાતે સવારના 8:30 એ વિશ્વકર્મા દાદા નુ પુજન ત્યારબાદ મહિલા મંડળ દ્વારા ધૂન ભજન ત્યારબાદ શ્રી નરેન્દ્રમોદી સાહેબની કેન્દ્ર સરકારની વિશ્વકર્મા યોજનાનું વધુમાં વધુ લાભલે એવું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સમાજના વડીલ પોપટભાઈ ગોહેલ તથા દેવરાજભાઈ મારુ સાથે લુહારજ્ઞાતિ મંડળ તેમજ યુવકમંડળ તથા મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ
ત્યારબાદ યુવક મંડળ દ્વારા આયોજિત જ્ઞાતિમા વિદ્યાર્થી. વિદ્યાર્થીનીઓને L.k.G થી ધોરણ 12 સુધીના ઉત્તીર્ણ આવેલ તેમને ૧.૨.૩ ક્રમાંકથી દાતાશ્રી દિલીપભાઈ વલ્લભભાઈ હંસોરા તરફથી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવેલ
જ્યારે શિલ્ડના દાતાશ્રીનું યુવકમંડળ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ ત્યારબાદ વિશ્વકર્મા દાદાના જયધોસ સાથે મહાઆરતી વાંકાનેર મહિલા મંડળ દ્વારા ઉતારવામાં આવેલ જ્ઞાતિજનોએ બોડી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલ.
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)



No comments:
Post a Comment