શ્રી કાલુરામ લુહાર વિશ્વકર્મા (રાષ્ટ્રીય મહાસચિવ - અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા) આજ રોજ મોરબી (ગુજરાત) નાં મહેમાન બન્યા..
શ્રી કાલુરામ લુહાર વિશ્વકર્મા (રાષ્ટ્રીય મહાસચિવ - અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા) આજ રોજ મોરબી (ગુજરાત) નાં મહેમાન બન્યા હતા, ત્યારે સમસ્ત લુહાર સમાજ મોરબી સમિતિ મેમ્બરશ્રી શ્રી રાજેશભાઈ મારૂ, શ્રી નરશીભાઈ પિત્રોડા, શ્રી ભરતભાઈ પિથવા, શ્રી વિનુભાઈ વાળા, શ્રી જગદીશભાઈ પરમાર, શ્રી મયુરભાઈ પિત્રોડા, શ્રી વિનોદભાઈ કવૈયા, શ્રી ભરતભાઈ પરમાર, શ્રી અતુલભાઈ મકવાણા, શ્રી મુકેશભાઈ પિથવા, સાથે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીના પ્રમુખશ્રી ધીરજલાલ પિત્રોડા અને શ્રી વિશ્વકર્મા વાડી (સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી) ના પ્રમુખશ્રી હરિભાઈ પીઠવા (હરેશભાઈ) વગેરે દ્વારા તેમને આવકારી ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું.
જયારે સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં રાષ્ટ્રીય બોર્ડ ચેરમેનશ્રી ગોપાલભાઈ લવજીભાઈ મારૂ સાથે LYS-SS નાં રાષ્ટ્રીય સંધ અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ હંસોરા દ્વારા શ્રી સિંહસ્થ સેનામાં કાલુરામ લુહાર વિશ્વકર્મા ને કારીગર વિકાસ બોર્ડ નિગમના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તરિકે નિમણુંક કરી નિમણુંક પત્ર એનાયત કર્યો હતો.
કાલુરામ લુહાર તારીખ: 22-02-2024 ના રોજ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક શહેર રાજકોટમાં વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા પ્રાકટ્ય દિવસની ઉજવણી પ્રસંગે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાંથી તેઓ 23-02-2024 નાં રોજ મોરબીનાં મહેમાન બન્યા હતા, હાલ જણાવતા આનંદ થાય છે કે શ્રી કાલુરામ લુહાર વિશ્વકર્મા - અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાનાં રાષ્ટ્રીય મહાસચિવ ના હોદ્દો પર રહી વંશ પરંપરાગત કારીગર સમાજ ની સરકારો સામે સામાજિક ન્યાય ની અવાજ ઉઠાવી રહ્યા છે, સાથે તેઓ પુર્વ રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય ભાજપા કારીગર પ્રકોષ્ઠ નવી દિલ્લી ના હોદ્દા પર રહી સેવા આપી ચૂક્યા છે તેવા મૂળ રાજસ્થાન ના વતની અને હાલ અમદાવાદનાં રહેવાસી અને સમસ્ત લુહાર સમાજના કારીગરોને વિકાસ અને ન્યાય બાબતે લડત આપનાર શ્રી કાલુરામ લુહાર વિશ્વકર્મા આજ રોજ મોરબી (ગુજરાત) નાં મહેમાન બન્યા હતાં.
જયારે કાલુરામજીએ આજે તેમના સંબોધનમાં મોરબી ખાતે જણાવ્યુ હતું કે છેલ્લા 15 વર્ષથી અન્ય સમાજોની જેમ વંશ પરંપરાગત કારીગર સમાજના ઉત્થાન માટે વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ બોર્ડ, કોર્પોરેશન અને કમિશનની રચનાની માંગની ગુજરાત સરકારની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા પણ. ભગવાન વિશ્વકર્મા જીનું નામ રાખીને અઢાર વર્ણ જ્ઞાતિ આધારિત પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ હાલમાં વંશ પરંપરાગત કારીગર સમુદાયને મળે છે તે નહિવત છે અને તેનો 70% લાભ અન્ય સમાજો મેળવી રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે જ્યારે અમે રજીસ્ટ્રેશન કરાવવા જઈએ છીએ ત્યારે સરકારની સર્વર સાઈડ અમને હંમેશા કહે છે કે તે બંધ છે.આર્થિક સહાયના સ્ત્રોત ખૂબ ઓછા છે જેના કારણે વિશ્વકર્મા સમાજમાં નિરાશા ફેલાઈ ગઈ છે, સાથે સાથે આ યોજના હેઠળ બોર્ડ કે સરકારી વિભાગમાં નિમણૂંક ન થવાને કારણે સમાજની સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર લોકોમાં નિમણૂક થઈ રહી છે અને ચૂંટણીલક્ષી લાભ માટે આ યોજના અમલમાં મુકવામાં આવી હોવાની ચર્ચા સમાજના લોકોમાં થઈ રહી છે. આ માટે પણ વડાપ્રધાનને પત્ર દ્વારા તેમાં સુધારો કરવા જાણ કરવામાં આવી હતી. અને સામાજિક રાજકીય ચર્ચા પણ કરવામાં આવી હતી.
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)




No comments:
Post a Comment