Thursday, January 9, 2025

અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આગામી લુહારજ્ઞાતિનું સ્નેહમિલન ૧૦ તથા જીવનસાથી પસંદગી સંમેલન કચ્છના અંજાર શહેરમાં યોજાશે..




અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન ૧૦ તથા જીવનસાથી પસંદગી સંમેલનનું સુંદર આયોજન સાંસ્કૃતિક વારસો અને કુદરતી સૌંદર્ય માટે વિશ્વ વિખ્યાત એવા કચ્છના અંજાર શહેર ખાતે આગામી તા.૧૨/૦૧/૨૦૨૫ રવિવારના રોજ બપોરે ૧ થી ૬ કલાક દરમ્યાન  તદ્દન નિઃશુલ્ક રીતે યોજાશે. આ સ્નેહમિલનમાં કોઈ પણ રાજ્ય, શહેર કે ગામડાના અપરણિત, વિધવા, છુટાછેડાવાળા જ્ઞાતિજનો ભાગ લઈ શકશે. અંજારમાં આયોજિત જીવનસાથી પસંદગી સંમેલનમાં જ્ઞાતિજનોને પરિવાર સાથે જ્ઞાતિ ગંગાના દર્શન કરવા પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. 


સાદાઈ અને સમર્પણની પ્રેરણામૂર્તિ એવા સમાજ સેવાના ભેખધારી શ્રી અમૃતભાઈ વાઘેલા દ્વારા પ્રેરિત જીવનસાથી સંમેલન વર્તમાન સમયની સળગતી સગપણની સમસ્યા દૂર કરવાનો એક સફળ પ્રયાસ છે.


યુવક અને યુવતીઓ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનમાં ભાગ લેવાનો નિર્ણય એ જીવનમાં એક નવો અધ્યાય ખોલવાનું સૂચન કરે છે. આ સંમેલનમાં ભાગ લેનાર અપરણિત યુવક અને યુવતીઓને આ અનુભવ પોતાના ભાવિ જીવનસાથીને મળવાની એક અમૂલ્ય તક પૂરી પાડશે. 


"પ્રયત્ન વગર કંઈ જ પ્રાપ્ત થતું નથી." અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજિત જીવનસાથી પસંદગી સંમેલન દરમિયાન બહોળી સંખ્યામાં સમાજ સેવકો અને સમાજ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આગામી જીવનસાથી સંમેલનમાં ભાગ લેનાર તમામ યુવક અને યુવતીઓને પોતાના ભાવિ જીવનસાથીને શોધવાની આ યાત્રામાં ઉપયોગી બનશે.
 

જો...જો... આ જીવનસાથી સંમેલનમાં જવાનું ચૂકશો નહિ, યાદ રાખો કે સાચો પ્રેમ તમારી રાહ જોઈ રહ્યો છે. સંમેલનમાં સહભાગી થવાનો આપનો એક નિર્ણય આપના જીવનમાં ખૂટતા રંગોને ભરીને રંગીન બનાવવાનું એક પગલું છે.
 

અંજાર શહેરમાં આગામી યોજાનાર જીવનસાથી પસંદગી સંમેલનમાં ભાગ લેવાનો યુવક અને યુવતીઓનો નિર્ણય એ  પોતાના વ્યક્તિગત જીવનમાં એક મહત્વપૂર્ણ પગલું બનીને જીવનસાથીને શોધવામાં મદદરૂપ બનીને એક સુખી અને સંપૂર્ણ જીવન જીવવાની અમૂલ્ય તક પૂરી પાડશે. અંજારમાં આયોજિત જીવનસાથી પસંદગી સંમેલનમાં સહભાગી થનાર દરેક યુવક અને યુવતીઓને સ્વપ્નરૂપી જીવનના નવા અધ્યાય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ!

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com 
Contact : 09512171071





No comments:

Post a Comment