Wednesday, November 26, 2025

મોરબીમાં ડો. સાવન પીઠવાની હોસ્પિટલ પર રાહત દરે ફુલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો..




મોરબીમાં ડો. સાવન પીઠવા ની શિવમ હોસ્પીટલ પર ગત તારીખ: ૨૩-૧૧-૨૦૨૫ રવિવારે સવાર થી બપોરના ભાગે રાહત દરે ફુલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.


જેમાં 72થી વધુ ટેસ્ટ સાથે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ, M.D.પેથોલોજી , NABL સર્ટિફાઇડ લેબોરેટરી ટેસ્ટ, ફ્રી ડૉક્ટર અને ડાયટ કન્સલ્ટેશન (ઓન કોલ) અને વિશેષ ચેકઅપમાં વિટામિન B12, D, લોહીના ટકા, સાંધાનો દુખાવો, લીવર, કિડની, પેનક્રિયાસ, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઇરોઇડ, ફેટી લીવર, પાચનની તકલીફ  ,હોર્મોન ચેકઅપ વગેરે પેકેજ  માત્ર ₹1299 માં અપાયું હતું. આ કેમ્પમાં ડો. સાવન પીઠવા સાથે રાજકોટ થી હનુમંત કેર એન્ડ ક્લિનિક વારા ડો. વિપુલ કારેલિયા પણ જોડાયા હતા. આ કેમ્પ શિવમ હોસ્પિટલ,લાલપર બસ સ્ટેન્ડ સામે, મોરબી ખાતે યોજાયો હતો.

લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર 
Email: alvsindia@gmail.com
Contact : 9512171071