Sunday, November 16, 2025

સમસ્ત સૌરાષ્ટ્ર લુહાર સુથારના દિકરા -દિકરીના સગપણ માટે મહુવા (જી.ભાવનગર) ટ્રસ્ટ દ્વારા પ્રથમ વિશીષ્ઠ જીવનસાથી પસંદગી (વેવિશાળ પરિચય) સમારોહનું મહુવામાં સફળતાપૂર્વકનુ આયોજન સંપન્ન..




મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ મંડળ દ્વારા  શ્રી છગનભાઈ હરસોરા લુહાર જ્ઞાતિની વાડીમાં તા.૯/૧૧/૨૦૨૫  રવિવાર ના રોજ  એક વિશિષ્ઠ  પ્રકારના વેવિશાળ (પસંદગી) મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક સંપન્ન થયું.આ પસંદગી મેળા માટે દિકરાના વાલીશ્રીઓએ અને દિકરીના વાલીશ્રીઓએ બાયોડેટા મોકલ્યા હતા.આ પસંદગી સંમેલનમાં એક નિયમ એવો રાખવામાં આવેલ હતો કે જે દિકરાનો બાયોડેટા મોકલે  તેમણે ફરજીયાત દિકરીનો બાયોડેટા મોકલવો પડે અને જે વાલીશ્રીઓ આ નિયમને અનુસરે તેમના જ દિકરાનો બાયોડેટા સ્વીકારવામાં આવ્યો હતો. પોતાની દિકરી ના હોય તો પરિવાર અથવા એમના સગા સબંધીમાંથી દિકરીઓના બાયોડેટા જમા કરાવ્યા હતા. જેઓને સામસામે ના કરવુ હોય તો ક્રોસ વેવિશાળ કરવાની પણ ગોઠવણ કરી આપવામાં આવી હતી.


આ પસંદગી મેળાનો મુખ્ય હેતુ એક માત્ર એ હતો કે હાલ જે વેવિશાળની સમસ્યા છે તેમાંથી વાલીશ્રીઓની ચિંતા હલ થાય અને યોગ્ય પાત્ર મળે.

આ પસંદગી મેળામાં જોડાનાર યુવક - યુવતીને ફી ભરવાની હતી નહિ. સંપૂર્ણ પસંદગી મેળો વિનામૂલ્યે યોજવામાં આવ્યો હતો


આ પસંદગી મેળાની ખાસિયત એ હતી કે ના કોઈ આમંત્રિત મેહમાન , ના કોઈ સ્વાગત કે સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો જ ના હતો. ઉમેદવાર દિકરા -દિકરીને પૂરતો સમય મળી રહે તેવા શુભ હેતુસર આયોજન થયેલ. દરેકને સવારે ઉમેદવાર દીકરીઓના હસ્તે કરવામા આવેલ દિપ પ્રાગટ્ય બાદ ચા -નાસ્તો કરાવી ,રજીસ્ટ્રેશન કરાવેલ તમામ દિકરા -દિકરીનો વ્યક્તિગત વિસ્તૃતમાં પરિચય આપવામાં આવ્યો હતો ત્યારબાદ ભોજનપ્રસાદ બાદ મહુવાના ટ્રસ્ટીશ્રીઓએ વ્યક્તિગત રસ લઇ દરેક યુવક અને યુવતીએ પસંદ કરેલ ક્રમાંકના વાલીશ્રીઓને બોલાવી અરસપરસ મુલાકાત કરાવી હતી.ટ્રસ્ટ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી કે આ પસંદગીમેળામાં 


ભાગ લેનાર યુવક યુવતીનું સગપણ ગોઠવાઈ જાય તો તેઓને શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ મંડળ દ્વારા યોજાનાર આગામી ભવ્ય સમૂહ લગ્નમાં કોઈ પ્રકારની ફી લીધા વગર લગ્ન કરી આપવામાં આવશે. વેવિશાળ સમારોહમાં યુવક સાથે બે વાલી અને યુવતિ સાથે બે વાલીને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો.આગવી રીતે યોજાયેલ આ પસંદગી મેળાને હાજર સૌ એ વખાણ્યો 


આ પસંદગી મેળાની ભવ્ય સફળતા માટે મહુવા જ્ઞાતિ મંડળના તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ કારોબારી સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન..!

પ્રમુખશ્રી ભીમજીભાઈ હરસોરા
(મો.૯૪૨૮૯૭૯૮૫૨) તથા શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ મંડળ

માહિતી : મહેશભાઈ પરમાર , ઉપપ્રમુખશ્રી , શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ મંડળ
આલેખન : અશોક આર.પીઠવા -વિશ્વકર્મા, વલ્લભ વિદ્યાનગર



લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 9512171071

































































No comments:

Post a Comment