Tuesday, March 31, 2020

ગુજરાતની હિટ સીગર આશા કારેલીયાએ જરૂરિયાત મંદ લોકો માટે જમવાની કીટ વ્યવસ્થા કરી






કોરોના વાઈરસ જેવી મહામારી ના લીધે હાલ સમગ્ર દેશમાં લોક ડાઉનની પરિસ્થિતિ છે, 


ત્યારે સૌરાષ્ટ્રની હિટ સીગર અને લુહાર સમાજનું ગૌરવ એવી આશા કારેલીયા એ રોજનું કરીને રોજ ખાતા હોય એવા લોકો માટે જમવાની કીટ વ્યવસ્થા કરી હતી, 


જેમાં અલ્પેશભાઇ કારેલીયા, શાન્તીભાઇ કારેલીયા સહિતનાં સેવાભાવી ભાઈયો અને બહેનો પણ જોડાયા હતા




Alvs India ન્યુઝ
રિપોર્ટર - મયુર પિત્રોડા
મો. 9512171071


ગુજરાતની હિટ સીગર આશા કારેલીયાએ જરૂરિયાત મંદ લોકો માટે જમવાની કીટ વ્યવસ્થા કરી






કોરોના વાઈરસ જેવી મહામારી ના લીધે હાલ સમગ્ર દેશમાં લોક ડાઉનની પરિસ્થિતિ છે, 


ત્યારે સૌરાષ્ટ્રની હિટ સીગર આશા કારેલીયા એ રોજનું કરીને રોજ ખાતા હોય એવા લોકો માટે જમવાની કીટ વ્યવસ્થા કરી હતી, 


જેમાં અલ્પેશભાઇ કારેલીયા, શાન્તીભાઇ કારેલીયા સહિતનાં સેવાભાવી ભાઈયો અને બહેનો પણ જોડાયા હતા




Alvs India ન્યુઝ
રિપોર્ટર - મયુર પિત્રોડા
મો. 9512171071


Sunday, March 29, 2020

સમસ્ત લુહાર સમાજ ગુજરાત ને સંદેશ...


સમસ્ત લુહાર સમાજ ગુજરાત

સમસ્ત ગુજરાત લુહાર સમાજને જાણ થાય કે આપણે સૌ જાણીએ છીએ તેમ અત્યારે કાેરોનો વાયરસ સમગ્ર દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આપણા લુહાર સમાજના આર્થિક નબળા પરિવારો ને આ પરિસ્થિતિનો ઘણો સામનો કરવો પડતો હશે અને સરકાર શ્રીના આદેશ પ્રમાણે ૨૧ દિવસનો લાેક ડાઉન પણ રાખવાનું હોય તેથી તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને (ગુજરાત લુહાર સમાજના સાથ સહકારથી એક એકત્રિત કરેલું ફંડ કે જે (નિખિલ જયેશભાઇ વાઘેલા રાજકોટ એક્સિડન્ટ કેસ ૨૦૧૯ માં જે ફંડ એકત્રિત થયેલું છે તેમાંથી
સમસ્ત લુહાર સમાજ ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીને હોસ્પિટલ ખર્ચ માટે આપવામાં આવશે (જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા દર્દીઓને કોઈ પણ સિટી કે ગ્રામ્ય વિસ્તારમાં ત્યાંના સ્થાનિક આપણા લુહાર સમાજના ટ્રસ્ટ અથવા સેવાભાવી કમિટી ખરાઈ કરીને આપવામાં આવશે કે તે વ્યક્તિને ખરેખર જરૂરિયાતમંદ છે તેને આપવામાં આવશે.
👉 મેડિકલ આર્થિક સહાય લેવા માટે આપનો બેક એકાઉન્ટ નંબર વોટ્સઅપ કરવાનો રહેશે
તેમના ખાતામાં પૈસા જમા થશે કોઇપણ રકમ રોકડ રકમ આપવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેશો
(નોંધ:- અત્યારે લોકડાઉન દરમિયાન બીમાર પડેલા વ્યક્તિને જ આ સેવાનો લાભ મળશે.)

      👉  કોન્ટેક્ટ 👈

અશોકભાઈ .એચ. સિધ્ધપુરા 
સંત શ્રી દેવતણખી દાદા જન્મ સ્થળ બોખીરા ધામ ટ્રસ્ટી મંડળ 
9879431852

દિપભાઇ મકવાણા રાજકોટ 
9824949499

ચિરાગભાઇ પરમાર બગસરા 
9687216028

શાંતિભાઈ  કવા જૂનાગઢ
9427208438


નોંધઃ આખા ગુજરાતના વ્યક્તિ દર્દીઓ આ સેવાનો લાભ લઇ શકે છે.(👉માત્રને માત્ર હોસ્પિટલ મેડિકલ સહાય સપોર્ટિંગ સહાય મળશે )

અત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દી માટે બ્લડની જરૂરિયાત માટે ----કોન્ટેક - અશોકભાઇ .અેચ. સિધ્ધપુરા 


સમસ્ત લુહાર સમાજને નમ્ર વિનંતી કે આ મેસેજ લુહાર સમાજના તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો
 
🙏🙏🙏🙏🙏🙏

Alvs India ન્યુઝ રાજકોટ
રિપોર્ટર સંજયભાઈ સોલંકી રાજકોટ





Friday, March 27, 2020

લુહારજ્ઞાતી મહુવા અને ઉના દ્રૂારા જરૂરિયાતવાળા જ્ઞાતિબંધુઓને રાશન-કરીયાણા કીટ અપાશેઆપશે







મહુવા શહેરમાં વસતા તમામ લુહાર જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે હાલ સરકારશ્રીના ૨૧ દિવસના લોકડાઉન
સંદર્ભે ધંધા-રોજગાર બંધ થતા આર્થિક મુશ્કેલી ઉભી થઇ છે. આ દરમિયાન જો કોઈ જરૂરિયાતવાળા જ્ઞાતિબંધુઓને પોતાના પરિવાર માટે રાશન-કરીયાણા કીટની જરૂરિયાત હોય તો ની:સંકોચ મહુવા લુહાર જ્ઞાતિના નીચે દર્શાવેલ જ્ઞાતિજનોને ફોન કરી પોતાનું નામ તથા ઘરના કુલ સભ્યોની યાદી અને પોતાનું સરનામું તથા મો.નબર નોંધાવશો. ઉપરાંત આપના ઘરની આસપાસ જો કોઈ આવા જરૂરિયાતવાળા જ્ઞાતિજનો રહેતા હોય તો તેમના સુધી આ સંદેશો પહોચાડી સેવાના સહભાગી બનશો... જ્ઞાતિ દ્વારા વિનામુલ્યે આપને આ રાશન કરીયાણા કીટ આપના ઘરે પહોચાડવામાં આવશે.

ભીમજીભાઈ હરસોરા - ૯૭૨૮૦૭૯૮૫૨
મહેશભાઈ પરમાર -૯૪૨૬૪૬૪૨૬૮
પીયુષભાઈ લુહાર-૭૦૪૮૪૩૨૧૬૫
રાજેશ રાઠોડ -૯૮૨૫૦૫૩૪૭૯

____________________________________




જયારે ઉના શહેરમાં વસતા તમામ લુહાર જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે હાલ સરકારશ્રીના ૨૧ દિવસના લોકડાઉન
સંદર્ભે ધંધા-રોજગાર બંધ થતા આર્થિક મુશ્કેલી ઉભી થઇ છે. આ દરમિયાન જો કોઈ જરૂરિયાતવાળા જ્ઞાતિબંધુઓને પોતાના પરિવાર માટે રાશન-કરીયાણા કીટની જરૂરિયાત હોય તો ની:સંકોચ ઉના લુહાર જ્ઞાતિના નીચે દર્શાવેલ જ્ઞાતિજનોને ફોન કરી પોતાનું નામ તથા ઘરના કુલ સભ્યોની યાદી અને પોતાનું સરનામું તથા મો.નબર નોંધાવશો. ઉપરાંત આપના ઘરની આસપાસ જો કોઈ આવા જરૂરિયાતવાળા જ્ઞાતિજનો રહેતા હોય તો તેમના સુધી આ સંદેશો પહોચાડી સેવાના સહભાગી બનશો... જ્ઞાતિ દ્વારા વિનામુલ્યે આપને આ રાશન કરીયાણા કીટ આપના ઘરે પહોચાડવામાં આવશે. 🙏🙏🙏🙏🙏

સુરેશભાઈ મકવાણા
99985 41030
મનીષભાઈ મકવાણા
98249 43660
નાગજીભાઈ ક્વા
70162 84512
રાહુલભાઈ પરમાર
96389 01835
નિલેશભાઈ રાઠોડ
98983 88544
અશોકભાઈ પરમાર
98258 48855
અશોકભાઈ ક્વા
83206 11717
પિન્ટુ સોની
98981 73104

Alvs India News
Editor - Aarti M. Pitroda
Mo. +919512171071

Thursday, March 26, 2020

શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિગ એન્ડ ભોજનશાળા મોરબી દ્વારા અન્નપૂર્ણા સેવાયજ્ઞ જરૂરીયાતમંદ જ્ઞાતી પરિવારોને કરાશે રાશન કીટનું વિતરણ. ..

“લુહાર જ્ઞાતિ જોગ”
“શ્રી વિશ્વકર્મા અન્નપૂર્ણા યોજના"

શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિગ એન્ડ ભોજનશાળા મોરબી દ્વારા અન્નપૂર્ણા સેવાયજ્ઞ જરૂરીયાતમંદ પરિવારોને કરાશે રાશન કીટનું વિતરણ. ..

કોરોનાની મહામારી વચ્ચે આપણા સમાજના જ્ઞાતિબંઘુ માટે અન્નપૂર્ણા યોજના સાથે

કોઈ જરૂયરિયાતમંદ પરિવાર પોતે અથવા તેમની આસપાસ રહેતા લુહાર સમાજના લોકો એ એક ફોન કરશે એટલે સ્વંયમ સેવક ઘરે આવીને રાશનકીટ આપી જશે. 






વિશ્વકર્મા સ્વયંમ સેવક સભ્યો ના નામ : 

(૧) પરેશ એન. પઢારિયા 99793 83617
 (૨) જીતેન્દ્રભાઈ આ૨.રાઠોડ 99792 86505 
(૩) જીગ્નેશભાઈ જે. મકવાણા 98256 48825
 (૪) ચેતનભાઈ બી. મકવાણા 99987 34647 
(૫) દિપક એન. પિત્રોડા 98794 56400 

વધુ માહિતી માટે મનસુખભાઈ રાઠોડ નો સંપર્ક કરવો. મો 98792 31319 

નોંધ :  ઉપરોક્ત સ્વયંમ ચેવકોને વિના સંકોચે એક ફોન કરી જાણ કરવા નમ્ર અપીલ કરવામા આવે છે… 

જરૂરિયાત મંદ જ્ઞાતિજનો એ માત્ર ફોન કરશો એટલે રવયંમ સેવક તમારા ધરે આવીને રાશનકીટ આપી જશે. 

“ સમાજનો સાથ એ જ સમાજનો વિકાસ ” 
‘‘જય શ્રી વિશ્વકર્મા "


Alvs india ન્યુઝ મોરબી
રિપોર્ટર - મયુર પિત્રોડા
મો. - 9512171071





શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિગ એન્ડ ભોજનશાળા મોરબી દ્વારા અન્નપૂર્ણા સેવાયજ્ઞ જરૂરીયાતમંદ જ્ઞાતી પરિવારોને કરાશે રાશન કીટનું વિતરણ. ..

“લુહાર જ્ઞાતિ જોગ”
“શ્રી વિશ્વકર્મા અન્નપૂર્ણા યોજના"

શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિગ એન્ડ ભોજનશાળા મોરબી દ્વારા અન્નપૂર્ણા સેવાયજ્ઞ જરૂરીયાતમંદ પરિવારોને કરાશે રાશન કીટનું વિતરણ. ..

કોરોનાની મહામારી વચ્ચે આપણા સમાજના જ્ઞાતિબંઘુ માટે અન્નપૂર્ણા યોજના સાથે

કોઈ જરૂયરિયાતમંદ પરિવાર પોતે અથવા તેમની આસપાસ રહેતા લુહાર સમાજના લોકો એ એક ફોન કરશે એટલે સ્વંયમ સેવક ઘરે આવીને રાશનકીટ આપી જશે. 






વિશ્વકર્મા સ્વયંમ સેવક સભ્યો ના નામ : 

(૧) પરેશ એન. પઢારિયા 99793 83617
 (૨) જીતેન્દ્રભાઈ આ૨.રાઠોડ 99792 86505 
(૩) જીગ્નેશભાઈ જે. મકવાણા 98256 48825
 (૪) ચેતનભાઈ બી. મકવાણા 99987 34647 
(૫) દિપક એન. પિત્રોડા 98794 56400 

વધુ માહિતી માટે મનસુખભાઈ રાઠોડ નો સંપર્ક કરવો. મો 98792 31319 

નોંધ :  ઉપરોક્ત સ્વયંમ ચેવકોને વિના સંકોચે એક ફોન કરી જાણ કરવા નમ્ર અપીલ કરવામા આવે છે… 

જરૂરિયાત મંદ જ્ઞાતિજનો એ માત્ર ફોન કરશો એટલે રવયંમ સેવક તમારા ધરે આવીને રાશનકીટ આપી જશે. 

“ સમાજનો સાથ એ જ સમાજનો વિકાસ ” 
‘‘જય શ્રી વિશ્વકર્મા "


Alvs india ન્યુઝ મોરબી
રિપોર્ટર - મયુર પિત્રોડા
મો. - 9512171071




Monday, March 23, 2020

કોરોના ના પગલે લુહાર યુવા સમન્વય - "સિંહસ્થ સેના" ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી દ્વારા દરેક લુહાર સમાજ જ્ઞાતી જનોને સંદેશ...

સ્થિતિ ખુબ જ કપરી થવાની છે.

USA આજે ૧૪૫૫૦ નવા કેસ. ટોટલ ૩૮૭૫૭ કેસ થઈ ગયા ફક્ત ૮ દિવસ માં. આજ ની મોત:૯૮

Italy તો પુરે પૂરું ધોવાય ગયું છે. આજે નવા કેસ ૫૫૬૦. ટોટલ ૫૯૧૩૮. આજની મોત: ૬૫૧ ઈટલી ની વસ્તી બરોબર આપણા ગુજરાત જેટલી છે. નવા દર્દીઓ માટે હવે ત્યાં જગ્યા છેજ નહિ.





Spain ની કમર તૂટી ગઈ છે. આજ ના નવા કેસ: ૩૧૦૭. ટોટલ ૨૮૬૦૩. આજના મોત: ૩૯૫


ભારત નું મેડિકલ ઈન્ફ્રાસટ્રક્ચર આટલા કેસ સંભાળવા સક્ષમ નથી એ નકરી હકીકત છે.

માટે કેસ ન વધે એ એકજ રસ્તો છે અને social distancing એકમાત્ર ઉપાય

આપણે થાળી વગાડી લીધી એટલે સમસ્યા મટી નથી. અતિશય કાળજી લેવાની અત્યારથી જરૂર છે. આવનારો ૧ મહિનો જાહેર માં જવાનું સંપૂર્ણ પણે ટાળો




૧) જરૂરી ચીજવસ્તુઓ લેવા ઘરનું કોઈ પણ એકજ વ્યક્તિ નીકળશે. ફક્ત માસ્ક નહિ ચાલે. માસ્ક અને હાથના રબર ના ગ્લોવ ન ખરીદ્યા હોય તો ખરીદી લો. આંખ ઉપર sunglasses પેહરી નેજ નીકળો. જરૂરી સામાન લઈ સીધા ઘરે.

૨) ૬૦ ની ઉપર ના અને ૧૦ થી નાના તો સંપૂર્ણ પણે ઘરેજ રહે એની તકેદારી રાખો. જેટલા મોત થયા છે એમાં ૯૮.૬% લોકો ૬૦ થી ઉપરના છે.

૩) swiggy zomato માંથી ડિલિવરી બંધ કરી દો.

૪) ૪ થી વધારે લોકો એ ભેગા થવું નહિ. સાંજે ગપ્પા ગોષ્ઠી કરવાથી બાકી બીજી બધી કાળજી ઓ નો કોઈ અર્થ નથી.

૫) આવનારો એક મહિનો નક્કી કરશે કે આપણો દેશ ૫ મહિના પછી પાછો ઊભો થશે કે પછી આવનારા ૨ વરસ સુધી પત્તો નહિ ખાય.

આ મેસેજ ને અત્યારેજ ફોરવર્ડ કરો. તાળીઓ થી આપણે આપણા ડોકટરો ને વધાવ્યા. નક્કી કરીશું કે આવનારા દિવસો માં એમની તકલીફો નહિ વધારીએ.

લુહાર યુવા સમન્વય - "સિંહસ્થ સેના"
ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી - નરેન્દ્રભાઈ હંસોરા મારા
દ્વારા દરેક લુહાર સમાજ જ્ઞાતી જનોને સંદેશ છે

"સાવધાન રહો, સ્વચ્છ રહો"


🇮🇳જય હિંન્દ..
🚩જય લુહાર સમાજ...





Saturday, March 21, 2020

જીગર કવૈયાની કલમે..... "THANKS CORONA"


(જીગર કવૈયા)



થોડું અજીબ લાગે નહીં ?
અહીંયા કોરોનાનો કહેર છે 'ને આ વળી Thanks નું શું સુજ્યું ?

હા, આજે તમારાં બધા સવાલોના જવાબ આપવા છે. ઇટાલી, ચીન, જેવા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના ઇફેક્ટ પ્રવેશી ચુકી છે. દુર્ઘટના સે દેર ભલી !

હાઇવે પર અવારનવાર આ વાક્ય વાંચતા હોઈએ છીએ. ભારત માટે પણ અત્યારે આ જ લાગુ પાડી શકાય. વિશ્વ આખામાં મૃત્યુશંખ વગાડી ચુકેલો કોરોના વાઇરસ ભારતમાં મોડો આવ્યો એ એક સારી બાબત નોંધી શકાય. હવે આવીએ મૂળ બાબત પર "THANKS CORONA" કેમ ?
આવી જીવલેણ બીમારીને thanks કેમ કહેવું પડ્યું ?

ઘણી બાબતો વિચાર્યા પછી એટલું તો સમજાણુ જ કે, કોરોના જીવલેણ છે. કોરોનાને કારણે આર્થિક વિકાસ રૂંધાઇ રહ્યો છે. આવી નકારાત્મક બાબતો સકરાત્મકતાની દ્રષ્ટિએ તો ક્યાંય ઓછી છે.

એક બાળક એક પિતા પાસે બે ઘડી બેસી શકે છે.
એક પતિ પોતાની પત્નીને સમય આપી શકશે.
એક વૃદ્ધ ઘરડા માં બાપને પોતાનો દીકરો સમય આપી શકશે.

આખી દુનિયાનું હવાનું, અવાજનું, વગેરે પ્રદુષણ ઘટી રહ્યા છે. હવા શુદ્ધ થઈ રહી છે
ફાલતુંનાં સિનેમા ઘરોમાં જઈને પૈસાનું પાણી કરતા લોકો ઘરમાં જ પોતાનાં કુટુંબીજનો સાથે હળીમળી ગયા છે.

લોકો માંસ ખાવાનું છોડી રહ્યા છે. શાકાહાર તરફ દુનિયા વળી છે.
હાથ મિલાવાની વિદેશી પરંપરા ને ત્યજી લોકો ભારતીય સંસ્કૃતિ ના તર્જ પર હાથ જોડી નમસ્કાર કરવા લાગ્યા છે.

જીવિત રહેવા માટે તેઓ હવે ભગવાનનો આભાર માની રહ્યા છે. અધ્યાત્મ તરફ આ દુનિયા વળી છે. જીવ હત્યા ઘટી છે. જીવજંતુ પ્રસન્ન છે. પ્રાણીઓ મુક્ત રીતે હરીફરી શકે છે.
ધર્મ અને પ્રકૃતિ ની વાસ્તવિકતા લોકો સમજી ગયા છે. તુલસી જેવા છોડને આજે ખરા અર્થમાં માતાનો દરજ્જો મળ્યો છે. એક માતા પોતાના બાળકને યમ પાસેથી પણ પાછું લાવવાનું સામર્થ્ય ધરાવે છે. આજે એ જ તુલસી કોરોનાને ડામવામાં મહત્વનું યોગદાન આપી રહી છે.

કોરોનાને હરાવવા માટે આપણે સૌ કટીબદ્ધ છીએ અને ગઈ કાલે આપણા પ્રધાનમંત્રીએ જે રાષ્ટ્રહિતમાં નિર્ણય લીધો ( જનતા કર્રફ્યુ) તેનું અચૂકપણે પાલન કરવાની એક નમ્ર અપીલ પણ કરું છું. સાથે સાથે બીજી બાબત એ પણ જણાવું કે કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. થોડી સાવચેતી સાથે તેને ટક્કર આપી જ શકીએ છીએ. અને આપવાની જ છે. 22 માર્ચે સૌ સાથે મળીને પાર્ટી, રાજકારણ એ બધી બાબતોને ભૂલીને "જનતા કર્રફ્યુને" પુરજોશમાં સમર્થન આપીએ. અને કોરોનાને હંમેશા માટે બાય બાય કહીએ. તો ચાલો હું તો પ્રધાનમંત્રીનાં આ કાર્યને સંપૂર્ણ સમર્થન આપું છું.

આખો દેશ એક થવા જઈ રહ્યો છે. આ સોનેરી અવસરને ચૂકશું નહીં. એકતાની હંમેશા જીત જ થાય છે.
 
સૌનો સાથ
સૌનો વિકાસ
સૌ( નો કોરોના )

કોરોનાથી લડવા એક બનીએ. 
છેલ્લે અમૃત ઘાયલની એક પંક્તિ.

"રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના ?"

જય હિન્દ
જય ભારત.
#જીગર કવૈયા.

Monday, March 16, 2020

વિશ્વકર્મા મહાસભા-ગુજરાત પ્રદેશની મહાસતી લોયણમાતા મંદિર, આટકોટ,તા. જસદણ, જી.રાજકોટ ખાતેની મીટીંગ કોરોના વાયરસની મહામારીને લઇને મુલતવી રખાઈ




વિશ્વકર્મા મહાસભા-ગુજરાત પ્રદેશની મહાસતી લોયણમાતા મંદિર, આટકોટ,તા. જસદણ, જી.રાજકોટ ખાતેની મીટીંગ કોરોના વાયરસની મહામારીને લઇને ગુજરાત સરકાર દ્વારા આપવામા આવેલ આદેશ મુજબ તા. ૧૫/૩ થી ૩૧/૩/૨૦૨૦ સુધી શાળા,કોલેજ,સિનેમાગૃહો વગેરે બંધ રાખવાનુ તેમજ સામાજીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા યોજાતા મેળાવડા ન યોજવાના કરેલ અનુરોધને અનુલક્ષીને જયાં સુધી કોરોનાનો પ્રકોપ ઓછો ન થાય અને આગેવાનો દ્વારા મીટીંગ માટેની નવી તારીખ નક્કી ન થાય ત્યાં સુધી આ વિશ્વકર્મા મહાસભાની પ્રદેશ કાર્યકરણીની બેઠક મુલતવી રાખવામાં આવે છે.
બીજી તારીખ મુકરર થયેથી આપ સૌ વિશ્વકર્મા બંધુઓને ફોન અને મેસેજ દ્વારા જાણ કરવામા આવશે.


રમેશભાઇ વાઘેલા-mo.9979055155
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી-અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા
દુર્લભજીભાઇ મકવાણા-mo.9909728002
પ્રદેશ અધ્યક્ષશ્રી-વિશ્વકર્મા મહાસભા-ગુજરાત પ્રદેશ
જે પી રાઠોડ-પ્રમુખશ્રી-mo.9427238840
નારાણભાઇ ડોડીયા-મંત્રીશ્રી-mo.9979999751
શ્રી મહાસતી લોયણદેવ સમસ્ત લુહાર સુથાર સમાજ ટ્રસ્ટ

Alvs india ન્યુઝ 
લુહાર / સુથાર સમાજ સમાચાર પત્ર

Monday, March 9, 2020

વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા અમદાવાદ થી મજેવડી જતી વિશ્વકર્મા રથ યાત્રા મોરબી મુકામે આવી પહોચી હતી ત્યારે મોરબી લુહાર/સુથાર જ્ઞાતિ દ્વારા દાદા ના રથનું કરાયુ ભવ્ય સ્વાગત







વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા અમદાવાદ થી મજેવડી જતી વિશ્વકર્મા રથ યાત્રા મોરબી મુકામે આવી પહોચી હતી ત્યારે મોરબી લુહાર/સુથાર જ્ઞાતિ દ્વારા દાદા ના રથ નું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામા આવ્યુ હતુ અને મોરબીનાં શહેર, તાલુકા તથા ગામડા માં વસતા લુહાર/સુથાર જ્ઞાતિ ના ભાઈઓ, બહેનો, વડીલો રથયાત્રા માં જોડાયા હતા





આ યાત્રા મોરબી શહેર મધ્યે થી પસાર થઈ હતી જે શહેરના મુખ્ય માર્ગો જેવાકે મહેન્દ્રાનગર પાસેના ઓવરબ્રિજ સર્કિટહાઉસ થી શરૂ થઈ જે ગેંડા સર્કલ (મહારાણા પ્રતાપ ચોક) - નહેરુ ગેટ ચોક - ગાંઘીચોક - કાનાભાઈ દાબેલી ચોક - રામચોક - શનાળા રોડ થી સરદારબાગ સામે પેટ્રોલપંપ વાળી શેરીમાં લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજન શાળાએ પૂરી થઈ હતી





તારીખ: ૦૯/૦૩/૨૦૨૦ ને સોમવાર સવારે 11:30 વાગ્યે રથયાત્રા સર્કિટ હાઉસ પોહચી ત્યારે આ રથના સામૈયા કરવા માટે સમસ્ત લુહાર/સુથાર સમાજની દિકરીઓએ સામૈયા કરી રથને વઘાવ્યો હતો



અને ત્યાર બાદ સમાજના લોકો કાર (ફોરવિહલ),બાઈક (ટુ વિહલ) લઈને આવવું યાત્રામાં જોડાઈ વિશાળ રથયાત્રા કાઢી હતી




આ રથયાત્રાનું લુહારજ્ઞાતી બોર્ડિંગ એન્ડ ભોજનશાળા - મોરબી, વિશ્વકર્મા શિક્ષણ-ઉત્સવ સમીતી મોરબી,
લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના - મોરબી તાલુકા/સીટી ટીમ,
સોરઠીયા લુહારજ્ઞાતિ હિતેચ્છુ મંડળ - મોરબી, વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ - મોરબી, વિશ્વકર્મા મહિલા પ્રગતી મંડળ - મોરબી, તથા શ્રી ગજ્જર સુથારજ્ઞાતિ મંડળ - મોરબી દ્વારા ફુલહાર સાથે આ રથયાત્રાનુ પુજન કરાયુ હતુ જયારે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દ્વારા નહેરૂગેઈટ ચોક ખાતે આ યાત્રાના રથનું ફુલહારથી સ્વાગત કરાયુ હતુ



યાત્રા દરમીયાન સોરઠિયા લુહારજ્ઞાતી હિતેચ્છુ મંડળ દ્વારા આખા રૂટપર ઠંડા સરબતની વ્યવસ્થા જળવાય હતી જયારે લુહારજ્ઞાતી બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી દ્વારા તમામ યાત્રી ગણો અને મંડળના સભ્યોને યાત્રા વિરામ બાદ જમાડવામાં આવ્યા હતા











જયારે વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા 
લુહારજ્ઞાતી બોર્ડિંગ એન્ડ ભોજનશાળા - મોરબી,
લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના - મોરબી
સોરઠીયા લુહારજ્ઞાતિ હિતેચ્છુ મંડળ - મોરબી તથા શ્રી ગજ્જર સુથારજ્ઞાતિ મંડળ - મોરબી ને વિશ્વકર્મા પ્રભુનો ફોટો અને શુભેચ્છાપત્ર આપી સન્માનીત કર્યા હતા...