આજ દરેક વ્યક્તિ જે રાજકિય કે સામાજીક ક્ષેત્રે કામ કરતો હોય તેના ‘સર્ટિફિકેટો’ અને સુંદરતા ના આધારે મુલ્યાંકન થતુ હોય છે
પણ સમાજમાં એવા ઘણા વ્યક્તિઓ છે જેઓ પરિસ્થિતિના અભાવે ભણી નથી શકતા. પણ તેનામાં ટેલેન્ટ જોરદાર હોઈ છે ભણેલા વર્ગનું એ કર્તવ્ય છે કે એવા લોકોને એમની કામની ગુણવત્તાને અધારે યોગ્ય તક પૂરી પાડે. તેમના જીવનનો વિકાસ કરે. તેમને મદદરૂપ થાય. આમ થવાને બદલે શિક્ષિત લોકો અભણ લોકોને એવી દ્રષ્ટિ થી જુએ છે જાણે કે કોઈ અછૂત હોય અરે, માત્ર એટલું જ નહિ, વધારે ભણેલા લોકો પણ ઓછા ભણેલા લોકોને એ રીતે જુએ છે. કોઈ માત્ર B.Com કરેલ હશે તો એને C.A. ભણેલ વ્યક્તિ એવું કહેશે કે..
‘બસ, ખાલી બી.કોમ જ કર્યું..?
તો તો આગળ વધવાના કોઈ ચાન્સ નથી !’ આવા વિધાનો કરનારને ‘શિક્ષિત અભણ’ ની કક્ષામાં મૂકવા જોઈએ. કોઈના જીવનને ‘નેગેટિવ’ વિચારોથી ભરવાનો આપણને કોઈ હક્ક હોતો નથી. આપણે કોઈપણ કાર્યમાં રસ કેળવીને આગળ વધવાને બદલે સમાજે ડિગ્રીઓને ખૂબ વધારે મહત્વ આપી દીધું છે જે આપડે હરેક પસંદગી મેળા માં જોઈએ છીયે
કોઈની પાસે હુનર ટેલેન્ટ હોઈ તો કોઈની પાસે ભણતર સમાજે ક્યારેય ભણતર ઉપર યુવા નું વ્યક્તિત્વ નક્કી નાં કરવું જોઈએ, દરેક કાર્ય ક્ષેત્રે સફળતા મળશે. ધીરે ધીરે પણ મળશે જરૂર..
લેખક : પિન્ટુભાઈ મિસ્ત્રી (પંકજ રાઠોડ)
ગુજરાત પ્રદેશ પ્રભારીશ્રી
લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના
વિશ્વકર્મા વિચાર મંચ
(સમાજ ના વિચારો નું વાવેતર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

No comments:
Post a Comment