વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થનાર યુવતીને શોધી કાઢાઈ,
આખરે યુવતીની સાથે શું બની હતી ધટના...?
સાથે તેમના બનેવી સંદીપ ગોહિલ સાથે શું બન્યો બનાવ...?
અને આખરે આખો તરખાટ રચનારાની પોલીસે હકીકત બહાર લાવી તેમની સામે શું કરી ધોરણસરની કાર્યવાહી...?
તો ચાલો જાણીયે આ આખા ધટના ક્રમને...
દરેક જ્ઞાતી સમાજ એક એવી કેડી છે જે હર હંમેશ દરેક વ્યક્તિને એક મનોબળ, પિઠબળ અને પુરૂષાર્થ થકી એક ચેતના બળ પુરૂ પાડે છે,
દરેક જ્ઞાતિ જુથ સમાજ પોતાના નિયમ, કાયદાઓ અને મર્યાદાઓ સહિત બંધારણ ઘરાવતો હોય છે જેના થકી દરેક માણસ તે નિયમ કાયદા અને બંધારણીય અમલ સાથે તે જ્ઞાતી કે જુથમાં બંધાયેલ રહે છે અને તેમની સાથેજ તેમનો નિભાવ કરનાર કે અગ્રણી સભ્યો નાની મોટી સમસ્યાઓ સામે પોતાના જ્ઞાતિ જનોની મદદગારી માટે પણ તત્પર હોય છે
પણ અમુક કિસ્સામાં જયારે આ બંધારણ, કાયદો અને મર્યાદાઓ નું ઉલ્લંધન થતાં કિસ્સાઓ સમાજ માટે લાલબતી સમાન થઈ પ્રકાશમાં આવે છે ત્યારે સામેના પક્ષના પરિવારો સાથે આખુ કુંટુંબ પણ અવઢવની ધૃણા સાથે લજ્જા અનુભવતા પોતાના સમાજ સામે ક્ષોભ જનક સ્થિતીમાં મુકાઈ જાઈ છે
અને આવોજ એક પેદીચો કિસ્સો મોરબી શહેરમાં લુહાર સમાજ માટે લાલબતી લઈને આવ્યો છે.
જેમાં ખરેખર દોષનો ટોપલો કોને સર નાખવો તે વાત પર ખુદ પોલીસ પણ મુંજાયેલી છે
મોરબીની યુવતી વાંકાનેર બહેનના ધરેથી પરત ફરતાં ઢુવા ગામ પાસે હાઈવે પર પોતાના બાઈક એકટીવા, પર્સ અને મોબાઈલ ફોન રેઢો મુકી થઈ ગુમ...
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પુત્રીને ગુમસુદા જાહેર કરનાર લુહાર નરશીભાઈ દેવજીભાઈ પઢારિયા રહે. મોરબી (મહેન્દ્રનગર તક્ષશીલ સ્કુલની બાજુમાં) વાળાએ ગત. તા.૨૨-૦૯-૨૦૨૦ ના રોજ જાહેર કરેલ હતું કે પોતાની દીકરી મોનિકા (ઉ.૨૭) પોતાનું સ્કુટર જીજે ૩૬ સી ૬૬૪૦ નંબર લઈને પોતાના ઘરેથી નીકળી વાંકાનેર મહાદેવ નગર પંચાસર રોડ પર મોટી દીકરી દીપ્તિના ઘરે ગયેલ ગયેલ હતી અને બાદમાં ગત તા. ૨૦-૦૯ ના રોજ વાંકાનેરથી પરત મોરબી પોતાના ઘરે આવવા માટે નીકળેલ હતી અને દરમિયાન વાંકાનેરના ઢુવા ગામે મહાનદીના પુલ પર પોતાનું એકટીવા તથા મોબાઈલ અને વોલેટ મૂકી કોઈને કહ્યા વગર જતી રહેલ છે કે કોઈ અપહરણ કરી ગયેલ છે તે બાબતની શંકા હોય જે મામલે વાંકાનેર પોલીસમાં ગુમસુધા નોંધ કરી હતી
મોરબી જીલ્લા પોલીસ અને વાંકાનેર તાલુકા પોલીસને સધન તપાસ કરવા છતાં પણ ન મલી સફળતા..
આખરે એક શખ્સના બયાનથી ઉકેલાયો આખો કોયડો...
જે મામલે મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ગુમ થનાર લુહાર યુવતી મોનિકાને શોધી કાઢવા પી એસ આઈ આર પી જાડેજા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ કાર્યરત હોય દરમિયાન ગુમ થનાર મોનિકા નરશીભાઈ પઢારિયાની તપાસમાં સાહેદો તથા ગુમ થનારના બનેવી સંદીપભાઈ કિશોરભાઈ ગોહેલના નિવેદનો લેતા ગુમ થનાર અંગે કોઈ હકીકત જાણતા નથી હોવાનું જણાવેલ હોય બાદમાં બનેવી સંદીપની ઊંડાણપૂર્વક પુછપરછ કરતા ચોકાવનારી હકીકત નો પર્દાફાશ થયો હતો અને નવી સ્ટોરી સામે આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી
સાચી હકિકત જાણીને પોલીસ પણ રહી ગઈ દંગ..
આખરે કોને દોષી ગણવો તેમાં મચી હડકંપ..
મળતી માહિતિ મુજબ ગુમ થનાર મોનિકા સાથે બનેવી સંદીપને પ્રેમ સબંધ હોય જેથી પોતે જ વાંકાનેર ખાતે પોતાની સાળી મોનિકાને મકાન ભાડે અપાવી સાથે રહેતા હોવાનું જણાવ્યું હતું.
આખરે માસ્ટર માઈન્ડ શખ્સને કર્યો જેલ હવાલે અને યુવતીને સોપાઈ પરિવાર ને...
જેથી પોલીસે બનેવી સંદીપભાઈ કિશોરભાઈ ગોહેલ પોતે સમગ્ર હકીકત જાણતો હોવા છતાં પોલિસને સાચી હકીકત પૂરી નહિ પાડી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા અને સંદિપે સત્ય હકીકત છુપાવેલ હોય જેથી સંદીપ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ ગુમ થનાર મોનિકાને તેના વાલીને બોલાવી નિવેદન નોંઘી સોપવામાં આવેલ છે
અહેવાલ : પત્રકાર મયુર પિત્રોડા
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર બ્લોગ અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com



No comments:
Post a Comment