હાલ ગુજરાત માં પેટા ચૂંટણી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક પક્ષો પોત પોતાના ઉમેદવાર ને જીતાડવા માટે તન તોડ મેહનત કરી રહ્યાં છે..
મારે વાત કરવી છે આજ મારા સમાજ ના રાજકીય ક્ષેત્રફળ ની
મારે વાત કરવી છે સમાજ ના રાજકીય વર્ચસ્વ ની..
પેટા ચૂંટણી માહોલ છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોત પોતાની પાર્ટી ના મોટા કદના નેતાઓ દ્વારા દરેક સમાજ ના આગેવાનો સાથે બેઠક કરી અને સમાજ ના મત ખેચવા માટે તન તોડ મેહનત કરી રહ્યાં છે ત્યારે આપણો વિશ્વકર્મા સમાજ આમાં થી બાકાત હોઈ એવું મને લાગી રહ્યુ છે. શા માટે આપડા સમાજ પાસે કોઈ પાર્ટી કે પક્ષનો નેતા મિટિંગ કરવા કે સામાન્ય સભા કરવા માટે પણ આવતો નથી, કેમ આપડી ક્યાંય ગણતરી નથી, શું આપડા વિશ્વકર્મા સમાજ ના રાજકીય ક્ષેત્ર સારું વર્ચસ્વ ધરાવતા નેતા નથી રહ્યાં છેલ્લા ઘણા સમયથી જોવું છે કે ક્યાંય એવા સમાચાર નથી કે આપડા સમાજ સાથે બેઠક કરવા માં આવી હોઈ સમાજ પાસે એવો કોઈ નેતા નથી કે જે આપડી વાત સાંભળી અને સમાજ ને અમુક મળવા પાત્ર લાભો અપાવી શકે દરેક સમાજ ના આગેવાનો સાથે અત્યારે દરેક પક્ષો બેઠકો અને સભાઓ કરી રહ્યા છે અને પોત પોતાના સમાજ માટે માંગણી ઓ મૂકી રહા છે જોતા એવું લાગે અે રાજકીય સ્થર પર સારું અેવું વર્ચસ્વ ધરાવતા નેતાઓ આપણા સમાજ ના મંચ ઉપર થી મોટા મોટા બણગા ફુક્તા એવા સમાજ ના આગેવાનો અત્યારે રાજકીય મંચ ઉપર સમાજ ને ભૂલી ગયા હોઈ એવું લાગી રહ્યું છે અને સમાજ ને હાથો બનાવી અને પોતાના સ્વાર્થ માટે રાજકીય ક્ષેત્રે સક્રીય થયા હશે. કદાચ ક્યાંય કોઈપણ પ્રકારની સમાજ ની ગણતરી થતી નથી હું ફક્ત આ પેટા ચૂંટણી ની વાત નથી કરતો ભૂતકાળ માં પણ ક્યારેય કોઈપણ પ્રકારની ની ગણતરી કે રાજકીય વર્ચસ્વ માટે કોઈપણ પક્ષ ક્યારે સમાજ સામું જોતો નથી અને ક્યાંય પણ નામ લેવાતું નથી અે તમે હું અને આપડે બધા સારી રીતે જાણીએ છીએ.
રાજકીય વર્ચસ્વ જમાવવા અને રાજકીય પક્ષો દ્વારા આપડી ચૂંટણી ટાઈમે ગણતરી કેમ નથી થતી અે બાબતે સમાજે અને સમાજ ના આગેવાનો ને વિચારવું પડશે.
ભૂતકાળ માં આપણા સમાજ ના ઘણા રાજકીય નેતાઓ હતા અને હાલ પણ હશેજ પણ સમાજ માટે ખાસ એવું કંઈ કર્યું નથી હાલ પણ કાંઈ જોવા મળી રહ્યુ નથી સરકાર કે કોઈપણ પક્ષ સાથે બેઠક કરી અને સમાજ જે અમુક સુવિધાઓ થી વંચિત છે પછી અે સમાજ ની રાજકીય ક્ષેત્રે કારકિર્દી હોઈ, રાજકીય ક્ષેત્રે વર્ચસ્વ ની વાત હોઈ.ગરીબો માટેના લાભો હોઈ, ઉદ્યોગકાર માટે ના લાભો હોઈ, સરકાર તરફ થી સમાજ ની સંસ્થાઓ ને મળતા ફાયદાઓ હોઈ, તેના માટે કોઈ માંગણી કરી હોઈ એવુ લગભગ મારા ધ્યાન માં આવ્યું નથી ફક્ત પોતાની પ્રસિદ્ધિ માટે સમાજ ને હાથો બનાવતા હોઈ અેવું દેખાઈ રહ્યુ છે જોકે મને કોઈ પર આક્ષેપો કરવા નો અધિકાર નથી પણ આવું સામાન્ય રીતે જોતો આવ્યો છું ભૂતકાળ માં પણ અને અત્યારે પણ આવું જોવા મળી રહ્યું છે અે બધા સારી રીતે જાણે જ છે
હવે મૂળ વાત પર આવીએ તો સમાજ, સમાજ ના આગેવાનો,અને રાજકીય ક્ષેત્રે જે જે સમાજ ના આગળ પડતાં લોકો છે એમને રાજકીય ક્ષેત્રે આપડું વર્ચસ્વ જમાવવા માટે શું કરવું જોઈએ અને શું કરવા થી આપડી આગળ ના સમય માં આપડી વાત રાજકીય પક્ષો સંભાળશે આ બાબત પર સમાજ ના આગેવાનો સાથે બેઠક કે સભા કરી અને વિચાર વિમર્શ કરવું જોઈએ ખાલી રાજકીય નેતાઓ સાથે ફોટો પડાવી લેવાથી સમાજ નો ઉદ્ધાર થવાનો નથી એના માટે સમસ્ત સમાજ ને સાથે રાખી આપડી માંગણીઓ અને મળતા દરેક લાભો માટે સરકાર સમક્ષ રજુવાત કરવી જ પડશે આવું મારું માનવું છે જોકે દરેક વખતે મને કોઈ ને કોઈ વિચાર રજૂ કરવા ની આદત છે તો પેટા ચૂંટણી નો માહોલ છે તો થોડું વિચારી મે સમાજ ને એક મારો સામાન્ય વિચાર અર્પણ કર્યો છે યોગ્ય લાગે તો આ બાબત પર વિચારી શકાય અને સમાજ ને રાજકીય ક્ષેત્રે સક્રીય કરી અને આગળ લાવી શકાય.
-Pintu Mistry-
લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ પ્રભારીશ્રી
વિશ્વકર્મા વિચાર મંચ (સમાજ ના વિચારો નુ વાવેતર)

No comments:
Post a Comment