Monday, August 9, 2021

સમસ્ત લુહાર જ્ઞાતિ સંચાલિત શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ચોટીલા દ્વારા અતિથિ ગૃહના યુનિટ નમ્બર 2 નું વાસ્તુપૂજન અને નવચંડી યજ્ઞ યોજાયો.. પણ લુહાર સમાજનાં પત્રકરોને રખાયા દુર...




સમસ્ત લુહાર જ્ઞાતિ સંચાલિત શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ચોટીલા,  અતિથિ ગૃહના યુનિટ નમ્બર 2 નું વાસ્તુપૂજન અને નવચંડી યજ્ઞ ગત તારીખ: 29/07/2021ના રોજ યોજાયો હતો, આ કાર્યક્રમમાં હાલની પરિસ્થિતિમાં કોરોના મહામારીના લીધે સરકારના આદેશ મુજબ અતિમર્યાદિત આમંત્રિત દાતાશ્રીઓ અને ટ્રસ્ટીઓ જ ઉપસ્થિત રહેશે તેવું આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સ્પષ્ટ લખ્યું છે ( સારી વાત છે સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવું તે આપણી સૌની ફરજ છે ) , ત્યારે આજદિન સુધી શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ( લુહાર સમાજ સંચાલિત) ના લોકાર્પણ થી લઈને તમામ કાર્યક્રમોનું કવરેજ કરી લુહાર સમાજના પત્રકારોએ નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે કોઈ પણ આશા  અપેક્ષા રાખ્યા વગર શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ( લુહાર સમાજ સંચાલિત) અને ટ્રસ્ટીઓને મીડિયાના માધ્યમથી ઉજાગર કરી સમાજના ઘર ઘર સુધી પહોંચાડી સમાજ પ્રત્યેની પવિત્ર ફરજ અદા કરી , પરંતુ ગત તારીખ : 29/07/2021 ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં લુહાર સમાજના પત્રકારોને ( પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા) ને આમંત્રણ ન આપી કવરેજથી વંચિત રાખ્યા હતા..


આખરે સમાજના પત્રકારો મીડિયાને ક્યાં કારણોસર આમંત્રિત ન કર્યા ?
દર વખતે આમંત્રણ પત્રિકામાં પત્રકારો મીડિયાના નામ સંસ્થા દ્વારા છપાતા , તો આ વખતે લુહાર સમાજના પત્રકારો અને મીડિયાને શા કારણે  આમંત્રણ ન આપ્યું ? 
શા માટે સમાચારના કવરેજથી વંચીત રખાયા ? 

આ મુદ્દે શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહના ટ્રસ્ટી અશોકભાઈ રાઠોડે ટ્રસ્ટી બોર્ડને લેખિતમાં ખુલાસો માંગ્યો હતો કે સંસ્થાના યુનિટ નમ્બર 2 ના વાસ્તુપૂજન અને યજ્ઞમાં  સમાજના મીડિયા અને પ્રેસ રિપોર્ટરને શા માટે આમંત્રણ નથી  આપ્યું ?

શ્રી અશોકભાઈ રાઠોડ શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહમાં હાલ ટ્રસ્ટી તરીકે તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે ,અતિથિગૃહમાં પૂનમ ઉત્સવની શરૂઆત પણ અશોકભાઈ રાઠોડે જ કરી હતી, દર્શને આવતા યાત્રિકોને સવારે ચા અને નાસ્તો તેમજ ફરાળ આપવાની શરૂઆત અશોકભાઈએ જ કરી હતી અને જેની નોંધ સમાજના મીડિયાએ પણ લીધી હતી , સંસ્થાના વાર્ષિક અહેવાલના પાના નંબર 22 ઉપર સંસ્થાએ ઉલ્લેખ કરેલ કે સંસ્થાના 5 વ્યક્તિઓએ આ મુદ્દે વાંધો લીધો હતો 
તો એ પાંચ વ્યક્તિઓ કોણ ?
અને તેમનું શુ નામ ?

અશોકભાઈ રાઠોડ હરહંમેશ સેવાકીય કાર્યમાં સદા મોખરે હોઈ છે ,સમાજ પ્રત્યેની  સદભાવનાથી તેઓ  સમાજલક્ષી સેવાઓ કરી રહ્યા છે , શરૂઆતમાં સંસ્થા દ્વારા અશોકભાઈ રાઠોડની સંસ્થાના ખજાનચીના હોદા પર નિમણુંક કરી હતી જેનો ઉલ્લેખ સંસ્થાના વાર્ષિક અહેવાલ પાનાં નમ્બર 25 ઉપર પ્રમુખ સ્થાનેથી છપાયેલા લેખમાં છે, કોરોના કાળમાં સંસ્થાકીય કામગીરી બંધ  રાખવી પડી હતી , તેવા સંજોગોમાં સંસ્થાના અમુક ટ્રસ્ટીઓએ અશોકભાઈ રાઠોડ પર આક્ષેપો કર્યા હતા કે તમે સંસ્થા પ્રત્યે બેજવાબદાર રહીને કામગીરી નથી કરી તેમ જણાવી અશોકભાઈ રાઠોડને ખજાનચીના હોદા પરથી રાજીનામું માંગવામાં આવ્યું હતું જેનો સંસ્થાની  મિટિંગમાં કોઈપણ ઠરાવ પણ નથી કરવામાં આવ્યો, 
શ્રી સમસ્ત લુહાર સમાજ સંચાલિત શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ચોટીલાના પ્રથમ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગના ફોટા તેમજ અહેવાલો સમાજના મીડિયાઓએ નિસ્વાર્થ અને વિનામૂલ્યે પ્રસિદ્ધ કર્યા હતા, અમરેલીથી પ્રસિદ્ધ થતું લુહાર વિકાસ સમાચાર પત્રના વિનોદ મકવાણાએ  પણ લુહાર વિકાસ માં ફોટાઓ અને અહેવાલ સારી રીતે પ્રસિદ્ધ કર્યો હતો , જે બાબતે પણ એક ટ્રસ્ટી દ્વારા ટકોર કરવામાં આવી હતી કે અમે કહીએ તેજ ફોટા અને અહેવાલ છાપવાનો !!!! 

ત્યારે મુંબઈના ટ્રસ્ટીઓએ આ બાબતે પણ વાંધો ઉઠાવ્યો હતો અને અશોકભાઈ રાઠોડને જણાવેલ કે તમારી મરજી મુજબ આ ફોટાઓ અને અહેવાલો છપાયેલા છે ,ત્યારે સમાજના  રાજકોટના પત્રકાર પ્રવીણભાઈ કવૈયાએ મંત્રીની ઓફિસમાં ખુલાસો કર્યો હતો કે સમાજના મીડિયાઓએ સંસ્થાના ફોટાઓ અને અહેવાલો પોતાની રીતે પ્રસિદ્ધ કર્યા હતા , સમાજના મીડિયાઓ પોતાની રીતેજ કામ કરે છે , ન કે કોઈના કહેવાથી, સમાજના મીડિયાઓ એ શુ છાપવુ , શુ ન છાપવું તેની પૂરેપૂરી સમજ હોઈ જ છે , માટે સમાજ સુધી સમાજલક્ષી કાર્યની નોંધ લેવાઈ અને સંસ્થા વધુ ઉજળી બને તે આશયથી સમાજના મીડિયાઓ સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી પોતાની ફરજ સાથે સેવા આપી રહ્યા છે , માટે આ મુદ્દે કેટલાક ટ્રસ્ટીઓએ કરેલા આક્ષેપો પાયા વિહોણા છે 

શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ચોટીલા ( સમસ્ત લુહાર સમાજ સંચાલિત) ,લોકડાઉન પછી સંસ્થા દ્વારા અતિથિગૃહના રૂમના ભાડામાં વધારો કરવો એવી પરિસ્થિતિ ઉભી થાય તો એ  સમાજના નાના વર્ગને પરવડે તેમ નથી કેમ કે ગેસ્ટ હાઉસ કરતા પણ વધુ ભાડું જો સમાજના લોકો પાસેથી લેવામાં આવે તો સમાજને શુ ફાયદો ?

સંસ્થાના અતિથિ ગૃહના મેનેજર તરીકે જયભાઈ લુહાર શરુઆત થી જ સેવાઓ આપી હતી , જયભાઈ લુહારે પોતાના હોદા પરથી તારીખ 07/07/2021 ના લેટરમાં જણાવી રાજીનામુ આપેલ તે ક્યાં કારણોસર રાજીનામુ આપેલ તેનો પણ ખુલાસો સંસ્થાના ટ્રસ્ટીશ્રી અશોકભાઈ રાઠોડે માંગ્યો છે 

જોકે સંસ્થાની શરૂઆતમાં જ સમાજના મીડિયા દ્વારા બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થયો હતો જેના કારણે સંસ્થાનને અઢળક અનુદાન મળ્યું હતું તેમ છતાં સમાજના મીડિયાને યુનિટ 2 ના વાસ્તુપૂજનમા કયા  કારણોસર આમંત્રણ ન આપી કવરેજથી વંચિત રાખ્યા ? તે આજ પણ અહમ્ મુદ્દો છે....
   

(લુહાર સમાજ સમાચાર બ્લોગ ન્યૂઝ માં મુકેલ યજ્ઞની અને બીજી તસ્વીરો યજમાન પાસેથી લીધેલ છે જેમની નોંધ લેશો.)

        લુહાર સમાજ સમાચાર બ્લોક       
 માહિતિ રિપોર્ટર વિનોદ મકવાણા - જૂનાગઢ 
Mo : 9316677805 / 9624151184 
Email - alvsindia@gmail.com

આપના અમારી ન્યૂઝ પ્રત્યેના અભિપ્રાય અને મંતવ્ય આવકાર્ય છે








No comments:

Post a Comment