માઈક્રોફીકશન સ્ટોરી
શીર્ષક - પસ્તાવો
અંજલિ અને તેમનો પ્રેમી દેવ બન્ને વચ્ચે બહુ પ્રેમ હતો એક બીજા ને ખુબ ચાહે લગ્ન કરવા નો ફેસલો કર્યો દેવ ને અંજલી યે ઘરે બોલાવ્યો તેમના પપ્પા ને મળવા તેમના પપ્પા નું સપનું હતું કે તેમની દિકરી અમીર ઘર માં જાય તો કોઈ દિવસ દુખી ના થાય દેવ ગરીબ હતો અને તેમનું વર્તન અંજલિ ના પપ્પા ને ના ગમ્યુ તો અંજલિ ને દેવ સાથે લગ્ન કરવા ની ના પાડી. તો દેવે અંજલિ ને કહ્યું કે ચાલ આપડે ભાગી જઈએ. તો જેવી અંજલિ બહાર નીકળી તેમના પપ્પા ને ખબર પડી તો પપ્પા યે કહ્યું દિકરી તારે ભાગવું છે તો તારા બામ ને મારી ને જા એટલે મારે સમાજ સામે નીચું ના જોવું પડે. તરત અંજલિ રડવા લાગી કહે માફ કરો પપ્પા હુ દેવ ને એક વાર મળી ના કહી દઉ અને તમે જ્યાં મારાં લગ્ન નક્કી કરશોત્યાં હુ કરીશ આ મારું વચન છે. જોકે અંજલિ ને તેમના નિર્ણય નો પસ્તાવો જરૂર થયો...
લેખક - દિપ્તી ગજ્જર સાવરકુંડલા






No comments:
Post a Comment