Wednesday, October 13, 2021

સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ માં ગુજરાત રાજયમાં ત્રીજા ક્રમાંકે ઉતીર્ણ થનાર લુહાર યશસ્વી હાંસોરાને સિંહસ્થ સેના દળ દ્વારા લુહાર સમાજ વિદ્યાર્થી રત્ન એવોર્ડ અને "Honors gifted students" મોમેંટો આપી બિરદાવવામાં આવી...




રાજકોટ ખાતે લેવાયેલ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ માં ગુજરાત રાજયના પાંચ વિર્ધાથીઓ અવ્વલ આવેલા જેમાંની એક મોરબી જિલ્લાનાં વાંકાનેર શહેર ખાતે રહેતા હિતેશભાઈ દામજીભાઈ હાંસોરાની પુત્રી યશસ્વી પોતાનાં નામ મુજબ યશકીર્તિ ફેલાવી 87.63 ટકા સાથે ઉતીર્ણ થૈ ગુજરાત રાજ્ય લેવલે ચોથા ક્રમે અને ભારત દેશ લેવલે નવમાં ક્રમે ઉતીર્ણ થઈ પોતાનાં માતા પિતા પરિવાર સાથે સમસ્ત લુહાર સમાજનું ગૌરવ વધાર્યું છે


ત્યારે લુહાર સમાજ સમાચાર ન્યૂઝ ટીમ અને લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના મોરબી જિલ્લા અને વાંકાનેર તાલુકા ટીમે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી અને લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા દ્વારા તેમને લુહાર સમાજ વિર્ધાર્થી રત્ન એવોર્ડ આપવાની જાહેરાત પણ કરાય હતી જેમના ભાગ રૂપે તારીખ: 13/10/2021 નાં રોજ  લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા દ્વારા તેમને લુહાર સમાજ વિર્ધાર્થી રત્ન એવોર્ડ સાથે ગોલ્ડ મેડલ અને "Honors gifted students" મોમેંટો આપી બિરદાવવામાં આવી આ તકે લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળનાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મયુરભાઈ પિત્રોડા (LL.B. / Journalist) સાથે 
ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી - નરેન્દ્રભાઈ હંસોરા તથા મોરબી જિલ્લા પ્રમુખશ્રી - વાસુદેવભાઈ રાઠોડ, મોરબી તાલુકા ઉપપ્રમુખ - રાજેશભાઈ પિત્રોડા, વાંકાનેર તાલુકા પ્રમુખશ્રી - હર્ષદભાઈ ગોહિલ, વાંકાનેર તાલુકા સભ્યશ્રી - લાલજીભાઈ હંસોરા અને યોગેશભાઈ મારૂ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા...

જોકે લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી પિન્ટુભાઈ રાઠોડ (પંકજભાઈ) કામકાજની વ્યવસ્થાને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતાં પણ તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક્ટ : 9512171071
Email : alvsindia@gmail.com












No comments:

Post a Comment