Sunday, May 31, 2020

વિશ્વકર્મા ટુડે મેગઝીન ના તંત્રીશ્રી ભરતભાઈ રાઠોડનો આજ જન્મ દિવસ




લુહાર સમાજના કલા, કારિગરી, ઉત્સવ અને પ્રસંગો તેમજ કૌશલ્ય સભર લેખોના આવરણથી લુહાર સમાજને અનેરી રાહ ચિંઘતા વિશ્વકર્મા ટુડે મેગઝીનના સંપાદક તંત્રીશ્રી અને મારા પરમ સ્નેહીજન મિત્ર તથા લુહાર સમાજ ભાવનગરના પ્રખર જ્ઞાતી અગ્રણી અને નિડર, નિરપક્ષ પત્રકારશ્રી ભરતભાઈ રાઠોડ - ભાવનગર નો આજ જન્મદિવસ છે

તેમના જન્મદિવસ નિમિતે ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર) સાથે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના અને વિશ્વકર્મા વિચાર મંચ તરફથી સહિયારી શુભેચ્છાઓ પાઠવે છે

ભરતભાઈ રાઠોડ - મો. +919825487343

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
સહ. તંત્રીશ્રી મયુર પિત્રોડા
કોન્ટેક : +919512171071



પંચાલ યુવા સંગઠન - આવો સૌ ભેગા મલી એક સંગઠીત સમાજની રચના કરીયે.






વિશ્ચકર્મા સમાજ દેશ અને દુનીયામાં એક ઓળખ પ્રસ્થાપીત કરી શૈક્ષણીક, અૌધોગીક, આર્થીક રીતે સમાજનો ઉત્થાન થાય અને સમાજના સર્વાંગી વિકાસ માટે પંચાલ યુવા સંગઠન સતત કાર્યરત છે. સમાજને એક કરી નવી દિશા તરફ આગળ લઇ જવાના પ્રયત્નોના ભાગરૂપે છેલ્લા 5 વર્ષથી સતત કાર્યરત છે. 

પંચાલ યુવા સંગઠન દ્વારા અત્યાર સુધીમાં સમાજને અનુલક્ષીને ફ્રી મેડીકલ ચેક અપ કેમ્પ, વિના મુલ્યે   CNC/VMC ઓપરેટર ટ્રેનીંગ કોર્ષ,સમાજના બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશ્ચકર્મા રમતોત્સવ, વિશ્ચકર્મા રત્ન એવોર્ડ, કોરોના મહામારીમાં હેલ્પલાઇન શરૂ કરી જરૂરીયાતમંદ વ્યકિત સુધી મદદ પહોચાડવી જેવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે. આ અવિરત સેવા સમાજના છેવાડાના વ્યકિત સુધી પહોચે તે અનુસંધાને સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય, તાલુકા અને જીલ્લા લેવલે ટીમ બનવા જઇ રહી છે તો જે પણ ભાઇઓ કે મહીલાઓ સમાજના સર્વાંગી વિકાસ માટે પોતાનું યોગદાન આપવા ઈચ્છતા હોય તેમને નીચેના નંબર પર સંપર્ક કરી જોડાવુ. 

9773070106
પંચાલ યુવા સંગઠન

#joinus #pys #panchalyuvasangathan

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com 













વિશ્ચકર્મા સમાજ દેશ અને દુનીયામાં એક ઓળખ પ્રસ્થાપીત કરી શૈક્ષણીક, અૌધોગીક, આર્થીક રીતે સમાજનો ઉત્થાન થાય અને સમાજના સર્વાંગી વિકાસ માટે પંચાલ યુવા સંગઠન સતત કાર્યરત છે. સમાજને એક કરી નવી દિશા તરફ આગળ લઇ જવાના પ્રયત્નોના ભાગરૂપે છેલ્લા 5 વર્ષથી સતત કાર્યરત છે. 

પંચાલ યુવા સંગઠન દ્વારા અત્યાર સુધીમાં સમાજને અનુલક્ષીને ફ્રી મેડીકલ ચેક અપ કેમ્પ, વિના મુલ્યે   CNC/VMC ઓપરેટર ટ્રેનીંગ કોર્ષ,સમાજના બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશ્ચકર્મા રમતોત્સવ, વિશ્ચકર્મા રત્ન એવોર્ડ, કોરોના મહામારીમાં હેલ્પલાઇન શરૂ કરી જરૂરીયાતમંદ વ્યકિત સુધી મદદ પહોચાડવી જેવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે. આ અવિરત સેવા સમાજના છેવાડાના વ્યકિત સુધી પહોચે તે અનુસંધાને સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય, તાલુકા અને જીલ્લા લેવલે ટીમ બનવા જઇ રહી છે તો જે પણ ભાઇઓ કે મહીલાઓ સમાજના સર્વાંગી વિકાસ માટે પોતાનું યોગદાન આપવા ઈચ્છતા હોય તેમને નીચેના નંબર પર સંપર્ક કરી જોડાવુ. 

9773070106
પંચાલ યુવા સંગઠન

#joinus #pys #panchalyuvasangathan

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com 








Thursday, May 28, 2020

સમસ્ત લુહાર સમાજ બગસરા દ્વારા લુહાર સમાજને સમુહલગ્ન બાબતે અગત્યનો મેસેજ.....





સમસ્ત લુહાર સમાજ બગસરા દ્વારા સમૂહલગ્નનું જે આયોજન કરાયેલ જે ગત તારીખ ૨૬-૨૭.૩.૨૦૨૦ સમૂહ લગ્નનું આયોજન કાેરોના વાયરસના લોકડાઉન ના હિસાબે તે સમૂહલગ્નનું આયોજન મોકુફ રાખેલ

પણ હાલ ફરી વખત સરકારશ્રી દ્વારા અપાયેલ શરતી છુટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે

બગસરા લુહાર સમાજ દ્વારા સરકારશ્રી ના નવા નિયમ મુજબ કે અે લગ્ન પ્રસંગ માટે જે તે લગ્નપ્રસંગમાં ૫૦ માણસોની જ છૂટ આપેલ છે તેમને ધ્યાનમાં રાખીને સમસ્ત સમાજ બગસરા ટ્રસ્ટ દ્વારા એક તારીખે એક લગ્ન અને બીજી તરીકે બીજા લગ્ન એમ કરી ને ત્રણ લગ્નનું આયોજન કરેલ છે જેમાં

👉પહેલા લગ્નની તારીખ ૨૯.૫.૨૦૨૦ લગ્નના બંને પક્ષ અને ટ્રસ્ટ સહિત પ૦ માણસનું આયોજન 

👉બીજા લગ્ન તારીખ ૩૦.૫.૨૦૨૦ લગ્નના બંને પક્ષ અને ટ્રસ્ટ સહિત ૫૦  માણસોનું આયોજન 

👉ત્રીજા લગ્નની તારીખ ૩૧.૫.૨૦૨૦   લગ્નના બંને પક્ષ  અને ટ્રસ્ટ સહિત ૫૦ માણસોનું આયોજન 

સમસ્ત લુહાર સમાજને જાણ થાય કે ઉપર જે તારીખ દર્શાવેલી છે તે પ્રમાણે સમૂહલગ્નનું આયોજન રાખેલું છે 

"સમાજનો સાથ સમાજનો વિકાસ"

તથા બગસરા લુહાર સમાજ પ્રમુખશ્રી ચિરાગભાઈ પરમારે ALVS ઈન્ડિયા ન્યુઝને યાદીમા જણાવ્યુ છેકે આપશ્રી અને સમસ્ત લુહાર સમાજને બગસરા સમૂહ લગ્નમાં તેડાવાનો ઘણો ઉમંગ હતો પણ આ કાેરોના ની મહામારી માં આ બધું શક્ય નથી સમસ્ત લુહાર સમાજનો સાથ અને સહકાર અને આશિર્વાદથી આ આયોજન કરેલ છે તેની તમામ લુહાર સમાજ બંઘુઓએ નોંધ લેવી...

સાથે જણાવ્યુ છેકે સમસ્ત લુહાર સમાજને જાણ થાય કે ગત તારીખના જે આયોજન પાંચ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં જે લોકોએ દાન  લખાવેલું હતું તે પોતાની સ્વેચ્છાએ દાન આપવા ઇચ્છતા લોકોએ બગસરા સમસ્ત લુહાર સમાજ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી કરવામા આવે છે

સમસ્ત બગસરા લુહાર સમાજ ટ્રસ્ટ - ચિરાગભાઈ પરમાર
મોબાઇલ નંબર - 9687216028

_________________________________________

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com 

લુહાર સમાજ જોગ- ખાસ સંદેશ... લુહાર જ્ઞાતિની નીચેની ધાર્મિક જગ્યાઓમાં યોજાતા આગામી અષાઢીબીજના ઉત્સવ બંધ રહેશે



    
      સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ની પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારશ્રીના આદેશ મુજબ કોઈપણ જાતના ધાર્મિક મેળાવડા તેમજ  માનવ મહેરામણ એકઠા થવા પર પ્રતિબંધ હોવાથી ચાલુ વર્ષે આગામી અષાઢીબીજ ઉત્સવ તારીખ ૨૩-૦૬-૨૦૨૦ને બુધવારે આવતો હોવાથી આપણી લુહાર જ્ઞાતિની નીચેની ધાર્મિક જગ્યાઓ જેવીકે

 (૧)  શ્રી લુહાર જ્ઞાતિના સંત શ્રી દેવતણખીદાદા તથા લીરલબાઇની ચેતન સમાધિની જગ્યા - શ્રી દેવતણખીધામ મજેવડી (જિલ્લો જૂનાગઢ)

(૨) શ્રી લુહાર જ્ઞાતિની શ્રી મહાસતી લોયણ માતાજીની જગ્યા -આટકોટધામ (જિલ્લો રાજકોટ)
  
(૩) શ્રી લુહાર જ્ઞાતિ સંતશ્રી દેવતણખીદાદાનું જન્મ સ્થળ મુ.બોખીરાધામ (જિલ્લો પોરબંદર )
 
       ઉપરોકત ત્રણેય ધાર્મિક જગ્યાઓ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા  અષાઢીબીજ ઉત્સવની ઉજવણી બંધ રાખેલ છે  જેની સહુ ભાવિક ભક્તજનોએ નોંધ લેવી

ખાસ નોંધ.....આગામી અષાઢીબીજના દિવસે સહુ ધર્મ પ્રેમી ભક્તજનો ને  ઉપરોક્ત સ્થળે ન પધારવા આપ સૌને નમ્ર વિનંતી.                               

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
રિપોર્ટબાય - વિશ્વકર્મા ટુડે ભાવનગર તંત્રીશ્રી ભરતભાઈ રાઠોડ 

આપના સુજાવ અને મંતવ્ય આવકાર્ય છે
Email - alvsindia@gmail.com 
કોન્ટેક - +919512171071












Monday, May 25, 2020

શ્રી સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિ ગાંધીઘામ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધે તેવી હોમીયોપેથીક દવાનુ વિતરણ કરવામાં આવ્યું




શ્રી સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિ ગાંધીધામ દ્વારા કોરોના મહામારી સામે રોગપ્રતિકારક શક્તિ વધે (યુમિનીટી)  ની હોમીયોપેથીક દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લુહાર સમાજ ના જાણીતા ડોક્ટર દંપતિ ડો. દશૅન પિત્રોડા અને ડો. કિન્નરી પિત્રોડા   દ્વારા વિશેષ સેવા પ્રઘાન કરી હતી આ કેમ્પમાં બહોળી સંખ્યામા જ્ઞાતી જનોએ લાભ લીઘો અને સાથે જ્ઞાતી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેલ  જે મા લુહાર સમાજ ના પ્રમુખ શ્રી સુર્યકાંત હરસોરા, મંત્રી જંયતભાઈ મકવાણા ટ્રસ્ટી હરેશભાઈ સિધ્ધપુરા, પૂર્વ કાઉન્સિલર રતીલાલ પરમાર, યુવા પ્રમુખ કિશોરભાઈ પરમાર, તેમજ મિડિયા જગતના અગ્રણી કચ્છ લુહાર શક્તિ સમાચારપત્ર ના મા.તંત્રીશ્રી પિત્રોડા શૈલેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા જયારે સ્થાનીક જ્ઞાતિ જનોએ પણ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક - +919512171071











શ્રી સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિ ગાંધીધામ દ્વારા કોરોના મહામારી સામે રોગપ્રતિકારક શક્તિ વધે (યુમિનીટી)  ની હોમીયોપેથીક દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લુહાર સમાજ ના જાણીતા ડોક્ટર દંપતિ ડો. દશૅન પિત્રોડા અને ડો. કિન્નરી પિત્રોડા   દ્વારા વિશેષ સેવા પ્રઘાન કરી હતી આ કેમ્પમાં બહોળી સંખ્યામા જ્ઞાતી જનોએ લાભ લીઘો અને સાથે જ્ઞાતી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેલ  જે મા લુહાર સમાજ ના પ્રમુખ શ્રી સુર્યકાંત હરસોરા, મંત્રી જંયતભાઈ મકવાણા ટ્રસ્ટી હરેશભાઈ સિધ્ધપુરા, પૂર્વ કાઉન્સિલર રતીલાલ પરમાર, યુવા પ્રમુખ કિશોરભાઈ પરમાર, તેમજ મિડિયા જગતના અગ્રણી કચ્છ લુહાર શક્તિ સમાચારપત્ર ના મા.તંત્રીશ્રી પિત્રોડા શૈલેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા જયારે સ્થાનીક જ્ઞાતિ જનોએ પણ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક - +919512171071








Sunday, May 24, 2020

વિશ્વકર્મા વંશજોના કલા,કારીગરી અને કૌશલ્યને ઉજાગર કરતું મેગઝીન વિશ્વકર્મા વિશ્વ આગામી અંકોમા લાવી રહ્યુ છે શૈક્ષણિક વિશેષાંક ખાસ લેખ...




ગુજરાત સાથે સમગ્ર ભારતમાં વસતા વિશ્વકર્મા વંશજોના કલા,કારીગરી અને કૌશલ્યને ઉજાગર કરતું માસિક મેગઝીન "વિશ્વકર્મા વિશ્વ" આગામી જુન - જુલાઈ અંકોમા પ્રતિ વર્ષની માફક લાવી રહ્યુ છે શૈક્ષણિક વિશેષાંક ખાસ લેખ જે તેજસ્વી વિધાર્થીઓના પરિણામોની માહિતી આપશે માટે SSC - HSC માં 95 PR કે તેથી વઘુ માર્કસ લાવના તેજસ્વી વિધાર્થીઓ એ કોન્ટેક નંબર 9099949565 પર મેગઝીન તંત્રીશ્રી પ્રવીણભાઈ ગજ્જરનો તુરંત સંપર્ક કરવા અનુરોઘ છે


બિજા વઘુ ગ્રેડ લાવનાર વિધાર્થી મિત્રો પોતાનો ફોટો, પરિણામ વિગત અને મોબાઈલ નંબર સાથે કસ્ટમર કેર નંબર - 9426229565 પર વોટ્સએપ કરે. તેવી અપીલ પણ કરાઈ છે

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
માહિતી - વિશ્વકર્મા વિશ્વ મેગઝીન તંત્રીશ્રી પ્રવીણભાઈ ગજ્જર











Thursday, May 21, 2020

વિશ્વકર્મા સમાજ ના સુથારી કામ કરતા ભાઈઓ માટે ગુજરાત લેવલે વિશ્વકર્મા વંશજ સુથાર કામદાર સંઘ નામે સંગઠન બનશે...







વિશ્વકર્મા સમાજ ના સુથારી કામ કરતા ભાઈઓ માટે ગુજરાત લેવલે વિશ્વકર્મા વંશજ સુથાર કામદાર સંઘ એક સંગઠન બની રહ્યું છે જે વિશ્વકર્મા વંશજ હોય ને સુથારી કામ કરતા હોય એવા ભાઈઓ માટે પ્રવૃત્તિઓ કરશે.વિશ્વકર્મા સમાજની લગભગ ૮૦ લાખ જેટલી જનસંખ્યા છે ગુજરાતમાં એમાંથી ૨૨ લાખ જેટલા ભાઈઓ સુથારી કામ કરે છે.ગુજરાતમા સુથારી કામ કરતા ભાઈઓ અસંગઠિત ક્ષેત્રના કામદાર ગણાય.આપણને સરકારી લાભ મલે તથા આર્થિક રીતે પગભર બની શકે અને પરિવાર નો પણ વિકાસ થાય એવી વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરવી એ જ મુખ્ય ધ્યેય માટે આ સંગઠન માં જોડાવવા માટે નીચે આપેલી લિંક પર થી જોડાઈ શકાય છે...

https://forms.gle/Hrn8YSM9EgNvMcMU6

એવું અશ્વિનભાઈ એન સુથાર , પ્રમુખ , વિશ્વકર્મા વંશજ સુથાર કામદાર સંઘએ ALVS ઈન્ડિયા ન્યુઝ સમાચાર યાદી માં જણાવ્યું હતું

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર & ચેનલ
કોન્ટેક - 9512171071


Monday, May 18, 2020

પંચાલ સમાજનો ઈતિહાસ લુહાર/પંચાલ સમાજ અગ્રણી ઘનજીભાઈ પંચાલની સાથે....




શ્રી પંચાલ સમાજ મોડાસા ગોળ પ્રદેશ વિકાસ મંડળની જાણકારી મુજબ આપના સમાજની ઉત્પતિ કેવીરીતે થઇ તથા તેમના વંશજો કેવા હતા તે અંગે જાણકાર વ્યક્તિઓને સંપર્ક કરી મેળવળલ માહિતી આપની સમક્ષ મુકતાં અમો આનંદ અનુભવીએ છીએ.
સંતશ્રી મણીરામ યોગાશ્રમ શામળાજી પાસેથી મળેલ માહિતી મુજબ સતયુગના સમયમાં પ્રભાસ નામના એક મહાન ઋષિ થઇ ગયા, તે જે ક્ષેત્રમાં વસેલા તેની આજુબાજુનો બારે ગાઉ સુધીનો વિસ્તાર પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાયેલ છે જે આજે પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ તરીકે ઓળખાય છે.
 

પ્રભાસઋષિનાં લગ્ન બ્રાહ્મણ જ્ઞાતિ ધરાવતા બ્રુહસ્પતિની સગી બહેન બ્રહમવાદિની સાથે થયા હતા. બ્રહ્માજીએ પ્રભાસઋષિને ત્યાં જન્મ લીધો હતો જે આપણા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા હતાં. આમ વિશ્વકર્મા દાદાએ ભગવાન બ્રહ્માજીનો અવતાર છે.
બ્રહ્માજીએ ચાર વખત પૃથ્વી ઉત્પન્ન કરી હતી પરંતુ તેમાં કઇંક ને કંઇક ક્ષતિ રહી જતાં તેનો નાશ થયો હતો. તે વખતે બ્રહ્માજીએ શ્રી વિશ્વકર્મા તરીકે અવતાર લીધો હતો અને જન જીવન નષ્ટ ન થાય તે માટે જીવન કેવી રીતે જીવવું તે માટેની સમજ આપેલી.
 

પ્રભાસ ઋષિને બે દિકરા હતા ૧ દેવળજી ૨ વિશ્વકર્મા દાદા, દેવળજીએ લગ્ન કર્યુ ન હતુ તેથી તેઓં ઋષિ તરીકે ઓળખયા જ્યારે શ્રી વિશ્વકર્માદાદાના લગ્ન હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદની દિકરી કૃતિ સાથે થયાં હતા.
 

વિશ્વકર્મા દાદા તથા કૃતિ વડે પાંચ દીકરા અને આઠ દીકરીઓનો જન્મ થયેલો. જેમાં પાંચ પુત્રોમાં ૧) મનુ પંચાલ ૨) મય સુથાર ૩) ત્વષ્ટાતાંબુ ઘડનાર ૪ દેવજ્ઞ સોની ૫ શિલ્પી સલાટ જ્યારે દીકરીઓમાં રિધ્ધ, સિધ્ધ, રન્નાદ વગેરે હતી. જેમાં રિધ્ધી અને સિધ્ધનાં લગ્ન ગણપતિ જોડે થયેલાં. જેથી તેઓ મહાદેવજીનાં વેવાઇ થયા જ્યારે રાંદલ રન્નાદે નાં લગ્ન સુર્યનારાયણ સાથે થયેલા.
હિરણ્યકશ્યપને બે પત્નીઓ હતી. દિતી અને અદિતી. જેમાં દિતી વડે જન્મેલા તેઓ દૈત્યો કહેવાયા. જ્યારે અદિતી વડે જન્મેલા શ્રી સુર્યનારાયણ ભગવાન આદિત્ય કહેવાય. વિશ્વકર્મા દાદાના પ્રથમ પુત્ર મનુએ આરણ, હથોડી, સાણસી તથા પંચ ઘડીને બાકીના ચાર પુત્રો મય, ત્વષ્ટા, દેવજ્ઞ અને શિલ્પીને આપેલા.
 

વિશ્વકર્માદાદાનું પ્રાગટય તથા તેમના પરિવાર વિષેની માહિતી સ્કંકધ પુરાણના પ્રભાસખંડના અગીયારમાં અધ્યાયમાં આપેલ છે. જે સચોટ છે. તથા સ્કંધ પુરાણના સાહિત્યખંડનો અગિયારમો અધ્યાય જેમાં રાજભટાત્તાર્ક દ્વારા ઉપરોક્ત તમામ હકીકતો સચોટ રીતે અાપેલ છે.
 

આમ આપણું ગોત્ર-પ્રભાસ થાય છે જ્યારે શાખ-મનુ પંચાલ છે. આ બધાં પાસાં સ્કંધપુરાણના અગિયારમાં અધ્યાય પરથી સચોટ રીતે લઇ આલેખ રજુ કરેલ છે. જેથી ઘણાઓને અચરજ થશે કે શ્રી વિશ્વકર્માદાદાનો જન્મ થયેલ નથી તેવું વિશ્વકર્મા પુરાણમાં દર્શાવેલ છે પણ તે અંગેનું કોઇ પ્રમાણ મળતું નથી જ્યારે વિશ્વકર્માદાદાના જન્મનો ઉલ્લેખ સ્કંધપુરણોના અગિયારમાં અધ્યાયમાં સ્પષ્ટપણે મળે છે.
 

શ્રી વિશ્વકર્માદાદા એ સૌ પ્રથમ રાવણને સોનાની લંકા બનાવી આપેલી તેને જોઇ શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિશ્વકર્માદાદને અરજ કરતાં તેમને સમુદ્રમાં સોનાંની દ્વારિકા બનાવેલ, સમય જતાં સમુદ્રની અંદર સોનાની દ્વારિકા ક્ષીણ થઇ જેને આજે પણ વૈજ્ઞાનિકો શોધી રહયા છે. કદાચ સુનામી જેવા દરિયાઇ ભુકંપને લીધે સોનાની દ્વારિકા જે બેટ પર હશે તેનો નાશ થયો હશે. ઉપરોક્ત તમામ માહિતી એકત્ર કરી રજુ કરેલ છે. તે સિવાય શ્રી મુકેશચંદ્ર મણીલાલ બારોટ ધોળકાનો સંપર્ક કરી કારોબારી સભામાં બોલાવેલ જેમને આપેલ માહિતી નીચે મુજબ છે. તેમનાં જણાવ્યા અનુસાર શ્રી વિશ્વકર્માદાદાનાં પાંચ પુત્રો હતા જેમાં મનુ પંચાલ , મય સુથાર, ત્વષ્ટા તાંબુ ઘડનાર દેવજ્ઞ સોની તથા શિલ્પી સલાટ હતાં. તેમનાં લગ્ન ઋષિકન્યાએ સાથે કરવામાં આવ્યા હતાં.
 

સૌ પ્રથમ પંચાલોએ શ્વેતનગર ખાતે વાસવાટ કરેલો ત્યારે મનુને મંત્રબળથી હથિયાર ઉત્પન્ન કરવાનો આશીર્વાદ મળેલ જેથી મનુએ હથિયારો ઘડી બાકીના ચાર ભાઇ ઓને આપેલાં. શ્વેતનગરથી પીઠોડીનગર ખાતે વસવાટ શરૂ થયેલો તેમાંથી મોટાભાગનાંપંચાલો ચાંપાનેરની આજુબાજુનાં વિસ્તારમાં વસેલા ત્યાંથી પંચાલોએ ગુજરાતના જુદા જુદા આઠ જિલ્લા સુરત, વડોદરા, આણંદ, દશકોશી, અમદાવાદ, પંચમહાલ, સાબરકાંઠા તથા ડુંગરપુરમાં વસવાટ કરેલ.
 

જેમાં બારોટશ્રી નાં ચોપડા માં થયેલ નોંધ મુજબપંચાલોના જીલ્લાના આપણ ગોળના, શીકા, શિણોલ, ભેંસવાડા, ઇટાડી, વણીયાદ, કોકાપુર, સાયરા, મોડાસા, સાકરીયા, ઝાલોદર, ડુઘરવાડા, ભેરૂન્ડા, અણીયોર, પિપરાણા, ધનુસુરા, આકરૂન્દ, રણાસણ, બાયલ ઢાંખરોલ તથા રમોસ ગામોનો ઉલ્લેખ જોવા મળેલ છે. જેમાં દરેક પેઢીનામં પણ જોવા મળેલ છે.
મોડાસા ગોળ વિશેની ઉત્પતિ જાણવા પ્રયત્ન કરતાં સાયરાનો અડધો વસવાટ બામણવાડથી તથા અડધો વસવાટ અણઘડીયાથી થયેલો તેમ જાણવા મળેલ છે. જ્યારે વણીયાદ-કોકાપુરનો વસવાટ ભીલોડાથી આવીને થયેલ છે.
મોડાસા ખાતેનો વસવાટ ચાપાનેરથી સ્થળાંતરથી થયેલ છે. જ્યારે બ્રહમમય જગત અસ્તત્વમાં આવ્યુ ત્યારે કોઇ નાત-જાતનાં ભેદ નહોતા તે સમયે ફક્ત દેવ અને દાનવ તરીકે ઓળખાતા. તે સમયમાં વિશ્વકર્માદાદાનો જન્મ થયેલ.
દેવો અને દાનવોએ જ્યારે શ્રી વિશ્વકર્માદાદાને વિનંતી કરી ત્યારે વિશ્વકર્માદાદાએપાચ પુત્રો અને ૩૬ આયુધો ઉતપન્ન્ કરેલા અને તેનાથી આસુરી શક્તિ સામે વિજય પ્રાપ્ત થયેલ તેવી માહિતીતેઓથી આપી હતી. આમા વિશ્વકર્માદાદા તથા મોડાસા ગોળની ઉત્પતિ જાણી સમાજ સમક્ષ મુકવા માટે અમોએ શક્ય તેટલો પ્રયાસ કરેલ છે.
આ માહિતી થી સમાજના પુર્વ-ભુમિકા મેળવવાનાં સંશોધન જ્ઞાનમાં વધારો કરશે તથા આપણા વંશજોથી પરિચિત થવાશે. શ્રી વિશ્વકર્માદાદા ના સૈનધ્યમાં સમાજની ઉત્તરોતર પ્રગતિમાં માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહયા છે અને ભવિષ્યમાં તેમની કથા અને આશીર્વાદ મળતા રહે તેવી આશા.

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક - +919512171071
Email - alvsindia@gmail.com


લુહાર/સુથાર સમાજના જ્ઞાતી જનોના લેખ અને કૃતીઓ આવકાર્ય છે, લેખ વોટ્સએપ અથવા મેઈલમા ટાઈપ કરીને મોકલવા...











Saturday, May 16, 2020

પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ દ્વારા આખી પોલીસ ચોકી ને સેનેટાઇઝ કરમાં આવી જાણો વઘુ




હાલ જે  કોરોના મહામારી ચાલી રહી છે. ને એમાં આપડા પોલીસ જવાનો દિવસ રાત જોયા વગર દેશ ની સેવા તેમજ પબ્લિક ની સેવા કરવા 24 કલાક તત્પર રહે છે.તે માટે પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ દ્વારા ગેલીક્ષી ટ્રાફિક  પોલીસ PI  શ્રી એ.ડિ.ઘામિટ સાહેબ, PSI એન શ્રી વિ.જોઘા સાહેબ અને તેમના સ્ટાફ ને 


સન્માન પત્ર તેમજ મોમેન્ટો અર્પણ કરી તેમજ સલાલ ના મયૂર ભાઈ પંચાલ શ્રી રામ જનરેટર તેમજ અજયભાઈ પંચાલ સલાલ ના સહિયોગ થી આખી પોલીસ ચોકી ને સેનેટાઇઝ કરમાં આવી. આ આયોજન માં obc શહેર નરોડા કારોબારી વિનોદભાઈ પંચાલ પણ જોડાયા હતા...

અહેવાલ - સુનીલભાઈ પંચાલ

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email - alvsindia@gmail.com




Tuesday, May 12, 2020

સુરેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ વારા રાજુભાઈ પિત્રોડા નો આજે જન્મ દિવસ




                                                                                                                                કોરોના મહામારી મા ગરીબો નુ દુઃખ ને પોતાનું સમજી ભુખ્યા પરિવાર ને અનાજની કીટ ઘરે ઘરે જઈ ને કીટ આપેલ છે તો એવા સુરેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ વારા રાજુભાઈ પિત્રોડા નો આજે જન્મ દિવસ
                                                            કોરોના મહામારી મા ગરીબો નુ દુઃખ ને પોતાનું સમજી ભુખ્યા પરિવાર ને અનાજની કીટ ઘરે ઘરે જઈ ને કીટ આપેલ છે તો એવા મહાન કાર્ય કરતા રાજુભાઈ પિત્રોડા નો આજે જન્મ દિવસ નિમિતે સમસ્ત લુહાર સમાજને સંદેશો પાઠવ્યો છેકે.....

રાજુભાઈ પિત્રોડાના મુખેઃ-

મારા આયુષ્યના "૫૨" વર્ષ પૂર્ણ કરી "૫૩" માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છું ત્યારે હું હદય પૂર્વક મારા પરિવારજનો, સગા-વ્હાલા, સ્નેહીવડીલ બંધુઓ, સમાજના ટ્રસ્ટીશ્રીઓ તથા વ્હાલા મિત્રોઓનો આદર પૂર્વક આભાર વ્યક્ત કરતા ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું જે રીતે આપ સર્વેના આશીર્વાદ અને સહકાર જે રીતે મળેલ છે તે રીતે ભવિષ્યમાં પણ મળતો રહે તેવી આશા અકક્ષા સાથે...                                                                                                                                                                     

લી. 
રાજેશભાઈ પી. પિત્રોડા તથા પિત્રોડા પરિવાર ગોંડલ                                                                                                                પ્રમુખ શ્રી જે. પી. પિત્રોડા (સુરેશ્વર) ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ ઉપ પ્રમુખ શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ ગોંડલ 
ઉપપ્રમુખ શ્રી દેવતણખી બાપાની જગ્યા મજેવડી 
કારોબારી   શ્રી દેવતણખી બાપાના જન્મ સ્થળ બોખીરા પોરબંદર 
કારોબારી શ્રી રાષ્ટ્રીય કાર્યકરણી સભ્ય ન્યૂ દિલ્લી

હાલ કોરોના મહામારીના સમયમાં આપ સર્વેને મારી  નમ્ર વિનંતી છે કે સરકારશ્રીના લોકડાઉનના આદેશોનું ચુસ્ત પણે પાલન કરી  આપ સૌનુ જીવનએ જ સો પરિવારની સાચી સંપત્તિ છે માટે ઘરમાં રહો સાવચેત રહો અને સ્વસ્ત રહો એવી સુરેશ્વર મહાદેવ ને પ્રાથના....

આપ સર્વે ને રાજેશભાઈ પિત્રોડા પરિવાર તથા સુરેશ્વર ગ્રુપ ના મહાદેવ હર.....

સાથે ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર એન્ડ ચેનલ) પરિવાર તરફથી પણ આપને જન્મ દિવસની શુભકામનાઓ...




Friday, May 1, 2020

વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ટૂંક સમયમાં SVCTR મોબાઈલ એપ્લીકેશનમાં રજુ કરી રહ્યુ છે "શ્રી વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ"



સમગ્ર વિશ્વના રચયિતા પ્રભુ શ્રી વિશ્વકર્મા દાદાના શુભ આશિષથી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ SVCTR મોબાઈલ એપ્લીકેશનમાં રજુ કરી રહ્યુ છે "શ્રી વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ" જેમા દરરોજ આ ઘર્મગ્રંથના બે પેઈજ પ્રસ્તુત કરવામા આવશે જેમનુ વાંચન કરી સૌ ભાઈઓ અને બહેનોને ઘન્યતા અનુભવવા ટ્રસ્ટ દ્વારા વિનંતી કરાઈ છે


વઘુ માહિતિ માટે નંબર 9898098448 પર કોન્ટેક કરવો તેમજ SVCTR મોબાઈલ એપ્લીકેશન ઈસ્ટોલ કરવી અને કરાવવી

_______________________________________


ALVS - ઈન્ડિયા ન્યુઝ - લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
રિપોર્ટર મયુર પિત્રોડા મોરબી - 9512171071

જ્ઞાતી જનોના લેખ અને મંતવ્યો આવકાર્ય છે 









સમગ્ર વિશ્વના રચયિતા પ્રભુ શ્રી વિશ્વકર્મા દાદાના શુભ આશિષથી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ SVCTR મોબાઈલ એપ્લીકેશનમાં રજુ કરી રહ્યુ છે "શ્રી વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ" જેમા દરરોજ આ ઘર્મગ્રંથના બે પેઈજ પ્રસ્તુત કરવામા આવશે જેમનુ વાંચન કરી સૌ ભાઈઓ અને બહેનોને ઘન્યતા અનુભવવા ટ્રસ્ટ દ્વારા વિનંતી કરાઈ છે


વઘુ માહિતિ માટે નંબર 9898098448 પર કોન્ટેક કરવો તેમજ SVCTR મોબાઈલ એપ્લીકેશન ઈસ્ટોલ કરવી અને કરાવવી

_______________________________________

ALVS - ઈન્ડિયા ન્યુઝ - લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
રિપોર્ટર મયુર પિત્રોડા મોરબી - 9512171071

જ્ઞાતી જનોના લેખ અને મંતવ્યો આવકાર્ય છે