Thursday, May 28, 2020

લુહાર સમાજ જોગ- ખાસ સંદેશ... લુહાર જ્ઞાતિની નીચેની ધાર્મિક જગ્યાઓમાં યોજાતા આગામી અષાઢીબીજના ઉત્સવ બંધ રહેશે



    
      સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ની પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારશ્રીના આદેશ મુજબ કોઈપણ જાતના ધાર્મિક મેળાવડા તેમજ  માનવ મહેરામણ એકઠા થવા પર પ્રતિબંધ હોવાથી ચાલુ વર્ષે આગામી અષાઢીબીજ ઉત્સવ તારીખ ૨૩-૦૬-૨૦૨૦ને બુધવારે આવતો હોવાથી આપણી લુહાર જ્ઞાતિની નીચેની ધાર્મિક જગ્યાઓ જેવીકે

 (૧)  શ્રી લુહાર જ્ઞાતિના સંત શ્રી દેવતણખીદાદા તથા લીરલબાઇની ચેતન સમાધિની જગ્યા - શ્રી દેવતણખીધામ મજેવડી (જિલ્લો જૂનાગઢ)

(૨) શ્રી લુહાર જ્ઞાતિની શ્રી મહાસતી લોયણ માતાજીની જગ્યા -આટકોટધામ (જિલ્લો રાજકોટ)
  
(૩) શ્રી લુહાર જ્ઞાતિ સંતશ્રી દેવતણખીદાદાનું જન્મ સ્થળ મુ.બોખીરાધામ (જિલ્લો પોરબંદર )
 
       ઉપરોકત ત્રણેય ધાર્મિક જગ્યાઓ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા  અષાઢીબીજ ઉત્સવની ઉજવણી બંધ રાખેલ છે  જેની સહુ ભાવિક ભક્તજનોએ નોંધ લેવી

ખાસ નોંધ.....આગામી અષાઢીબીજના દિવસે સહુ ધર્મ પ્રેમી ભક્તજનો ને  ઉપરોક્ત સ્થળે ન પધારવા આપ સૌને નમ્ર વિનંતી.                               

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
રિપોર્ટબાય - વિશ્વકર્મા ટુડે ભાવનગર તંત્રીશ્રી ભરતભાઈ રાઠોડ 

આપના સુજાવ અને મંતવ્ય આવકાર્ય છે
Email - alvsindia@gmail.com 
કોન્ટેક - +919512171071












No comments:

Post a Comment