સમસ્ત લુહાર સમાજ બગસરા દ્વારા સમૂહલગ્નનું જે આયોજન કરાયેલ જે ગત તારીખ ૨૬-૨૭.૩.૨૦૨૦ સમૂહ લગ્નનું આયોજન કાેરોના વાયરસના લોકડાઉન ના હિસાબે તે સમૂહલગ્નનું આયોજન મોકુફ રાખેલ
પણ હાલ ફરી વખત સરકારશ્રી દ્વારા અપાયેલ શરતી છુટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે
બગસરા લુહાર સમાજ દ્વારા સરકારશ્રી ના નવા નિયમ મુજબ કે અે લગ્ન પ્રસંગ માટે જે તે લગ્નપ્રસંગમાં ૫૦ માણસોની જ છૂટ આપેલ છે તેમને ધ્યાનમાં રાખીને સમસ્ત સમાજ બગસરા ટ્રસ્ટ દ્વારા એક તારીખે એક લગ્ન અને બીજી તરીકે બીજા લગ્ન એમ કરી ને ત્રણ લગ્નનું આયોજન કરેલ છે જેમાં
👉પહેલા લગ્નની તારીખ ૨૯.૫.૨૦૨૦ લગ્નના બંને પક્ષ અને ટ્રસ્ટ સહિત પ૦ માણસનું આયોજન
👉બીજા લગ્ન તારીખ ૩૦.૫.૨૦૨૦ લગ્નના બંને પક્ષ અને ટ્રસ્ટ સહિત ૫૦ માણસોનું આયોજન
👉ત્રીજા લગ્નની તારીખ ૩૧.૫.૨૦૨૦ લગ્નના બંને પક્ષ અને ટ્રસ્ટ સહિત ૫૦ માણસોનું આયોજન
સમસ્ત લુહાર સમાજને જાણ થાય કે ઉપર જે તારીખ દર્શાવેલી છે તે પ્રમાણે સમૂહલગ્નનું આયોજન રાખેલું છે
"સમાજનો સાથ સમાજનો વિકાસ"
તથા બગસરા લુહાર સમાજ પ્રમુખશ્રી ચિરાગભાઈ પરમારે ALVS ઈન્ડિયા ન્યુઝને યાદીમા જણાવ્યુ છેકે આપશ્રી અને સમસ્ત લુહાર સમાજને બગસરા સમૂહ લગ્નમાં તેડાવાનો ઘણો ઉમંગ હતો પણ આ કાેરોના ની મહામારી માં આ બધું શક્ય નથી સમસ્ત લુહાર સમાજનો સાથ અને સહકાર અને આશિર્વાદથી આ આયોજન કરેલ છે તેની તમામ લુહાર સમાજ બંઘુઓએ નોંધ લેવી...
સાથે જણાવ્યુ છેકે સમસ્ત લુહાર સમાજને જાણ થાય કે ગત તારીખના જે આયોજન પાંચ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં જે લોકોએ દાન લખાવેલું હતું તે પોતાની સ્વેચ્છાએ દાન આપવા ઇચ્છતા લોકોએ બગસરા સમસ્ત લુહાર સમાજ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી કરવામા આવે છે
સમસ્ત બગસરા લુહાર સમાજ ટ્રસ્ટ - ચિરાગભાઈ પરમાર
મોબાઇલ નંબર - 9687216028
_________________________________________
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com

No comments:
Post a Comment