Wednesday, December 2, 2020

સમસ્ત લુહાર સમાજના આસ્થાના કેન્દ્ર એવા સંત શ્રી દેવતણખી દાદા જન્મસ્થળ બોખીરા ધામે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ...



સમસ્ત લુહાર સમાજના આસ્થાના કેન્દ્ર એવા સંત શ્રી દેવતણખી દાદા જન્મસ્થળ બોખીરા ધામે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન દર અમાસ પછીના રવિવારે હોય છે


પરંતુ આ કોરોના મહામારીના હિસાબે ઘણા સમયથી કથાનું આયોજન બંધ રાખેલ હતું તે કથાનું આયોજન રવિવાર તારીખ ૨૨.૧૧.૨૦૨૦ ના દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું 


જેમાં સમય સાંજે ૪ કલાકે લુહાર સમાજની હાજરીમાં સંમ્પુર્ણ કાયદાકીય જોગવાઈ મુજબ સોશ્યલ ડિસ્ટસન્શની જાણવણી અને યજમાનશ્રીઓ સાથે આ પાવનકારી કથાનું રસપાન અને ત્યારબાદ સમુહ આરતી કરી પ્રસાદની વહેચણી બાદ કથાનું સમાપન કરવામાં આવ્યું હતું..


સાથે સંત શ્રી દેવતણખી દાદા જન્મસ્થળ બોખીરા ધામના ટ્રસ્ટી મંડળ તથા કારોબારી અને યુવક મંડળ તરફથી સમસ્ત લુહાર સમાજને નુતન વર્ષાભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે...


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com



















No comments:

Post a Comment