હું રાજેશ મિસ્ત્રી - (વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ અમદાવાદ)
મારા સમસ્ત સમાજને જય વિશ્વકર્મા..
જ્ઞાતીજનો દરેક બંધુઓ ને મારી નમ્ર વિનંતી છે કે હું ઘણા સમયથી આ વિશ્વકર્મા જયંતી રજા જાહેર કરવાના જાહેર રજાના પોસ્ટરો અને બેનરો વાંચું છું તો મારે તમારા તમામ પાસેથી એ સમજવું છે કે કદાચ સરકાર જાહેર રજા આપે તો આપણા સમાજના સભ્યોને શું ફાયદો બરાબર મારી વિચાર ધારા અને મારા મંતવ્ય પ્રમાણે વિશ્વકર્મા સમાજ ના ૮૦ થી ૯૦ ટકા લોકો પોતાના સ્વતંત્ર વ્યવસાય સાથે જોડાયેલા છે કોઈને કારખાના છે કોઈ ફર્નિચર કે લેબલ સાથે જોડાયેલા છે કોક ઉદ્યોગો સાથે જોડાયેલા છે
બાકી મોટે ભાગે આજે રોજગાર સાથે જોડાયેલા લોકો જ આપણા વિશ્વકર્મા વંશજ આજે આ દિવસે રજા નથી રાખતા અમાસ જેવી અમાસ નું પાલન નથી કરતા આખા મહિનામાં એક રજા રાખવાની હોય તો નથી રાખતા વરસની અંદર એક વિશ્વકર્મા તેરસ ની રજા હોય ત્યારે પણ અમુક લોકો રજા નથી રાખતા તે પોતાના વ્યવસાય સાથે જોડાયેલા રહે તો આપણે એ લોકોને પહેલી જાગૃત કરવા પડે વિશ્વકર્મા ધર્મ વિશે જાગૃત કરવા પડે અને એ લોકોને પ્રેરણા દિલથી થવી જોઈએ કે આજે મારા દાદાનો મારા ભગવાન મારા ઇષ્ટદેવ છે જન્મ જયંતિ છે કે હું આજે રજા રાખું છું અને એમની પૂજા અર્ચના કરી અને એમાં સહભાગી બનવું મારું મંતવ્ય એવું છે
પણ કદાચ અગાથ પ્રયત્નો પછી આ જાહેર રજા સરકાર આપે તો એનો આપને અને સમાજને શું ફાયદો થશે તે મને જણાવવા નમ્ર વિનંતી છે મારો નંબર નોંધી લેશો.
કોન્ટેક : 7600477611
તમે ગમે ત્યારે ફોન કરી શકો છો મારા ફરીથી જય વિશ્વકર્મા દાદા
(આપણો સમાજ, આપણા સમાચાર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com














No comments:
Post a Comment