Wednesday, December 30, 2020

"મળવા જેવા માણસ" - સમાજ સેવક અને સામાજિક કાર્યકર મનોજભાઈ જયેન્દ્રભાઈ મકવાણા - પોરબંદર


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
2021 ના નવા વર્ષના શુભ આગમન સાથે લઈને આવ્યું છે અવનવા ફિચર્શ..
આજ એજ સેગમેટ સાથે લઈને આવ્યા છીયે અમે માહિતિ પ્રેરક કોલમ "મળવા જેવા માણસ"

આજ આપણે વાત કરવાની છે આપણા સમાજના સમાજ સેવક અને સામાજિક કાર્યકર એવા મનોજભાઈ જયેન્દ્રભાઈ મકવાણા - પોરબંદર


એમની વાત કરિયે તો મનોજભાઈ મકવાણા છેલ્લા ૮ વર્ષ થી એક સામાજિક કાર્યકર તરીકે સમાજના લોકો વચ્ચે કોઈ નાત જાત ધર્મ નાં ભેદભાવ વગર સામાજિક કામ કરે છે અને હાલ માં શહેર નાં નવચેતન પુરાતન ટ્રસ્ટ નાં એક સભ્ય તરીકે ઉમદા કામ કરી રહ્યા છે જે ભારતીય ટ્રસ્ટ અધિનિયમ મુજબ નોંધાયેલ છે જેમના દ્વારા ૫ થી ૧૨ વર્ષનાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટેનાં વર્કશોપ નું આયોજન કરવામાં આવે છે.

તેમજ નાના બાળકો ઉપર થતા કુકર્મો તથા ગેરકાયદે ભોળપણ નો લાભ લેતા આવારા તત્વો થી કેમ બચવું, ઘરમાં તથા બહાર સલામતી, જાહેર કાર્યક્રમો, તહેવાર માં સાવચેતી, મુસાફરી દરમ્યાન સલામતી, કુદરતી આફતો વખતે રાહત અને બચાવ કામગીરી, મહિલાઓ ની સલામતી માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હેલ્પ લાઇન, કુમારિકાઓ માટેની બચત યોજનાઓ, વૃદ્ધો માટે ની અગત્ય ની સલામતી વગેરે અનેક વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં મનોજભાઈ કામગીરી કરી રહ્યા છે.

તે ઉપરાંત સ્કૂલ, કૉલેજ અને જાહેર ધાર્મિક જગ્યા એ પણ આ આયોજન કરી લોકો ને પોતાની સલામતી અને બચાવ કામગીરી થી માહિતગાર કરવામાં આવે છે. હાલમાં ચાલતી કોરોના મહામારી નાં લીધે ઓન લાઇન વર્કશોપ નું આયોજન કરવામાં આવે છે. જેમના માટે ટ્રસ્ટ દ્વારા કોઇપણ રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી, માત્ર બેંક ખાતામાં જ સ્વીકારવામાં આવે છે અને તે રકમ સમાજ ઉપયોગી કાર્ય માં જ ફરી વાપરાય તેમની તકેદારી પણ રાખવામાંં આવે છે.
_____________________________________

(આપણો સમાજ, આપણા સમાચાર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com


જ્ઞાતીબંધુઓ ને અનુરોધ છેકે આપના દ્વારા રચીત કવિતા, ગઝલ, સાહિત્ય લેખ, કલા - કૌશલ્ય સભર કૃતી, આરોગ્ય લક્ષી લેખ, રમત ગમત (સ્પોર્ટસ) ને લગતા લેખ, સુવિચારો (આઠ થી ચૌદ વર્ષના બાળકો) કે આપના અનુભવ લક્ષી (પ્રવાસ પ્રસંગ) લેખ આવકાર્ય છે

આપના લેખ વિનામુલ્યે પ્રકાશિત કરવામાં આવશે

આપના લેખ વોટ્સએપ અથવા ઈમેલ પર ટાઈપ કરીને મોકલવા
સાથે આપનો ફોટો, સરનામું અને મોબાઈલ નંબર મોકલવો
_____________________________________

આ સમાચાર ના પોન્સરો છે...👇














No comments:

Post a Comment