મોરબી તાલુકા વિસ્તારમાં હાલ કોરોના કહેરે માજા મુકી છે અને આ મહામારીમાં મોરબી પંથકના લુહારજ્ઞાતિ સમાજના ધણા પરિવારો પણ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે ત્યારે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ના મોરબી તાલુકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ ઉમરાણિયા દ્વારા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી તાલુકા ટીમ વતી સમસ્ત લુહાર સમાજ માટે તાલુકા કક્ષાએ
મોરબી શહેરમાં આવેલી શ્રી લુહારજ્ઞાતિ બોંર્ડિંગ એન્ડ ભોજનશાળા યુનિટ 1 અને 2 તેમજ શ્રી સોરઠિયા લુહારજ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્રારા સંચાલિત "શ્રી વિશ્વકર્મા વાડી" આ બંને સમાજની વાડીઓ માં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી શ્રી અશ્વિનભાઈ ઉમરાણિયાએ પત્ર પાઠવી માંગણી કરી છે
પત્ર દ્વારા બંને વાડી સંચાલકોને જણાવ્યુ છેકે હાલ કોરોના સંક્રમણ કાળે સમગ્ર સૌરાષ્ટ્ર સાથે ગુજરાત ભરમાં માજા મુકી છે, ત્યારે આપના લુહારમાં પણ ધણા પરિવારના લોકો આ મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અમારૂ સુચન છેકે અત્યારે આ મહામારી દરમિયાન સમસ્ત લુહાર સમાજના લોકો માટે આપણા શહેરમાં લુહાર સમાજની વાડીઓ માં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવું જોઈએ અને સમાજના ડોકટરો તે કોવિટ સેન્ટરોમાં માનદ સેવા આપી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
વધુમાં સુચવ્યું છે કે હાલની પરિસ્થિતિએ અમારૂ સુચન એકદમ યોગ્ય છે ત્યારે અમો "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" ગુજરાત પ્રદેશ ટીમ મેમ્બરોના સુચનનું સમર્થન કરિએ છિએ અને દરેક ગામમાં વસતા સમસ્ત લુહાર/પંચાલ સમાજ પણ આમારી ભાવના સમજી યોગ્ય કામગીરી કરે તેવી આશા રાખીયે છિએ, તથા અમારા મતેઆ સુચન મુજબ હાલની પરિસ્થિતિ જોતા આ સેવા એક ઉતમ પ્રકારની સમાજ સેવા ગણાશે માટે આવા યોગ્ય સુચનને આપ માન્ય રાખો તેવી આશા રાખીએ છિએ.
ઉલેખનિય છેકે થોડા દિવસો પહેલાજ લુહાર સમાજ અગ્રણી અને પત્રકાર પરેશભાઈ દાવડા દ્વારા પણ કોરોના કેર સેન્ટર દરેક શહેરના લુહારવાડી સંચાલકો ચાલુ કરે તેવી દરખાસ્ત કરાઈ હતી અને ત્યારે પણ લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ની ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા પરેશભાઈ દાવડાને અમે આપની સાથેજ છિયે એ વાત દર્શાવતો સંમતી પત્ર પણ પાઠવ્યો હતો..
ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર/સુથાર સમાજ સમાચાર
રિપોર્ટર જયદિપ પિત્રોડા - મોરબી
Email : alvsindia@gmail.com
No comments:
Post a Comment